દેશમાં વધતા જતાં કોરોનાના કેસ સામે બોલિવુડને પણ મોટા પાયા પર ખોટનો સામનો કરી રહ્યો છે, લોકડાઉનના પહેલા ફેસ પછી એવી આશા જાગી હતી કે કોરોનાના કેસ અને તેની અસર ધીમે ધીમે ઓછી થઇ જશે, અને બોલિવુડની ધીમી ગાડી તેના પાટા પર આવી જશે પણ દેશમાં વધતી જતી ઓક્સિજનની સમસ્યા, બેડની સમસ્યા વગેરેને જોતા સ્થિતિ ગંભીર બનતી જાય છે. બોલિવુડ પર કોરોનાનું ગ્રહણ 2020 થી લાગ્યુ છે જે જવાનું નામ નથી લઇ રહ્યું. આજે વાત કરીશું કોરોનામાં નુકશાની પર ચાલી રહેલું બોલિવુડની, જેને ગયા વર્ષે 2020 માં જ બોલિવુડને અંદાજીત 2,000 કરોડનું નુકશાન સહન કરવુ પડ્યું હતુ.
આ સિવાય દેશમાં 2020 પછી સ્થિતિ સુધરી હોય તે પ્રમાણે સરકારે થિયેટર્સ 50 % દર્શકો સાથે જોવાની પરમિશન તો આપી, અને ફિલ્મ રિલીઝ પણ થઇ… પણ આગળ શું?? કોરોનામાં લોકોને એન્ટરટેન્મેન્ટ જોઇએ છે પણ પોતાનો જીવ જોખમમાં મુકીને નહીં.
જો પરિસ્થિતિ નહી બદલાય તો બોલિવુડે હજુ એક મોટા નુકશાન માટે રહેવુ પડશે તૈયાર…
મુંબઇ- મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ જોતા જ પહેલાં જ કર્ફ્યુ અને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યુ હતુ, જેથી જે ફિલ્મો રજુ થવાની હતી તેના પર પણ બ્રેક વાગી ગઇ. મુંબઇ-મહારાષ્ટ્રમાં જે 15 દિવસનું લોકડાઉન અને કર્ફ્યુની સ્થિતિ હાલ છે તે લંબાઇ તો નવાઇ નહી. હાલ, મહારાષ્ટ્રમાં કોરોનાના 4 લાખથી પણ વધુ કેસ છે, અને અત્યાર સુધી 63 હજારથી પણ વધુ લોકોનો જીવ કોરોનાને લઇ લીધો છે. હા બોલીવુડમાં પણ સ્ટાર્સને કોરોના થયો અને તેમાંથી બહાર પણ આવ્યા. બોલિવુડ સિંગર કનિકા કપુરનો કેસ બોલિવુડમાં પહેલો હતો, જે કોરોના પોઝીટીવ(20 માર્ચ) થઇ હતી. આ સિવાય રકુલ પ્રિત સિંહ, એકટ્રેસ જેનેલિયા દેશમુખ, સોનુ સુદ, અક્ષય કુમાર અને રણબીર કપુર તેમજ વરુન ધવન, શ્રૃતિ હસન વગેરે પણ કોરોના પોઝીટીવ થયા અને હિંમતથી કોરોનાને હરાવ્યો.
બીજી બાજુ બિગબજેટના સર્જકો તેમની ફિલ્મો OTT પર રિલીઝ કરવા માટે રેડી નથી, ફિલ્મોને જે ગયા વર્ષે નુકશાન થયુ હતુ, તે જોતા 2021 માં તેની ભરપાઇ થઇ જશે તેમ લાગતુ હતુ, પણ તેની આગલ તો હજુ બીજા નુકશાન દેખાઇ રહ્યાં છે.
ફિલ્મોનું લિસ્ટ અને તેનું બજેટ:
- રાધે -175 કરોડ
- ફિલ્મ સુર્યવંશી(Suryvanshi) – 200 કરોડ
- સત્યમેવ જયતે(Satay Mev Jayate)2- 65 કરોડ
- શમશેરા(Shamshera) – 150 કરોડ
- 99 – 10 કરોડ
- 83- 200 કરોડ
- બન્ટી ઔર બબલી(bunty Or Babali) 2 – 24 કરોડ
- થલાઇવી(Thalaivi ) – 100 કરોડ
વર્ષ 2021 ની શરુઆતથી જ બિગ બજેટવાળી ફિલ્મો પોતાના રિલીઝ થવાની રાહ જોવે છે, સવાલ એ પણ છે કે ડાયરેક્ટર્સ પોતે પણ ઇચ્છતા નથી કે આ ફિલ્મો OTT પર રિલીઝ ના થાય. સાઇથ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીની હાલત પણ કંઇક આવી જ છે. એપ્રિલ મન્થની વાત કરીએ તો, રિલીઝ ડેટ પ્રમાણે બન્ટી ઓર બબલી, થલાઇવી અને સિર્યવંશમ પણ રિલીઝ થવાની હતી પણ કર્ફ્યુ, લોકડાઉન અને શહેરોની સ્થિતિની ગંભીરતા જોતા આ બધી ડેટ પાછલ ખેંચવામાં આવી.
ફિલ્મ રાધેનું ટ્રેલર આવી ગયુ છે, ત્યારે સલમાન ખાનની 175 કરોડના બજેટવાળી ફિલ્મ રાધે પણ મે મહિનામાં રિલીઝ થવાની હતી, 200 કરોડના બજેટ ઘરાવતી ફિલ્મ સુર્યવંશમ પણ મે મહિનાની રિલીઝ ડેટમાં હતી પણ કોરોનાની સ્થિતિને પગલે આ ફિલ્મોની રિલીઝ ડેટ પણ પાછી ઠલવાઇ છે.
ઓટીટી પ્લેટફોર્મ
થિયેટર્સ બંધ છે, પણ લોકો નેટફ્લિક્સ, ઓટીટી પ્લેટફોર્મ અને એમાઝોન, ડિઝની + પર વેબસિરીઝ અને ફિલ્મો જોઇ રહ્યાં છે, જેથી તમને યાદ હશે ફિલ્મ છિછોરે પણ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઇ હતી અને મોટા ભાગના લોકોએ નિહાળી પણ હતી કારણ કે આ ફિલ્મ સુશાંતસિંહની લાસ્ટ ફિલ્મ હતી, આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ પણ રિલીઝ થઇ હતીઅને લોકોએ માણી હતી જે સાઉથની રિમેક હતી. પ્રશ્ન એ છે કે સલમાન ખાન અને બીજા સ્ટાર્સ પોતાની ફિલ્મોને ott પર રિલિઝ કરવા માંગતા નથી, અને હાલ તે સિવાય કોઇ બીજો માર્ગ પણ નથી. વર્ષ 2020 માં ઘણી ફિલ્મોના શુટીંગ પણ બંધ કરવામા આવ્યા હતા. આ સિવાય ટેલિવિઝનની દુનિયાને પણ મોટો ફટકો પડ્યો હતો, કારણ કે દેશમાં એવો મોટો વર્ગ છે જે સિરિયલ જોવે છે, સિરિયલના શુંટીગ પણ સ્ટોપ થતા લોકોને રિપીટ એપિસોડ અને જુની સિરિયલ પણ ફરીથી શરુ કરવી પડી. દુરદર્શને તો ફેન્સના કહેવાથી રોજ રામાયણ અને મહાભારત પણ શરુ કરી દીધુ હતુ, કારણ કે માણસ જાય તો જાય ક્યાં? હાલ દિલ્હી નજીકના ફાર્મ હાઉસમાં નાની જાહેરાતો અને ટીવીના અમુક શુંટીંગ ચાલી રહ્યાં છે, છતાં જુનિયર આર્ટિસ્ટની પણ ત્યાં અછત વર્તાઇ રહી છે.
આ મહામારીએ નાના નાના વેપારીઓનું જે નુકશાન કર્યું છે તેનો આંકડો તો સરકાર પાસે નહી હોય પણ આવી મોટી કંપનીઓ, ફિલ્મી બજેટ તેમજ એરલાઇન્સની ખોટ આ બધાનો હિસાબ જરુર હશે.
આ પણ વાંચો: ઇરફાન ખાનની એ ‘ચિઠ્ઠી’ તેમના જ શબ્દોમાં…
જ્યાં સુધી કોઇ પરિવાર કે લોકોને ભરોસો નહી આવે કે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી ગઇ છે, ત્યાં સુધી બહાર થિયેટરમાં નહી જઇ શકે, સરકાર આ સ્થિતિ ક્યારે કાબુમાં લાવી શકશે? હોસ્પિટલોમાં કેસ ક્યારે ઓછા થશે, તેમજ ફરીથી આપણી એ રોજીંદી લાઇફ જેમાં કોરોનાનું નામ નહીં હોય તે ક્યારે શરુ થશે? બોલિવુડના નુકશાનનો આંકડો ક્યાં જઇને પહોંચે છે, આવા સવાલોના જવાબો તો નિષ્ણાતો પાસે પણ નથી.
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App
Android: http://bit.ly/3ajxBk4