Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝCoronavirus updates: કોરોનાની ત્રીજી લહેર પહેલા AMC એક્શનમાં,એન્ટીજન ટેસ્ટ માટે 40 ડોમ ઉભા કરાયા

Coronavirus updates: કોરોનાની ત્રીજી લહેર પહેલા AMC એક્શનમાં,એન્ટીજન ટેસ્ટ માટે 40 ડોમ ઉભા કરાયા

CORONA
Share Now

ડબલ ઋતુનો અનુભવ થતા શરદી અને તાવના કેસ વધી રહ્યા છે.જેના કારણે અમદાવાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેથી ફરી એકવાર લોકોને કોરોના ડરના પગલે ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે.તો સાથે જઅમદાવાદ શહેરમાં કોરોના કેસ વધવાની સંભાવનાઓ અને ત્રીજી લહેરથી બચવા એએમસીએ અત્યારથી જ પ્લાનિગ શરૂ કર્યા છે.તો સાથે જ અલગ અલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોના સંક્રમણ મહદઅંશે વધતા ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ

ડબલ ઋતુનો અનુભવ થતા શરદી અને તાવના કેસ વધી રહ્યા છે.તો સંભવિત કોરોનાની(Corona ) ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી તકેદારી રાખવામાં આવી રહી છે.અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ મહદઅંશે વધતા ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરના વસ્ત્રાપુર, NID, પાલડી સહિત 30 સ્થળોએ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં માત્ર 40 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. AMCનું માનવું છે કે એન્ટીજન ટેસ્ટિંગ માટેના ડોમમાં નાગરિકો ઓછા ટેસ્ટ કરાવતા હોવાના કારણે હાલ ઓછા ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

ડબલ ઋતુના પગલે તાવ, શરદી અને ખાંસીના કેસમાં સતત વધારો

 અમદાવાદ શહેરમાં હાલ ડબલ ઋતુના પગલે તાવ, શરદી અને ખાંસીના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.તો  કોરોના વાયરસના(Corona )લક્ષણોમાં પણ તાવ શરદી અને ખાંસીએ મુખ્ય છે. ત્યારે અમદાવાદીઓ સરળતાથી આરટીપીસીઆર કે એન્ટીજન ટેસ્ટ કરી શકે તે માટે શહેરમાં 40 સ્થળો પર ડોમ મુકાયા છે.અને શહેરમાં આજે પણ સરેરાશ દરરોજ 5 હજાર આરટીપીસીઆર ટેસ્ટ થાય છે તેમજ એન્ટીજન ટેસ્ટ પણ મોટી સંખ્યામાં થઇ રહ્યા છે.અમદાવાદ શહેરમાં ચાર રસ્તાઓ અને અર્બન હેલ્થ સેન્ટર પર ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે.વસ્ત્રાપુર સ્થિત ડોમમાં 12 નાગરિકોએ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં એક પણ પોઝિટિવ નોંધાયા ન હોવાનો સ્વીકાર આરોગ્ય અધિકારીએ કર્યો હતો.

વેકસિનેશન માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું

બેવડી ઋતુના કારણે શરદી ખાંસીના કિસ્સા વધતા હાલ નાગરિકો કોરોના ટેસ્ટિંગ કરાવી રહ્યા હોવાનું પણ આરોગ્ય કર્મચારીઓનું માનવું છેબીજી તરફ શહેરમાં કાઉન્સિલરો તરફથી તરફથી વેકસિનેશન માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જનતાને વેકસિનના બે ડોઝ લેવા સમજાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં દિવાળી બાદ ચાલુ સપ્તાહે ચાર દિવસમાં 50થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેને લઈ કાઉન્સિલરોએ પોતાના વોર્ડના નાગરિકો રસીનો બીજો ડોઝ લે તે માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. દુકાનો, સોસાયટીઓ અને ગલ્લા ધારકોએ વેકસીન લીધી છે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ચાંદખેડા અને ઇસનપુરમાં બે સોસાયટીઓના લોકોને બીજો ડોઝ લેવા માટે સમજાવવામાં આવ્યા હતા.

CORONA

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

અમદાવાદમાં કોરોનાના(Corona )કેસ વધવાની આશંકા

હાલ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડિઝીટ પાર કરતા નથી પરંતુ એએમસી આરોગ્ય વિભાગ કોરોનાની ત્રીજી લહેરના સંભાવના પગલે અને શહેરમા જે રીતે અન્ય વાયરલ ફ્લૂના કેસમાં વધારો નોધાયો છે .તેના ભાગ રૂપે ટેસ્ટિંગ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે.અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સરેરાશ 7 હજારથી વધુ ટેસ્ટિંગ થઇ રહ્યું છે. એએમસીએ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે.

ત્રીજી લહેર આવે પહેલા તંત્રની તૈયારીઓ

સુરતમાં કોરોના(Corona )સંક્રમણ કાબૂમાં આવી રહ્યો છે જોકે તેની સામે ત્રીજી લહેરની દહેશત પણ વર્તાય રહી છે ત્યારે ત્રીજી લહેર આવે પહેલા તે તંત્રે તૈયારીઓ કરી દીધી છે. સુરત શહેરમાં રેલવે સ્ટેશન તેમજ અન્ય સ્થળેથી આવવાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટિંગનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે અને મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાંથી આવતા લોકોના ડેટા પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોએ વેક્સિન લીધી હોય તેવા લોકોને કોરોના(Corona ) ટેસ્ટિંગમાંથી બાકાત રખાયા છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment