કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને વધુ એક સફળતા મળી છે. દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. અને બીજી તરફ, ભારત કોરોના રસીકરણના(Corona Vaccination) મામલે નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. કોરોના રસીકરણની બાબતમાં ભારતે 90 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે આ અંગે માહિતી આપી હતી કે ભારતમાં રસીકરણનો આંકડો 90 કરોડને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારત દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને આ અભિયાન હજુ પણ એજ ઝડપથી ચાલી રહ્યું છે.
આરોગ્ય મંત્રી ટ્વિટ કરીને આપી જાણકારી
આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ(Mansukh Mandaviya) ટ્વીટ કરીને કહ્યું કે ભારતે કોરોના રસીકરણમાં(Corona Vaccination) 90 કરોડનો આંકડો પાર કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, ‘શાસ્ત્રીજીએ’ જય જવાન-જય કિસાન'(jai Jawan jai kisan)નું સૂત્ર આપ્યું હતું અને આદરણીય અટલજીએ તે નારામાં ‘જય વિજ્ઞાન’ ઉમેર્યું અને મોદી જીએ ‘જય અનુસંધાનનું સૂત્ર આપ્યું છે. આજે સંશોધનનું પરિણામ આ કોરોના વેક્સિન છે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક- V ની રસીઓ આપવામાં આવી રહી છે અને તે પણ માત્ર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનએ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:PM Modiએ જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન કરી લોન્ચ
રોજ 60 લાખ લોકોને અપાય છે રસી
અગાઉ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે આજે છેલ્લા 24 કલાકમાં 69 લાખ 33 હજાર 838 રસીઓ આપવામાં આવી છે. દરરોજ સરેરાશ 60 લાખ રસીઓ આપવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે આજે સવારે 7 વાગ્યા સુધી કુલ 89 કરોડ 74 લાખ 81 હજાર 554 કોવિડ રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 25 હજાર 455 દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડ 30 લાખ 68 હજાર 599 લોકો સ્વસ્થ બન્યા છે. હાલ કોરોનાનો રિકવરી રેટ 97.86 ટકા છે. જોકે, બપોર સુધીમાં કોરોના વેક્સિનનો આંકડો 90 કરોડને પાર કરી ગયો હતો.
દેશમાં 2 લાખ કરતાં વધુ કોરોના એક્ટિવ કેસો
સરકારી આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 24 હજાર 354 નવા કેસ નોંધાયા છે. અત્યારે દેશમાં 2,73,889 કોવિડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ દેશના કુલ સંક્રમિત કેસોના 0.81 ટકા છે. દેશભરમાં કોરોનાની તપાસ વધુમાં વધુ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 14,29,258 લોકોની તપાસ કરવામાં આવી છે. દેશમાં કુલ 57 કરોડ 19 લાખ 94 હજાર 990 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
India crosses the landmark of 90 crore #COVID19 vaccinations.
श्री शास्त्री जी ने 'जय जवान – जय किसान' का नारा दिया था।
श्रद्धेय अटल जी ने 'जय विज्ञान' जोड़ा
और PM @NarendraModi जी ने 'जय अनुसंधान' का नारा दिया। आज अनुसंधान का परिणाम यह कोरोना वैक्सीन है।#JaiAnusandhan pic.twitter.com/V1hyi5i6RQ
— Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2021
ઉલેખનીય છે કે, કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને વધુ એક સફળતા મળી છે. દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. અને બીજી તરફ, ભારત રસીકરણના મામલે નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. રસીકરણની બાબતમાં ભારતે 90 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે આ અંગે માહિતી આપી હતી કે ભારતમાં રસીકરણનો આંકડો 90 કરોડને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારત દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને આ અભિયાન હજુ પણ એજ ઝડપથી ચાલી રહ્યું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4