Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મહત્વનું નિવેદન, ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત થશે સસ્તી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મહત્વનું નિવેદન, ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત થશે સસ્તી

ELECTRIC VEHICLE
Share Now

પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો સામે ઈલેક્ટ્રિક વાહનો (EV)ના વેચાણને ઉત્તેજન આપવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્ન કરી રહી છે. ફેમ સ્કીમ અંતર્ગત આ વાહનો પર સબસિડી આપવામાં આવી રહી છે. જો તમે ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માંગો છો તો તમારા માટે આ મહત્વની ખબર છે. કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આવતા 2 વર્ષમાં પેટ્રોલ અને ઈલેક્ટ્રિક વાહનોની કિંમત બરાબર કરવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે બે વર્ષ બાદ પેટ્રોલ અને ઈલેક્ટ્રિક ગાડીઓ એક જ કિંમત પર વેચાવવાનું શરૂ થઈ જશે. સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન નામની સંસ્થાની તરફથી આયોજીત વેબિનારમાં ગડકરીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહનોનું જીએસટી ફક્ત 5 ટકા છે. જ્યારે પેટ્રોલ વાહનો પર તે ખૂબ જ વધારે છે.

ઇ-વ્હીકલ પર લાગતો GST ફક્ત 5 ટકા

ગડકરીએ વધુમાં કહ્યું હતું કે ઈલેક્ટ્રિક વ્હીકલ પર GST ફક્ત 5 ટકા છે, જ્યારે પેટ્રોલ વાહનો પર 48 ટકા છે. વર્તમાન સમયમાં ઈલેક્ટ્રિક વાહનોની બેટરીમાં ઉપયોગમાં લેવામાં આવતા લિથિયમની વધારે કિંમતને લીધે ઈલેક્ટ્રિક વાહનોના પડતર ખર્ચમાં વધારો થાય છે. જોકે ભવિષ્યમાં લિથિયમના વધારે ઉત્પાદનથી કિંમતમાં ઘટાડો આવશે. એને લીધે ઈલેક્ટ્રિક વાહનોની કિંમતમાં પણ ઘટાડો જોવા મળશે.

આ પણ વાંચો : ભારતીય મુસાફરો માટે ખુશીના સમાચાર, કોવેક્સિન લેનારા પ્રવાસીઓને હવે આઇસોલેટ નહિ થવું પડે

લિથિયમ બેટરીનું 81 ટકા ઉત્પાદન દેશમાં

E VEHICLE લિથિયમ બેટરીની કિંમત ઓછી કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. લિથિયમ બેટરીની કુલ જરૂરિયાતના 81 ટકા ઉત્પાદન સ્થાનિક સ્તર પર થઈ રહ્યું છે. સસ્તી બેટરી કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે એ માટે સતત સંશોધન ચાલી રહ્યું છે. અમારો લક્ષ્યાંક છે કે 2030 સુધી 30 ટકા પ્રાઈવેટ કાર, 70 ટકા કોમર્શિયલ કાર તથા 40 ટકા બસ ઈલેક્ટ્રિક કરી દેવામાં આવે.

માર્ગોના કિનારે બની રહ્યા છે ચાર્જીંગ પોઈન્ટ્સ

નીતિન ગડકરીએ કહ્યું કે અમે 2 વ્હીલરના મામલામાં લીડ લીધી છે. ભારતની બજાજ અને હીરો જેવી કંપનીઓ પોતાના ઈલેક્ટ્રિક ટૂવીલર્સને એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જીંગ પોઈન્ટ્સની કુંમતના સવાલ પર તેમણે કહ્યું કે આવનાર બે વર્ષમાં દેશભરમાં તેમની સંખ્યામાં કોઈ વધારો નથી થયો. તેમણે કહ્યું કે રોડના કિનારે અને માર્કેટ વાળા વિસ્તારોમાં હાલ 350 સ્થાનો પર ચાર્જિંગ પોઈન્ટ્સ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તે ઉપરાંત પેટ્રોલ પંપોને પણ પરમિશન આપવામાં આવી રહી છે કે તે ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ્સ લગાવી શકે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment