તાઉતે વાવઝોડામાં ખેડૂતોને( farmar)ભારે નુકસાની જોવા મળી હતી. તો અનેક ગામની સાથે ખેતીને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. તો તેની સાથે જ અનેક પાકને નુકસાન થવા પામ્યું હતું. આ વાવઝોડામાં બધો પાક ઝપટાય થવા પામ્યો હતો. તો સાથે જ ચોમાસું સિઝનની શરૂઆત થતાની સાથે ખેડુતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. પરંતુ વાવણી બાદ ધણા દિવસો પછી વરસાદ આવવાથી લોકોને બિયારણ ખરાબ થવા પામ્યું હતું. તો સાથે જ બીજી વાર વાવેતર કરવાથી વધુ વરસાદ પડ્યો અને ખેડૂતોનો પાક ખરાબ થયો હતો. અને સાથે જ ખેડુતોને પાકની સાથે તેમાં વપરાયેલ બિયારણ સાથે અને તેમને વાવાના ખર્ચાઓ માથે પડ્યા છે, તો ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી હાલત જોવા મળી રહી છે. કેમકે એક બાજુ કુદરત છે અને એક બાજુ સરકાર માર મારી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તો ખેડૂતો નો બચ્યા પાકનો પણ હાલ તો સારો ભાવ નથી મળી રહ્યો અને ખેડૂતોની હાલાત કફોડી બની છે.તો સાથે જ ખેડૂતોનો( farmar) પાક ધરમાં નહી હોય ત્યારે પાકના ભાવમાં વધારો થશે. પરંતુ તે કંઇ કામનું નહી રહી જાય કેમકે ગમે તેટલો ભાવ વધારો થશે પણ તે કોઇ પાસે માલ જ ન હોય તો પછી પાકના ભાવનું શું કરવાનું.તો ખેડૂતોની બસ એક જ આશા છે કે હાલના સમયમાં ભાવ વધારી આપવામાં આવે જેના કારણે અમને પુરતો ભાવ મળી આવે
ગયા વર્ષ કરતા 8 લાખ કપાસની ગાંસડીનું વધુ ઉત્પાદન
બજારમાં નવા કપાસની આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે અલગ અલગ બધી માર્કેટ યાર્ડમાં કપાસની આવક થઈ રહી છે.તો ગુજરાતમાં ચાલુ વર્ષે અંદાજે 22.56 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયુ હોવાનો અંદાજો કાઢવામાં આવી રહ્યો છે.તો સાથે જ ગત વર્ષ જેટલું જ છે અને ઉત્પાદન 80.95 લાખ ગાંસડી જેટલું થવાનો અંદાજ છે,જે ગત વર્ષની સરખામણીમાં 8 લાખ ગાંસડી જેટલું વધારે છે. સરકારે કપાસનાં ટેકાનાં ભાવ મણનાં 1205 નક્કી કર્યાં છે. પરંતુ ભાવ સામે આવક ઓછી એટલે જ ખેડૂતોની( farmar) એવી માંગ છે કે હજુ વધારે ભાવ આપવામાં આવે જેના કારણે અમે પણ અમારી દિવાળી બધાની જેમ ઉજવણી કરી શકીએ. કેમકે પાકની આવક સામે આ ભાવ ઓછા કેવાઇ એવું ખેડૂતો કહી રહ્યા છે. આથી ટેકાના ભાવ વધારવામાં આવે અને વધુ ભાવ આપવામા આવે તેવી ખેડૂતોની( farmar) માંગ છે. હવે સરકાર ભાવ આપે છે કે નહી એતો હવે આવનારા દિવસોમા જ ખબર પડશે.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
કેટલું થયું ઉત્પાદન
ગત વર્ષે સીસીઆઇએ ગુજરાતમાંથી 4.15 લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી હતી. કપાસનો ભાવ નવેમ્બર 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન મણનાં 1260 થી 1400 જેટલા રહેવાની સંભાવનાં છે. જયારે બજારમાં દૈનિક એક લાખ ગાંસડીથી વધારે કપાસની આવક થાય ત્યારે ભાવ આ સપાટીથી નીચા જાય તે સમયે ખેડૂતોએ લાંબા ગાળા માટે સંગ્રહ ન કરી શકે, ત્યારે ખેડૂતોએ બજાર સુધરવાની રાહ જોવી જોઇએ.તો આ સાથે ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4