આજે ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે આજે વહેલી સવારથી જ મત ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગર મનપાની ચૂંટણીનું 3 ઓકટોબર રવિવારના રોજ મતદાન થયું હતું. જેમાં સરેરાશ 56.17 ટકા મતદાન થયું છે. ગાંધીનગર મનપા વિસ્તારના દોઢ લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ગાંધીનગર મનપાના 11 વોર્ડના 44 કોર્પોરેટર કોણ હશે તેની જાહેરાત આજે જ થઈ જશે.
મતગણતરી માટે પાંચ સેન્ટર
ગાંધીનગર મનપાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. ત્યારે આજે વહેલી સવારે 9 વાગ્યાથી જ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. કુલ પાંચ સેન્ટરો પર મત ગણતરી ચાલી રહી છે. સેકટર 15 આઇટીઆઇ, સેક્ટર 15 સરકારી કોમર્સ કોલેજ, સેક્ટર 15 સરકારી સાયન્સ કોલેજ, સેક્ટર 15 સ્વરણીમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સેકટર 15 માં આવેલ સરકારી આર્ટસ કોલેજ એમ કુલ પાંચ જગ્યાએ મતગણતરી ચાલી રહી છે. મતગણતરી સમયે પાંચ ચૂંટણી અધિકારી અને 1700 પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર રહેશે.
આ પણ વાંચો:ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત
500 થી વધુ પોલીસ બંદોબસ્તમાં
ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે મતગણતરી કેન્દ્ર પર 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ડીવાયએસપી 6, પીઆઇ 10, પીએસઆઇ 31 તેમજ પોલીસ કોન્સ્ટેબલ 250, મહિલા પોલીસ 120, ટ્રાફિક પોલીસ 50 એમ કુલ 550 પોલીસ જવાનોને સવારથી જ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે.
162 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી
આજે ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગાંધીનગર મનપાના 11 વોર્ડ માં 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 161 જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં ભાજપે 44 , કોંગ્રેસના 44 ,AAP ના 40,BSPના 14, NCPના 2, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે જોવું રહ્યું કે, આ વખતે ગાંધીનગરની સત્તા કોના હાથમાં આવે છે.
તમને જણાવી દઈએ કે 3 ઓકટોબર રવિવારના રોજ ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન થયું હતું. જેમાં સરેરાશ 56.17 ટકા મતદાન થયું હતું. રવિવારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ રાજકીય પક્ષોએ મતદારોનો આભાર માન્યો હતો. ત્યારે આજે જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે જોવી રહ્યું કે ગાંધીનગર મનપામાં કોણ બાજી મારી જાય છે.
ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે આજે વહેલી સવારથી જ મત ગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગર મનપાની ચૂંટણીનું 3 ઓકટોબર રવિવારના રોજ મતદાન થયું હતું. જેમાં સરેરાશ 56.17 ટકા મતદાન થયું છે. ગાંધીનગર મનપા વિસ્તારના દોઢ લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ગાંધીનગર મનપાના 11 વોર્ડના 44 કોર્પોરેટર કોણ હશે તેની જાહેરાત આજે જ થઈ જશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4