તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. જેમાં જનરલ બિપિન રાવત (Bipin Rawat), પત્ની મધૂલિકા સહિત 14 લોકો સવાર હતાં. તેવામાં આ હેલિકોપ્ટર (Helicopter)ક્રેશમાં જનરલ બિપિન રાવત, પત્ની મધૂલિકા સહિત 13 લોકોના મોત નિપજ્યા છે. ગાઢ જંગલમાં સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ (Crash)થતા તેમાં આગ લાગી હતી. તો જાણો બિપિન રાવતની સૈન્ય સફર વિશે…
Bipin Rawat નો જન્મ ક્યા થયો હતો
જનરલ બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડ (Uttarakhand)ના પૌડી ગઢવાલ ખાતે થયો છે. તેમના પરિવારમાંથી અનેક લોકોએ સેનામાં સેવા આપી છે. બિપિન રાવત શિમલા અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકસલાના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
બિપિન રાવત ડિસેમ્બર 1978 ના રોજ ઇન્ડિયન આર્મી (Indian Army)એકેડમી, દેહરાદુનથી 11મા ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનમાં નિયુક્ત કરાયા હતા, જ્યાં તેમને સ્વોર્ડ ઓફ ઓનરથી સ્ન્માનિત કરાયા હતા. બિપિન રાવતના પત્નીનું નામ મધૂલિકા રાવત છે. તેઓ આર્મી વેલફેર સાથે જોડાયેલા છે. આ ઉપરાંત મધૂલિકા આર્મી વુમન વેલફેર એસોસિએશનની અધ્યક્ષ છે. તેમને દિલ્હી યૂનિવર્સિટીથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન પુરૂ કર્યું છે. બિપિન રાવત અને તેમની પત્નીને 2 પુત્રીઓ છે.
આ પણ વાંચો: CDS Bipin Rawat Died: હેલીકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત 13ના નિધન, PM મોદી-ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
Bipin Rawat ઘણીવાર સન્માનિત પણ થયા
સીડીએસ (CDS)તરીકેની નિયુક્તિ પહેલા બિપિન રાવત 27મા આર્મી ચીફ બન્યા હતા. આ પદ પર કાર્યભાર સંભાળતા પહેલા તેમણે 1 સપ્ટેમ્બર 2016 ના રોજ ભારતીય સેના (Indian Army)ના ઉપ સેના પ્રમુખ નિયુક્ત કરાયા હતા. બિપિન રાવત પાસે આતંકવાદ વિરોધી અભિયાનોમાં કામ કરવાનો ઘણા વર્ષોનો અનુભવ છે. બિપિન રાવતે ઊંચાઈવાળા યુદ્ધ ક્ષેત્રોમાં પણ વર્ષો સુધી કામ કર્યું છે. તેમની ઉત્કૃષ્ટ સેવાને કારણે ‘પરમ વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. આ સિવાય બિપિન રાવતને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ વગેરેથી સન્માનિત કરાયા છે.
ભારતીય આર્મી ગુજરાતની મદદે જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4