Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરાજકોટમાં બનશે દેશની પ્રથમ મુવેબલ હોસ્પિટલ

રાજકોટમાં બનશે દેશની પ્રથમ મુવેબલ હોસ્પિટલ

Share Now

રંગીલું રાજકોટ પ્રગતિના પંથે

કોરોના આવતા જ તેનાથી બચવા દેશમાં અનેક પ્રયોગો થયા છે. અને આવા અનેક પ્રયોગો સફળ પણ થયા છે. કે જે પહેલા ક્યારેય કોઈને વિચાર પણ ન આવ્યો હોય. આ તો ખરેખર એક આવિષ્કાર જ કહેવાય. કોરોનાને લીધે અર્થતંત્રથી લઈને નાના માણસના નાનકડા બજેટ સુધી દરેકને મોટો ફટકો પડ્યો છે. હવે જો પોસીતીવ સાઈડ જોવા જઈએ તો કોરોનાકાળમાં સલામત રહેવા અનેક પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતનું રંગીલું રાજકોટ ઘણા ખરા અંશે આગળ હતું. કોરોનામાં અનેક સુવિધાઓ ઉભી થઇ હોય, કે પછી સિવિલ હોસ્પીટલમાં ડોકટરની જગ્યા લેનાર રોબોટ હોય. તેના પરથી કહી શકાય કે, રાજકોટ પ્રગતિના પંથે છે. તો આ પ્રગતિમાં હવે વધુ એક ઉમેરો થયો છે.

Movable Hospital

sanj samachar

રાજકોટમાં હવા ભરતા જ ઉભી થઇ જશે હોસ્પિટલ 

કોરોનાની બીજી લહેરમાં બેડની ખુબ મોટી અછત વર્તાઈ હતી. અનેક લોકો પુરતી સારવારના અભાવે મૃત્યુને ભેટ્યા હતા. હજારો લોકોએ પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી હતી. હવે આગામી દિવસોમાં ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર અગાઉથી જ સતર્ક બન્યું છે. તંત્ર દ્વારા સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટ જીલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ માટે અનોખી વ્યવસ્થા કરી છે. રાજકોટમાં બનવા જઈ રહી છે મુવેબલ હોસ્પિટલ જે કદાચ દેશની પ્રથમ મુવેબલ હોસ્પિટલ હશે. આ એક ‘પેરાશૂટ હોસ્પિટલ’ હશે જેમાં હવા ભરતા જ ગણતરીની પળોમાં અદ્યતન હોસ્પિટલ ઉભી થઇ જશે. આ હોસ્પિટલની ખાસિયત એ છે કે, જરૂર પડ્યે માત્ર હવા ભરતા જ ICU જેવી જ તમામ સુવિધાઓ સાથેની વિશાળ હોસ્પિટલ ઉભી થઇ જશે.

ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ઉભી કરાશે 100 બેડની વ્યવસ્થા 

rajkot collector

facebook

કલેક્ટર અરુણ મહેશ બાબુએ એક નવી ટેક્નોલોજી સાથે ચૌધરી હાઇસ્કૂલ મેદાનમાં જરૂર પડ્યે એકીસાથે 100 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીની મુવેબલ હોસ્પિટલની તૈયારી કરાવી છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલની બહાર મંડપ ઉભા કરીને તેમા દર્દીઓને સારવાર આપવી પડી હતી. ત્યારે હવે મંડપની જગ્યાએ ગણતરીની મિનિટોમાં જ ICUમાં ઉપલબ્ધ હોય તેવી સુવિધા સાથે હોસ્પિટલનો જ રૂમ હોય તેવી આબૂહૂબ વ્યવસ્થા ઉભી થઇ જાય તેવી દેશભરમાં પ્રથમ હોસ્પિટલની તૈયારી કલેક્ટર દ્વારા કરાઈ રહી છે. કોરોનાની બીજી ઘાતક લહેરમાં બેડ અને ઓક્સિજનની અછત તેમજ ટાંચા સાધનોને લઇને સ્થિતિ ગંભીર બની હતી. તેમાથી જ બોધપાઠ લઇને સંભવિત ત્રીજી લહેર સામે અત્યારથી જ તમામ સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ઇન્ડો અમેરિકન ટેકનોલોજીથી એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા રાજકોટમાં થઇ રહી છે. એટલું જ નહીં ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા બે દિવસ આ માટેની ટ્રાયલ પણ લેવાઈ ચુકી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ આ પ્રયોગ સફળ રહેતા આવી વધુ હોસ્પિટલો તૈયાર કરવામાં આવનાર હોવાનું પણ જણાવતા આ પ્રયોગ છેવાડાનાં ગામો માટે આશીર્વાદરૂપ બનવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

કથિત ત્રીજી લહેર સામે લડવા રાજકોટ તંત્ર સજ્જ 

Movable Hospital

chitralekha

દેશમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર પણ હોસ્પિલ સહિતની આરોગ્ય સાથે જોડાયેલી સુવિધાઓ વધારવા પર ધ્યાન આપી રહી છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ આ સુવિધાઓ પર કામ શરૂ કરાયું છે. રાજકોટ જિલ્લા પ્રશાસને હવે ખસેડી શકાય તે પ્રકારની હોસ્પિટલ સ્થાપવાની દિશામાં કામગીરી શરૂ થઇ ગઈ છે. રાજકોટના ચૌધરી મૈદાનમાં બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉભી થશે. જેમાં આઈસીયુ સહિતની તમામ સુવિધાઓ હશે. કોરોનાની બીજી લહેર દરમિયાન સિવિલ હોસ્પિટલની બહાર મંડપ ઉભા કરીને તેમા દર્દીઓને સારવાર આપવી પડે તેવી હાલત સર્જાઇ હતી. ત્યારે હવે મંડપની જગ્યાએ ગણતરીની મિનિટોમાં જ આઇ.સી.યુ.માં ઉપલબ્ધ હોય તેવી સુવિધા સાથે હોસ્પિટલનો જ રૂમ હોય તેવી વ્યવસ્થા ઉભી થઇ જાય તેવી ટેક્નોલોજી યુક્ત વ્યવસ્થા તૈયાર કરાઇ છે. પહેલા ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન દ્વારા બે દિવસ ટ્રાયલ બેઝ પર આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી જે બાદ સમગ્ર કામગીરીનું કલેક્ટર દ્વારા નિર્દેશન કરાશે.

જુઓ આ વિડીયો : દેશની પ્રથમ મુવેબલ હોસ્પિટલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment