Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝISRO બનાવશે ઇતિહાસ, EOS 03 સેટેલાઈટથી અવકાશમાંથી દેશ પર રહેશે નજર

ISRO બનાવશે ઇતિહાસ, EOS 03 સેટેલાઈટથી અવકાશમાંથી દેશ પર રહેશે નજર

ISRO LUNCH SATELITE
Share Now

ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ આજે એક નવો ઈતિહાસ સ્થાપિત કર્યો હતો. ભારતે 75 માં સ્વાતંત્ર્ય દિવસ અગાઉ અવકાશ જગતમાં એક નવી છલાંગ લગાવી હતી. હવે અવકાશમાંથી દેશ પર નજર રાખી શકાશે. ખરેખર આ પૃથ્વી પર ધ્યાન રાખવા માટે દેશનો પહેલો ઉપગ્રહ છે. ભારત દ્વારા આવતીકાલે EOS 03 સેટેલાઈટ છોડવામાં આવશે. હવે ભારતની તાકાતમાં વધારો થશે અને ભારત ચક્રવાત જેવી આપત્તિઓ સામે નજર રાખવા સક્ષમ બની શકશે.

ઇસરોએ આપી માહિતી

ઇસરોએ આપેલ માહિતી અનુસાર જીઓ સિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ એફ 10 દ્વારા EOS 03 સેટેલાઈટ છોડવા માટે આજે સતીશ ધવન સ્પેસ સેંટર હરિકોટા ખાતે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જોકે તેના લોન્ચિંગનો આધાર હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.EOS-03 ખૂબ જ આધુનિક સેટેલાઈટ છે, જેને GSLV-F10ની મદદથી પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જો આ ટેસ્ટિંગ સફળ થાય છે તો ભારતની તાકાતમાં વધુ વધારો થશે અને હવામાન અંગેની હલચલને સમજવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો : લોકતંત્રના મંદિર એવી લોકસભામાં હંગમો વધુ, કામ માત્ર ૨૨% જ !!!!

ખાસિયત

આ ઉપગ્રહ એટલા માટે ખાસ છે કે તે
– દિવસમાં ચારથી પાંચ તસવીરો સમગ્ર દેશની લઈ શકશે.
– હવામાન સંબંધિત મુખ્ય ડેટા મોકલી શકશે
– ચક્રવાત જેવી આપત્તિઓ સામે આગોતરી માહિતી આપશે

આવતીકાલે થશે લોન્ચિંગ

આવતીકાલે ISRO ના સતિષ ધવન સ્પેસ સ્ટેશન ખાતેથી ભારતનો આ વિશેષ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. જીઓ સિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ એફ 10 દ્વારા લોન્ચ થનાર આ સેટેલાઈટ વહેલી સવારે પાંચ વાગ્યે અને 43 મિનિટે લોન્ચ કરવામાં આવશે. ઇસરો દ્વારા અગાઉ સમય અને દિવસ 11 તારીખનો પસંદ કરાયો હતો પરંતુ ત્યાર બાદ તેને બદલીને 12 તારીખ કરી દેવનમાં આવી હતી.

અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કરશે દેશનું રક્ષણ

આ ઉપગ્રહ સરહદ સુરક્ષા માટે પણ ઉપયોગી થશે. આ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે જે અંતરિક્ષથી ભારતની જમીન અને તેની સરહદો પર નજર રાખશે. રોકેટ EOS-3 / GISAT-1 ઉપગ્રહ ભૂસ્તર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે, જ્યાં તે 36 હજાર કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરવાનું ચાલુ રાખશે.EOS-3 ઉપગ્રહ OPLF કેટેગરીમાં આવે છે. આનો અર્થ એ છે કે ઉપગ્રહ 4 મીટર વ્યાસની કમાન જેવો દેખાશે. જો ઇસરોના સૂત્રોનું માનીએ તો, સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનથી સજ્જ રોકેટની આ આઠમી ઉડાન હશે. જ્યારે જીએસએલવી રોકેટની 14 મી ઉડાન, ઇઓએસ -3 ઉપગ્રહ પ્રક્ષેપણની 19 મિનિટમાં તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવશે. 2268 કિલો વજન ધરાવતો EOS-3 ઉપગ્રહ ભારતનો અત્યાર સુધીનો સૌથી ભારે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ હશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment