મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh )ને કોર્ટે 6 નવેમ્બર સુધી ED ની કસ્ટડીમાં મોકલી દીધા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ દેશમુખને આજે મંગળવારે કોર્ટમાં રજૂ કરી અને પૂછપરછ માટે કસ્ટડીની વિનંતી કરી હતી. ત્યારબાદ કોર્ટે તેમને એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે.
Mumbai: Special PMLA court sends former Maharashtra Minister Anil Deshmukh to ED custody till November 6 in connection with extortion and money laundering case pic.twitter.com/F0EFJehJ8W
— ANI (@ANI) November 2, 2021
Anil Deshmukh ની કલાકો સુધી પુછપરછ કર્યાં બાદ ધરપકડ કરાઇ હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની 12 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ ગઇકાલે સોમવારે રાત્રે તેમની ધરપકડ કરી હતી. અનિલ દેશમુખ (Anil Deshmukh) ની બળજબરીપૂર્વક વસૂલી અને મની લોન્ડ્રીંગના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ED ઓફિસમાં રાત વિતાવ્યા બાદ અનિલ દેશમુખને સવારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, મોડી રાત્રે કરી ધરપકડ
સીબીઆઇએ તપાસ શરૂ કરી હતી
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગત્ત 21 એપ્રિલે અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરુપયોગના સંબંધમાં FIR દાખલ કર્યા બાદ EDએ ભૂતપૂર્વ પ્રધાન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.
Anil Deshmukh એ પદ્દનો કર્યો હતો દુરૂપયોગ
ED મુજબ રાજ્યના ગૃહમંત્રી તરીકે સેવા આપતા, અનિલ દેશમુખે કથિત રીતે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા મુંબઈના વિવિધ ‘બાર’ અને રેસ્ટોરન્ટ્સમાંથી 4.70 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.
વિજય સુવાડાની ધરપકડ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4