Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝભારતીય મુસાફરો માટે ખુશીના સમાચાર, કોવેક્સિન લેનારા પ્રવાસીઓને હવે આઇસોલેટ નહિ થવું પડે

ભારતીય મુસાફરો માટે ખુશીના સમાચાર, કોવેક્સિન લેનારા પ્રવાસીઓને હવે આઇસોલેટ નહિ થવું પડે

COVAXIN
Share Now

ભારતીય મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા. ભારત બાયોટેકની કોવેક્સિનને ટૂંક સમયમાં જ યુનાઈટેડ કિંગ્ડમ (UK) પોતાની અપ્રૂવ્ડ કોવિડ-19 વેક્સિન લિસ્ટમાં સામેલ કરવા જઈ રહ્યું છે, એટલે કે ઈંગ્લેન્ડ પહોંચેલા આંતરરાષ્ટ્રીય મુસાફરો, જેમણે કોવેક્સિન વેક્સિન લીધેલી છે તેમને હવે આઈસોલેટ નહિ થવું પડે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તાજેતરમાં કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપ્યા બાદ યુનાઈટેડ કિંગ્ડમે આ પગલું ભર્યું છે. ચીનની સિનોવેક અને સિનોફાર્મ વેક્સિનને પણ યુકે દ્વારા એની માન્ય કોવિડ-19 વેક્સિનની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ કોવેક્સિનને મંજૂરી આપી હતી.

ભારતીય મુસાફરો માટે સારા સમાચાર

બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ટ્વીટ કર્યું હતું કે “યુકેની મુસાફરી કરી રહેલા ભારતીય મુસાફરો માટે સારા સમાચાર છે. કોવેક્સિન સહિત WHOની ઈમર્જન્સી ઉપયોગની સૂચિમાં સામેલ કોવિડ-19 વેક્સિનથી ફુલ્લી વેક્સિનેટેડ પ્રવાસીઓને 22 નવેમ્બરથી આઈસોલેટ નહિ થવું પડે.

22 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી લાગુ પડશે નવા નિયમો

કોવેક્સિનથી વેક્સિનેટેડ પ્રવાસીઓને અરાઈવલ પર પ્રી-ડિપાર્ચર ટેસ્ટ, ડે-8 ટેસ્ટ તથા સેલ્ફ આઈસોલેટ થવાની જરૂર નહિ પડે. આ ફેરફાર 22 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી લાગુ થશે. UKના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે કહ્યું હતું કે નવી ઘોષણાઓ ઈન્ટરનેશનલ ટ્રાવેલને ફરી શરૂ કરવાના આગળના તબક્કાને ચિહ્નિત કરે છે.

આ પણ વાંચો : અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયાની સુરક્ષા વધારવામાં આવી, ઘરનું એડ્રેસ પૂછી રહ્યાં હતા બે સંદિગ્ધ

18 વર્ષથી ઓછી ઉંમરના યાત્રીઓ માટે પણ નિયમોમાં છૂટછાટ

યુકે સરકારે ઇંગ્લેન્ડ આવતા 18 વર્ષથી ઓછી વયના મુસાફરો માટેના નિયમોને પણ સરળ કર્યા છે. હવે તેમને બોર્ડર પર વેક્સિનેટેડ માનવામાં આવશે અને આગમન પર આઈસોલેશન, ડે-8 ટેસ્ટિંગ અને પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમણે ફક્ત પોસ્ટ અરાઈવલ ટેસ્ટ કરાવવો પડશે. જો તે પોઝિટિવ જોવા મળશે તો PCR ટેસ્ટ પણ કરાશે.

યુકે સરકારે આ પગલુ WHOની ઈમરજન્સી યુઝની યાદીને ફોલો કરે છે

ઉલ્લેખનીય છે કે યુકે સરકારે આ પગલુ WHOની ઈમરજન્સી યુઝની યાદીને ફોલો કરે છે. ઉલ્લેખનીય છે કે કોવૈક્સીન ભારતમાં ઉપયોગમાં લેનારી બીજી સૌથી મોટી રસી છે. પહેલા કોવૈક્સીન લેનારાને યુકેમાં પ્રવાસ દરમિયાન ક્વોરેન્ટાઈન રહેવું પડતું હતુ. પરંતુ 22 નવેમ્બરથી હવે આવું નહીં થાય.

કોવિશીલ્ડને ગત મહિને યુકેની પરવાનગી વાળી યાદીમાં જોડવામાં આવી

આ ઉપરાંત કોવિશીલ્ડને ગત મહિને યુકેની પરવાનગી વાળી યાદીમાં જોડવામાં આવી હતી. WHOની કોવૈક્સીન માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરીના કારણે આંતરાષ્ટ્રીય પ્રવાસમાં વૃદ્ધિ થઈ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment