Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝકોરોનાને લઇ WHO ના સાયન્ટીસ્ટનું મહત્વનું નિવેદન

કોરોનાને લઇ WHO ના સાયન્ટીસ્ટનું મહત્વનું નિવેદન

WHO STATEMENT
Share Now

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સોમ્યા સ્વામીનાથને કહ્યું કે ભારતમાં કોરોના મહામારી એક રીતે સ્થાનિકતાના ચરણમાં પ્રવેશ કરી રહી છે. જ્યા નીચલા અથવા મધ્યમ સ્તરનું સંક્રમણ જારી છે. સ્થાનિક અવસ્થા ત્યારે હોય છે જ્યારે કોઈ વસ્તી વાયરસની સાથે રહેવાનું શીખી લે છે. આ મહામારીના ચરણથી ઘણું અલગ છે. હવે વાયરસ વસ્તી પર હાવી થઈ જાય છે. કોવૈક્સીનને મંજૂરી આપવાના સંબંધમાં સ્વામીનાથને કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે WHOના ટેક્નિકલ સમૂહ કોવૈક્સીનને તેમના અધિકૃત રસીમાં સામેલ કરવાની મંજૂરી આપવા માટે સંતુષ્ટ રહેશે અને સપ્ટેમ્બરના મધ્ય સુધી આવું થઈ શકે છે. કહેવું છે કે ભારતમાં કોરોના વાઇરસ હવે ક્યારેય જશે નહિ. ભારતના લોકોએ આ મહામારી સાથે જ જીવવાની ટેવ પાડવી પડશે.

સમાચાર વેબસાઈટ ધ વાયર માટે પત્રકાર કરણ થાપરને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂહમાં સ્વામીનાથને કહ્યું કે ભારત અને દેશના વિભિન્ન ભાગોમાં જનસંખ્યાની વિવિધતા તથા પ્રતિરક્ષાની સ્થિતિને ધ્યાનમાં આ બહું શક્ય છે કે દેશમાં વિભિન્ન ભાગોમાં ઉતાર ચઢાવની સાથે આ સ્થિતિ જારી રહી શકે છે. સ્વામીનાથને કહ્યું કે કદાચ આપણે એક રીતે સ્થાનિક્તાના ચરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જ્યાં નીચલા સ્તર પર સંચરણ અથવા મધ્યમ સ્તરના સંચરણ જારી છે. જોકે તે પ્રકારની જબરદસ્ત વૃદ્ધિ અને સ્થિતિ નથી જોઈ રહ્યા જેવી આપણે થોડા મહીના પહેલા જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો : રાણે ના પુત્રએ મનોજ બાજપેયીની ક્લિપ શેર કરીને ફિલ્મી અંદાજમાં Shiv Sena ને આપ્યો કડક સંદેશ

જો 70 ટકા રસીકરણ થઈ જશે તો દેશોમાં સ્થિતિ પાછી સામાન્ય થઈ શકે

CORONAવૈજ્ઞાનિકે કહ્યું જ્યાં સુધી ભારતનો સવાલ છે એવું લાગે છે કે જે થઈ રહ્યું છે છે તે ભારતના આકાર અને દેશના વિભિન્ન ભાગોમાં જનસંખ્યાની વિવિધતા અને પ્રતિરક્ષાની સ્થિતિના કારણે છે. આ બહું શક્ય છે કે આ ઉતાર ચઢાવની સ્થિતિ આવી રીતે જારી રહી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2022ના અંત સુધી આપણે એ સ્થિતિમાં હશું કે 70 ટકા રસીકરણનું લક્ષ્ય મેળવી લઈશું અને દેશોમાં સ્થિતિ પાછી સામાન્ય થઈ શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment