Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeહેલ્થઘરે બેઠાં થઇ શકશે કોવિડ-ટેસ્ટ

ઘરે બેઠાં થઇ શકશે કોવિડ-ટેસ્ટ

Covid test
Share Now

કોરોનાના કેસ સતત દેશમામં વધી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ નવી નવી બીમારીઓએ માઝા પકડી છે, દેશમાં 2 કરોડ ઉપર કેસ જતી રહ્યાં છે ત્યારે તેની સામે કોરોનાના કારણે 2,87,122 જેટલા લોકોએ કોરોનાની સામે દમ તોડ્યો છે. દેશમાં લોકો થોડા જાગૃત થઇને હવે વેક્સિનેશનની પ્રક્રિયામાં જોડાયા છે. પણ છતાં હવે એક નવી બીમારી સામે પણ દેશ લડી રહ્યો છે મ્યુકોરમાઇકોસિસ જેના દેશમાં 1 હજાર જેટલા કેસ નોંધાઇ ગયા છે. આ બીમારીથી લોકોનું મૃત્યુ પણ થઇ રહ્યું છે.

કોરોનાની બીજી લહેરને જોતા એક સારા સમાચાર પણ આવી ગયા છે, લોકો ટેસ્ટ કરાવવા જતા પણ ડરે છે કારણ કે બુથ પર પણ ગમે તેમ ભીડ અને નિયમોના ધજાગરા ઉડતા જોવા મળતા હોય છે. પણ હવે તમારે લાઇનમાં ઉભા રહેવાની જરુર નથી, ના તમારે હવે તમારો કોરોના રિપોર્ટ આવવાનો વેઇટ ચાર-પાંચ દિવસ સુધી કરવો પડશે. પુણેની માય લેબે ઘરમાં જ કોરોના ટેસ્ટ કરનારી (Coviself) કોવિડ કિટ બનાવી છે, જેમાં ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચે પણ આ કીટને મંજુરી આપી છે. ICMR એ કોરોના ટેસ્ટ કિટને લઇને એડવટાઇઝરી પણ બહાર પાડી છે. આ રિપિડ એંટીજન ટેસ્ટ છે. જેનાથી ટેસ્ટ કરીને તમને 5 મિનિટમાં જ માત્ર રિઝલ્ટ મળી જશે.પણ હા તમે આ કીટ કેટલામાં લઇ શકો? કોણ લઇ શકે છે આ કીટ?

Covid test

Photograph: Francis Mascarenhas/Reuters

કોણ કરી શકે છે તપાસ

આઇસીએમઆર એ જણાવ્યુ કે, હોમ ટેસ્ટીંગ ફ્કત સિમ્પ્ટોમિટેક દર્દીઓ માટે હોય છે. અથવા એવા લોકો જે લેબ ટેસ્ટમાં પોઝીટીવ છે, તો તમારો RT-PCR  ટેસ્ટ કરવાની જરુર નથી.

ICMR એ એડવાઇઝરી બહાર પાડી

 

COVISELF ને મંજુરી આપ્યા બાદ ICMR  એ તપાસને લઇને પણ એડવાઇઝરી બહાર પાડી છે.

જે લોકો હોમ ટેસ્ટીંગ કરી રહ્યાં છે તેમને Strip પિક્ચર ક્લિક કરવી પડશે, એ પણ એજ ફોનથી જેમાં મોબાઇલ એપ ડાઉનલોડ હશે.

તમારા મોબાઇલ ફોનનો ડેટા સીધોજ ICMR ના ટેસ્ટીંગ પોર્ટલ પર સ્ટોર થઇ જશે.

લક્ષણવાળા દર્દીઓનો ટેસ્ટ નેગેટીવ આવશે, તેમને RTPCR કરાવવો પડશે,જ્યાં સુધી તેનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તેમને હોમ આઇસોલેટ રાખવામાં આવશે.

ટેસ્ટ કિટને કઇ રીતે વાપરી શકાય?

 • આ ટેસ્ટ માટે પહેલાં તમારા ફોનમાં માઇ લેબ કોવિસેલ્ફ એપ ડાઉનલોડ કરવું પડશે.
 • જેમાં તમારે ડીટેલ ફિલ અપ કરવી પડશે
 • ટેસ્ટ કીટમાં તપાસ માટે મેનુઅલ આપવામાં આવશે, જેમાં તપાસની પ્રક્રિયાને ડિટેલ્સમાં સમજાવવામાં આવી છે. કિટમાં નેજલ સ્લેબ અને પહેલાથી જ ભરેલી એક્સટ્રેક્શન ટ્યુબ અને બીજો એક ટેસ્ટ કાર્ડ પણ આપવામાં આવ્યુ છે.
 • સ્લેબને ટ્યુબમાં ડિપ કરવુ પડશે,
 • યુઝર્સ મેનુઅલ રીતે ટ્યુબને બંને નોસ્ટ્રેલ્સમાં 2 થી 4 સેમી સુધી નાંખે
 • જે બાદ નોસ્ટ્રેલ્સને 5 વાર ગુમાવો
 • સ્લાબને પહેલેથી ભરેવા ટ્યુબમાં નાંખો અને વધેલા સ્વાબને તોડી દે.
 • ટ્યુબનું ઢક્કન બંધ કરો
 • તે બાદ ટેસ્ક કાર્ડ પર ટ્યુબ દબાક એક પછી એક બે ડોટ્સ નાંખો
 • રિઝલ્ટ માટે 15 મિનિટ વેઇટ કરો
 • 20 મિનિટ બાદ જે રિઝલ્ટ આવસે તેને સાચો ગણવામાં ના આવી શકે.
 • જો રિઝલ્ટ કંટ્રોલ સેક્શન C આવે તો જવાબ નેગેટીવ છે.
 • જો કંટ્રોલ સેક્શન અને ટેસ્ટ સેક્શન T બંને પર આવે તો એનો મતલબ એન્ટીજનની જાણ થઇ ગઇ છે, અને તેનો રિઝલ્ટ પોઝિટીવ છે.
Home kit

PC: Google Image

કેટલાની મળશે આ કીટ?

આ કીટની કિંમત 250 છે, માયલેબ ડિસ્કવરી સોલ્યુશનના ડાયરેક્ટર સુજીત જૈને જણાવ્યુ કે, નેક્સટ વીકના અંત સુધીમાં 7 લાખ ફાર્મસી સ્ટોર તેમજ અમારા ઓનલાઇન ફાર્મસી પાર્ટનરની પાસે ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો: શું તમને વધુ પડતા ગરમ પાણીથી નાહવાની ટેવ છે, તો ચેતી જજો !!

ક્યારે આવશે બજારમાં?

આ ટેસ્ટ કીટ બજારમાં એક વીકમાં ઉપલ્બધ થઇ જશે, જેની કિંમત 250 રુપિયા છે. કિટને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેનો યુઝ કરવો એકદમ સરળ હશે. આ સાથે જ કીટ જોડે એક સેફ્ટી બેગ પણ આવે છે. જે બાદ તમે કિટને યુઝ કરીને ડિસ્પોઝ પણ કરી શકો છો.

હેલ્થને લગતી તમામ ન્યુઝ અપડેટ માટે જોતા રહો OTTINDIA   

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment