દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron Variant)ના બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે. ત્યારે હવે આ વેરિએન્ટને લઇને ચિંતાઓ સતત વધતી જઇ રહી છે. આ તમામ વચ્ચે દક્ષિણ આફ્રિકાથી 7 દિવસ પહેલા જયપુર (Jaipur)પરત ફરેલા એક પરિવારના 4 સભ્ય કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ પરિવાર 25 નવેમ્બરના રોજ આફ્રિકાથી પરત ફર્યો હતો. હાલમાં તો ઓમિક્રોનના અલર્ટને જોતા તમામને આઈસોલેશન (Isolation)માં રખાયા છે.
Omicron Variant ની પુષ્ટિ નહીં
દક્ષિણ આફ્રિકા (South Africa)થી જયપુર ખાતે પરત ફરેલા લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે, પરંતુ હજુ પણ આ સભ્યોની કોરોના (Corona)ના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ નથી અને તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. જીનોમ સિક્વેન્સિંગ બાદ જ નક્કી થશે કે તે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત છે કે નહીં.
આ પણ વાંચો: ભારતમાં Omicron Variant ની એન્ટ્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 2 કેસની પુષ્ટિ કરી
સંપર્કમાં આવેલા પણ થયા સંક્રમિત
આ તકે પરિવારમાં જો સભ્યોની વાત કરીએ તો માતા પિતા અને તેમની 8 વર્ષ અને 15 વર્ષની બે પુત્રીઓ સંક્રમિત હોવાનું કહેવાય છે. દક્ષિણ આફ્રિકાથી જયપુર પરત ફરેલા પરિવારના સંપર્કમાં આવેલા 12 લોકોના પણ કોરોના ટેસ્ટ (Corona test)કરાવવામાં આવ્યા હતા જેમાંથી 5 લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોના વેક્સિનથી સંક્રમિત (Infected)મળી આવેલા 9 લોકોમાંથી તમામ વયસ્કોને કોરોના વેક્સિન લાગી છે. કોઈમાં પણ કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. તમામ સામાન્ય છે.
વિશ્નમાં Omicron Variant ની સ્થિતિ
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટ (Variant)ની ઓળખ થયા બાદ આ વેરિએન્ટ દેશના ઘણા વિસ્તારોમાં પહોચ્યો છે. હવે 29 દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ એમિક્રોનના 373 કેસ નોંધાયા છે. સરકારે આ અંગે કહ્યું હતું કે, નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાય છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4