Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝશું આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર?

શું આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર?

COORNA THIRD WAVE
Share Now

હજુ માંડ બીજી લહેરથી બહાર આવ્યા ત્યાં દેશમાં કોરોનાની બીજી લહેરની સચોટ આગાહી કરનારા નિષ્ણાતોએ હવે થર્ડ વેવ (ત્રીજી લહેર)ની પણ આગાહી કરી છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ મહિને એટલે કે ઓગસ્ટના બીજા-ત્રીજા સપ્તાહ વચ્ચે કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની શરૂઆત થઈ જશે.

કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરમાં ટોચ પર હશે

THIRD WAVE

DNA INDIA

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ ત્રીજી લહેરની શરૂઆત હશે, જેમાં આ વર્ષના ઓક્ટોબર મહિનામાં દરરોજ એકથી દોઢ લાખ નવા દર્દીઓનો ઉમેરો થઈ શકે છે. આ સમય દરમિયાન કોરોનાની ત્રીજી લહેર તેની ચરમસીમા પર હશે.IIT હૈદરાબાદ (Hyderabad) અને કાનપુરના (Kanpur) મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળના એક સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરમાં ટોચ પર હશે. ઉપરાંત કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થશે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળમાં ફરી એક વખત પરિસ્થિતિ ચિંતાજનક બની શકે તેવી સંભાવના છે.

વેક્સિન જ ઉપાય

હજુ ઘણા લોકો કોરોનાના નિયમોના ઉલાળ્યા કરી રહ્યા છે પરંતુ લોકોએ ફરી વખત સાવધાન રહેવાની જરૂર છે. એટલે કે વેક્સિન સાથે કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને જાહેર સ્થળો પર લોકો ભેગા થવાથી બચવું પડશે. આ સાથે વેક્સિનેશનની પણ ઝડપ વધારવી પડશે, જેથી જોખમને વધુમાં વધુ હાવી થતું અટકાવી શકાય.

બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય ત્રીજી લહેર

નિષ્ણાતોના મતે બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેર વધારે ઘાતક નહીં હોય. બીજી લહેર સમયે એક દિવસમાં સંક્રમણના 4 લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા હતા. પણ આ વખતે આ આંકડા 1 લાખની આજુબાજુ હોઈ શકે છે. સ્થિતિ થોડી વધારે બગડશે તો આ આંકડા 1.5 લાખ સુધી પહોંચી શકે છે. ત્રીજી લહેરમાં કેટલા કેસ વધશે? આ પ્રશ્ન અંગે નિષ્ણાતોએ કહ્યું કે કેરળ, મહારાષ્ટ્ર અને વધારે કેસવાળા રાજ્યો પર તેનો આધાર રહેલો છે. જોકે આ બીજી લહેર જેટલી ભયજનક નહીં હોય.

આ પણ વાંચો : જમ્મુમાં પોલીસે જાહેર કર્યું 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ

મહારાષ્ટ્ર અને કેરળ માટે ચિંતાજનક સ્થિતિના સંકેત

આ રિપોર્ટમાં વિદ્યાસાગરે જણાવ્યું હતું કે, ફરી એકવાર મહારાષ્ટ્ર અને કેરળમાં સ્થિતિ ચિંતાજનક બની શકે છે. તેમણે આ બે રાજ્યો માટે ‘એલાર્મ બેલ’ (Alram Bell) જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ રિપોર્ટમાં રાહતની વાત એ છે કે, કોરોનાની ત્રીજી લહેરને બીજી લહેર કરતા ઓછી જીવલેણ ગણવામાં આવી છે.

આપને જણાવવું રહ્યું કે, આ વર્ષે મે મહિનામાં, IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ પર એક સંશોધન બહાર પાડ્યું. તેમના સંશોધન (Research) અનુસાર તેમણે મે મહિનામાં દર્દીઓની સંખ્યામાં વધારો કરવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મે મહિનામાં, કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થશે અને જૂન (June) સુધીમાં આ સંખ્યા દરરોજ 20 હજારની નજીક પહોંચવા લાગશે.અને તે જ પ્રમાણે કેસોમાં વધારો જોવા મળ્યો હતો.

ICMR એ પણ ઓગસ્ટમાં ત્રીજી લહેરનો દાવો કર્યો હતો

આ અગાઉ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ ઓગસ્ટ મહિનામાં ત્રીજી લહેર આવવાનો દાવો કર્યો હતો. સંસ્થાના ડો.સમીરન પાંડાએ કહ્યું હતું કે જો કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તે ઓગસ્ટના અંત ભાગની આજુબાજુ કોઈ પણ સમયે આવી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment