Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeકહાની“મારે આખી રાત એક ડેડ બોડી સાથે પસાર કરવી પડી”

“મારે આખી રાત એક ડેડ બોડી સાથે પસાર કરવી પડી”

COVID19
Share Now

કોરોના મહામારી(Covid19)માં ઘણી બઘી રીતે ઘણું નુકસાન થયુ છે. ઘણા લોકોએ ઘણુ બધુ ગુમાવ્યુ છે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તો ઘણા બાળકો અનાથ થઈ ગયા તો ઘણા લોકો ગંભીર બીમારીથી પીડાયા છે. જ્યારે ઘણા લોકોને ધંધામાં નુકસાન પહોંચ્યુ છે જેના કારણે પણ લોકો મૃત્યુ પામ્યા છે. આ 2 વર્ષની અંદર લોકો માનસિક, શારિરિક, અને આર્થિક બધી જ રીતે પીડાયા છે. આ જ બધી બાબતોનું ધ્યાન રાખતા વડોદરા સ્થિત એચ આર પ્રોફેશનલ હરેશ ચતુર્વેદીએ કોરોનાની બીજી લહેર(Second Wave) વખતે એક ચળવળ શરૂ કરી. બીજી લહેરમાં વધતા જતા મૃત્યુઆંકને ધ્યાનમાં લઈને તેમને વિચાર્યું કે, લોકોને કોલ કરીને તેમની સાથે વાત કરીને તેમનું મન હળવુ કરવામાં આવે. તેમને માનસિક રોગમાંથી બચાવવા. ત્યારબાદ તેમણે એક પુસ્તક લખ્યું, “ગુલ્લક(Gullak)” જેમાં તેમણે 52 વાર્તાઓનો સમાવેશ કર્યો છે જે સૌ કોઈને હસાવવાનો સંદર્ભથી જ લખવામાં આવી છે. 

તો આજે આપણે ઓટીટી ઈન્ડિયા (OTT India) પર વાત કરીશુ એચ.આર. હરેશ ચતુર્વેદી સાથે,

Covid19

                        HR. Haresh Chaturvedi

(HR)એચ.આર. માઈલસ્ટોનના ફાઉન્ડર હરેશ ચતુર્વેદી જણાવે છે કે, મારી સાથે ભારતમાંથી 3500થી પણ વધુ એચ.આર. પ્રોફેશનલ્સ જોડાયેલા છે. અમારા 12 વોટ્સગ્રુપ છે તથા 1500 જેટલા ટેલીગ્રામમાં મેમ્બર્સ છે. અમે નક્કી કર્યું કે, દરરોજ કોઈને પણ કોલ કરીશુ અને તેમની આપવીતી જાણીશુ. કોલ કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર તેમને માનસિક રોગથી બચાવવાનો હતો. કોલ કરીને જાણવા મળ્યું કે, તેઓ અત્યંત માનસિક તાણ(Mental Stress)થી પસાર થઈ રહ્યાં હતા. 300થી પણ વધુ લોકોને કોલ કરીને અમે તેમને સાંભળ્યા હતા. તેઓએ તેમના ઘણા બધા સ્વજનોને ગુમાવ્યા હતા. ઘણા બધા બાળકો અનાથ થઈ ગયા હતા. ઘણા બધા લોકોને ધંધામાં પણ નુકસાન થયુ હતુ. આ બધુ જ જાણ્યા પછી મનને વાળવા વિચાર આવ્યો એક પુસ્તક લખવાનો. ગુલ્લક(Gullak)નામનું પુસ્તક મેં લખ્યું જેમાં 52 પંચતંત્ર જેવી વાર્તાઓનો સમાવેશ કર્યો છે. આ  “ગુલ્લક”(Gullak)નામના પુસ્તકમાં સૌ કોઈ સ્ટ્રેસ ભૂલીને હસવા લાગશે. આ પુસ્તકમાંથી જે પણ રેવન્યૂ જનરેટ થશે તેમાં 50% બીજા ઉમેરીને અનાથ બાળકીને મદદ કરવામાં આવશે. આ ખર્ચ તેમના અભ્યાસ માટે વાપરવમાં આવશે તથા તેમના માટે પુસ્તક ખરીદવામાં આવશે. આમાં કોઈ એનજીઓની મદદ લીધા વગર સીધા જ અનાથ બાળકીની શાળા ફી ભરવામાં આવશે. જરૂરી તમામ વસ્તુઓ તેમને ખરીદીને આપવામાં આવશે.

આ પણ વાંચોઃ- તાલિબાનનો ખોફઃ અફઘાનિસ્તાન તાલિબાનોના હાથમાં જતા જ લોકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર બન્યા

COVID19

        GULLAK FRONT PAGE

કોરોનાથી પીડાતા લોકોએ જણાવ્યા તેમને કિસ્સા...

ઘણા લોકો જણાવી રહ્યાં હતા કે, કોરોનામાં એટલી હાલત ખરાબ હતી કે બેડ પણ નહોતા મળતા. કેટલાકને બેડ મળ્યા તો તેની ચાદર પણ બદલવામાં આવતી નહોતી. ડેડ બોડી રાખવામાં આવેલી હોય તે જ બેડ અન્ય દર્દીને આપવામાં આવી રહ્યાં હતા. જેને યોગ્ય રીતે સેનિટાઈઝ પણ કરવામાં આવતા નહોતા કે તેની ચાદર પણ બદલવામાં આવતી નહોતી.આવા સંજોગોમાં આ વાઈરસ વધારે ઝડપથી ફેલાતો ગયો જેની જાણ કોઈ લીધી નહીં.

એક હોસ્પિટલમાં ઓક્સિજન પર બંને દર્દીઓ હતા. ઓક્સિજન પર હોવાના લીધે તેઓ બંને એકબીજા સાથે આંખોના ઈશારાથી વાત કરી શકતા હતા. આવા સંજોગોમાં કોઈને કંઈ થઈ પણ જાય તો પણ ખ્યાલ આવે નહીં. બંને બેડની જગ્યા પણ એટલી જ હતી કે એકબીજાનો હાથ સ્પર્શી શકાતો હતો. સાંજના સમયે બાજુવાળા દર્દી આરામ કરી રહ્યાં હતા. થોડા કલાકો પછી પણ એવુ જ લાગ્યુ કે તેઓ સૂઈ રહ્યા છે. પણ હલન ચલન થતી નહોતી. સવારે વોર્ડ બોય આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે બાજુવાળા મહિલા દર્દી તો મૃત્યુ પામ્યા છે. અને બીજા મહિલા દર્દી આખી રાત એક ડેડ બોડી સાથે પસાર કરી. 

એક પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું, પાડોશમાં રહેતા યુગલ(પતિ-પત્નિ) કોરોનાના કારણે મૃત્યુ પામ્યા જેના લીધે તેમના બંને બાળકો અનાથ થઈ ગયા. તેમનું ભરણ-પોષણ કેટલાય સમયથી અમે કરી રહ્યાં છીએ. કાળની આ ઘડીમાં નાના બાળકો પણ તેમના માતા-પિતાથી વિખૂટા થઈ ગયા. ઘણા એવા લોકો છે જેમના પરિવારમાંથી પાંચ જ દિવસમાં ચાર- પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. 

COVID19

  GULLAK BACK PAGE

આવા ઘણા કિસ્સા હશે જે કદાચ આપણે આજુબાજુના લોકોના મોઢે સાંભળ્યા હશે. બની શકે કે આપણા પરિવારમાં પણ આવુ થયુ હોય. સેનિટાઈઝ કરવાની વાત આવે છે ત્યારે કદાચ ઘર અને રેસ્ટોરન્ટ યોગ્ય રીતે સેનિટાઈઝ કરવામાં આવતા હશે. જ્યારે હોસ્પિટલમાં આ તમામ વસ્તુઓનું બરાબર ધ્યાન રાખવુ ઘણુ મુશ્કેલ નીવડ્યુ છે. કોઈ પણ પ્રકારની હાયજેનિક્તાનું પાલન કરવામાં આવ્યુ નથી. જેના કારણે આ કોરોના વાઈરસ ફેલાતો ગયો છે. ત્રીજી લહેરની વાત આવે ત્યારે આપણે વધુ તકેદારી રાખવાની જરૂર છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment