Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeહેલ્થડૉ. મોનિકા જેઠાણીઃ માસ્ક પહેરવાથી આંખોને પહોંચે છે નુકસાન

ડૉ. મોનિકા જેઠાણીઃ માસ્ક પહેરવાથી આંખોને પહોંચે છે નુકસાન

Dry Eyes
Share Now

કોરોના મહામારી આવી છે ત્યારથી અવનવા ઘણા રોગો પણ આવી ગયા છે. કોરોના મહામારીના લીધે જ આપણી લાઈફ સ્ટાઈલ પર પણ ઘણી અસર પડી છે. સ્કૂલો, કોલેજો, ઓફિસો બંધ રહેવાના કારણે બધાનો સ્ક્રિન ટાઈમ પણ વધી ગયો છે. જેના કારણે આંખોની સમસ્યાઓ (Dry Eye) પણ ઘણી વધી છે. મ્યૂકરમાઈક્રોસિસ જેવી બીમારીઓ પણ આવી ગઈ છે. આપણે એકદમથી ભૂલી જ ગયા છીએ કે, “આંખો” એ ઈશ્વરે આપેલી અમૂલ્ય અને અનોખી ભેટ છે. આંખો ના હોય તો આ સૃષ્ટિને આપણે નિહાળી ના શકીએ. આંખો વગર જાણે જીવન જ અધુરુ થઈ જાય. આંખો વગર તો પ્રેમ પણ શક્ય નથી. ઘણા સાહિત્યકારો, ગઝલકારો, લિરિસિસ્ટ, કવિઓ કહે છે કે, “પ્રેમ આંખોથી જ જાય છે અને દિલ સુધી પહોંચે છે.” હવે તમે જ વિચારો આંખોનું ધ્યાન નહીં રાખીએ તો આપણને કેટલુ નુકસાન પહોંચી શકે છે. આમ તો શરીરના દરેક અંગ એટલા જ મહત્વના છે જેટલી આપણી આંખો. પણ કહેવાય છે કે, “આંખ વગર પાંખ નહીં.”   

આજે ઓટીટી ઈન્ડિયા (OTT India) પર આંખોની જાળવળી કેવી રીતે કરવી તે વિશે 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલા વડોદરાના ગોલ્ડ મેડાલિસ્ટ ડૉ.મોનિકા જેઠાણી (MBBS, DNB) MNAMS Phaco And Refractive Surgeon સાથે વાત કરતા જણાવે છે કે, આપણે આંખોનું ધ્યાન કેવી રીતે રાખવુ જોઈએ અને સ્ક્રિન ટાઈમ વખતે શું ધ્યાન રાખવુ જોઈએ. તથા આંખો માટે કેટલાક રૂલ્સ ની માહિતી આપી છે જે આપણી આંખોની સુરક્ષા માટે કારગર સાબિત થશે. તો આવો જાણીએ આ અવનવી ટીપ્સ…

Dry Eye

Dr. Monika Jethani (MBBS, DNB Gold Medalist) MNAMS Phaco And Refractive Surgeon

1) માસ્ક પહેરી રાખવાથી આંખોને પહોંચે છે નુકસાન

કોવિડ19 દરમિયાન ડ્રાય આઈઝ(Dry Eyes)ની સમસ્યા વધી ગઈ છે. તેમાં એક નવી ટર્મિનોલોજી આવી છેઃ- “માસ્ક યુઝ્ડ ઈન ડ્રાય આઈઝ.” જ્યારે આપણે માસ્ક પહેરીને શ્વાસ લેતા હોઈએ છીએ. ત્યારે શ્વશન પ્રક્રિયા દરમિયાન જે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ તે હવા ગરમ હોય છે તેને ડિફ્યૂઝ કરવા માટે જગ્યા રહેતી નથી કારણ કે, આપણે માસ્ક પહેર્યું હોય છે. હવા માસ્કની અંદર જ રહી જાય છે જેના લીધે એ ગરમ હવા આપણી આંખોમાં પહોંચે છે અને આપણા આંસુને સુકાવી દે છે. આપણા આંસુમાં એન્ટિબેક્ટિરિયલ (Antibacterial) પ્રોપર્ટી પણ હોય છે. જે આંખોમાં થતા ઈન્ફેક્શનને રોકે છે. જ્યારે આ આંસુ ઓછા થઈ જાય છે ત્યારે બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. 

માસ્ક પહેરીને આંખોને કેવી રીતે સુરક્ષા આપી શકાય છે?

ભીડવાળી જગ્યાએ માસ્ક લગાવવુ યોગ્ય છે પણ જરૂર ના હોય ત્યાં માસ્ક લગાવવુ ટાળવુ જોઈએ. જેથી આંખોના ઈન્ફેક્શન અને આંખો ડ્રાય (Dry Eyes) થવા જેવી સમસ્યાથી બચી શકાય છે. જો માસ્ક પહેરવુ જરૂરી હોય. જો તમારે ઓફિસમાં કોલેજમાં, સ્કૂલમાં રોજ જવાનું થાય છે જ્યાં ભીડ હોવાની સંભાવના છે ત્યારે તમે તમારું માસ્ક વ્યવસ્થિત રીતે પહેરીને નાક પર પટ્ટી લગાવી દો. અડધી માસ્ક પર અને અડધી પટ્ટી નાક પર રહે તેવી રીતે લગાવો. જેથી શ્વસન પ્રક્રિયા દરમિયાન ગરમ હવા તમારી આંખો સુધી પહોંચશે નહી. આથી આંખોમાં થતી તમામ સમસ્યાઓનું નિવારણ લાવી શકાશે.

Dry Eye

IMAGE CREDIT: AMERICAN OPTOMETRIC ASSOCIATION

2) સ્ક્રિન ટાઈમના લીધે આંખો સુકાય (Dry Eye) છે.

લેપટોપ, મોબાઈલ, ટીવી વગેરે જેવી વસ્તુઓના અતિશય ઉપયોગથી આંખો સુકાવવા(Dry Eyes)ની સમસ્યા વધી જાય છે. સ્ક્રિન ટાઈમ વખતે આપણે ભૂલી જઈએ છીએ કે, આપણે આપણી આંખોને પટપટાવવાની(Blink) છે. આંખો પટપટાવાનું ભૂલી જવાથી તે ડ્રાય થઈ જાય છે.

આંખો બ્લિન્ક “ના” કરવાથી શું થાય છે?

આંખોને ભીની કરવાનું જે મેકેનિઝ્મ છે તે વ્યવસ્થિત રીતે કામ કરવાનું બંધ કરી દે છે. કારણ કે, આપણે જ્યારે આપણી પાંપણને બંધ કરીએ છીએ ત્યારે તે આંસુને આંખમાં ડિફ્યૂઝ કરે છે જેથી આપણી આંખો ભીની રહે છે જેના લીધે આંખો ડ્રાય(Dry Eye) થતી અટકે છે. પણ આપણે જ્યારે આંખો બ્લિન્ક કરવાની બંધ કરીએ છીએ ત્યારે આંખોની સમસ્યાઓ વધી જાય છે.

આંખો બ્લિન્ક કરવાથી શું થાય છે?

આંખો બ્લિંક કરવાથી આંખોને સ્ટ્રેસ ઓછો પડે છે, આંખોમાં બળતરા થતા નથી. આંખોમાં ડ્રાયનેસ રહેતી નથી. આપણને સ્ટ્રેસ અને સ્ટ્રેનનો અનુભવ થતો નથી. આંખો પટપટાવવાનો (Normal Blinking Rate) નોર્મલ રેટ 1 મિનિટમાં 16 વખતનો છે. એનો સીધો મતલબ એ છે કે, પ્રત્યેક વ્યક્તિએ એક મિનિટમાં લગભગ 16 વખત પોતાની આંખો પટપટાવવાની (Blink)છે. પણ આપણે જ્યારે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યૂટર, ટીવી વગેરેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એટલા ખોવાઈ જઈએ છીએ કે, આંખો બ્લિન્ક કરવાનું જ ભૂલી જઈએ છીએ. આ દરેક વસ્તુનો ઉપયોગ કરતી વખતે એક સામાન્ય અંતર પણ રાખતા નથી જેના લીધે ગરદનના દુઃખાવામાં પણ વધારો થયો છે.

Dry Eye

                   IMAGE CREDIT: ONMANORAMA

20-20-20ના રૂલથી તમારી આંખોને ડ્રાય થતા અટકાવો…

આપણે જ્યારે સતત સ્ક્રિન તરફ જોઈને કામ કરી રહ્યાં છીએ ત્યારે તેનું અંતર પણ ઓછુ હોય છે. એટલે આપણે સ્ક્રિન ટાઈમનો ઉપયોગ કરતી વખતે આંખોની સરળ કસરત કરવી જરૂરી છે. 20 મિનિટ સતત સ્ક્રિન તરફ જોયા બાદ 20 ફૂટ દૂરના અંતરે આવેલી વસ્તુઓ કે દ્રષ્યને જુઓ. ત્યારબાદ 20 સેકન્ડ માટે આંખોને બંધ કરો અને ફરીથી મોબાઈલ, લેપટોપનો ઉપયોગ કરો. આ રૂલના ઉપયોગથી આંખોની ડ્રાયનેસ ઘણી ઓછી થઈ જાય છે. આ રૂલના રેગ્યુલર ઉપયોગથી તમને ફરક જણાશે અને આંખોમાં ભીનાશ જળવાઈ રહેશે. તે છતા જો આંખો ડ્રાય રહેવાની સમસ્યા રહેતી હોય તો તમે લુબ્રિકેન્ટ (lubricant), સિસ્ટન અલટ્રા(Systen Ultra) આઈ ડ્રોપનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોઃ શું સ્તનપાન કરાવવાથી શરીર બેડોળ બને છે?

3) માતા-પિતાએ ઓનલાઈન ક્લાસિસ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો…

કોવિડ19ના કારણે છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન કામ શરૂ થયા છે. ઓફિસના કામ પણ ઓનલાઈન થઈ રહ્યાં છે અને બાળકો પણ ઓનલાઈન જ અભ્યાસ કરી રહ્યાં છે. તેવામાં LCDની સ્ક્રિન પિક્સલ્સથી બનેલી હોય છે. જ્યારે આપણે કોમ્પ્યુટર તરફ જોઈએ છીએ ત્યારે પિકસલ્સના લીધે સતત આપણી આંખોને વાંરવાર ફોકસ તથા ડીફોકસ કરતા રહેવુ પડે છે. જેના લીધે આંખો પર સ્ટ્રેન વધારે આવે છે અને આંખો થાકી જાય છે.

Dry Eye

IMAGE CREDIT: MADICAL NEWS TODAY

ઓનલાઈન અભ્યાસ કરતી વખતે આટલુ કરો નહીં થાય Dry Eye…

ઓનલાઈન અભ્યાસ કરતી વખતે એક ક્લાસ પત્યા પછી બીજો ક્લાસ શરૂ થયા વચ્ચેના સમયમાં બ્રેક લેવો જરૂરી છે. શાળા તરફથી તો બે ક્લાસ વચ્ચે 10થી 15 મિનિટનો બ્રેક મળે જ છે પણ બાળકો તે સમય દરમિયાન તેમના મોબાઈલમાં ગેમ્સ રમવા લાગે છે અથવા સોશિયલ મીડિયા પર સર્ફિંગ શરૂ કરી દે છે. તો આ બાબતનું ધ્યાન માતા-પિતાએ રાખવુ અત્યંત જરૂરી છે કે, બ્રેકના સમયમાં તેમના બાળકો પાણી પીવે, રિલેક્સ થાય સહેજ ઘરમાં આંટો મારે પણ સતત મોબાઈલ ફોન કે લેપટોપનો ઉપયોગ કરીને તેમની આંખોને નુકસાન ન પહોંચાડે.

આ બ્રેકના કારણે તેમની આંખો ડ્રાય થતી અટકશે અને સ્ટ્રેન પણ નહીં આવે. LCDની સ્ક્રિનનુ રિઝોલ્યૂશન જેટલુ સારુ હશે તેટલુ જ આંખો માટે આરામદાયક રહેશે. સ્ક્રિનનો ઉપયોગ કરતી વખતે જો સ્ક્રિનની સાઈઝ વધારે મોટી હશે તો આંખોને તકલીફ ઓછી પડશે. બાળકોના અભ્યાસ વખતે તેમના રૂમમાં લાઈટનું પ્રમાણ પણ એ રીતે હોવુ જોઈએ જેથી તેમની આંખો પર સ્ટ્રેન ઓછો પડે. લાઈટ વધારે ઓછી કે બ્રાઈટ હોવી જોઈએ નહીં. આ પ્રત્યેક વાતનું ધ્યાન માતા-પિતાએ રાખવું ખૂબ જરૂરી છે. તો આવી રીતે તમે નાની એક્સરસાઈઝ કરીને તમારી આંખોને સાચવી શકો છો. જેથી આ ટેક્નોલોજીના યુગમાં તમારી આંખોને નુકસાન ઓછુ પહોંચશે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment