Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝશા માટે ઘણા દેશોએ આ વેક્સીન પર લગાવી છે રોક ?

શા માટે ઘણા દેશોએ આ વેક્સીન પર લગાવી છે રોક ?

Corona Vaccine
Share Now

દેશમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર કરવામાં આવી છે. ભારતમાં હાલમાં ત્રણ રસી ઉપલબ્ધ છે – કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક. આમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી ( Covishield )નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ રસી વિવાદોમાં ફસાયેલી નજરે પડે છે. ઘણા દેશોએ પણ હાલમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આથી આ પ્રકારના સમાચારોથી લોકોના મનમાં એક ખાસ પ્રકારનો ડર પેદા થયો છે. જો કે હકીકતમાં તાજેતરના અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કેટલાક લોકોને કોવિશિલ્ડ( Covishield ) રસી મળ્યા પછી લોહી ગંઠાઈ જવા અને લોહી નીકળવા જેવા કિસ્સાઓ બન્યા છે. જો કે આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. કેટલાક દેશો દ્વારા આ રસી પર પ્રતિબંધ મૂકવાના કિસ્સા બાદ ભારતમાં પણ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ કે આ વિશે નિષ્ણાતોનું શું કહેવું છે. શું તે ખરેખર સુરક્ષિત છે? શું તેને લેવી જોઈએ કે નહિ?

Covishield

image credit : tribuneindia.com

આ દેશોએ રસીના ઉપયોગ પર લગાવેલી છે રોક

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આડઅસરોના કેસ નોંધાયા બાદ ઘણા દેશોએ હાલમાં કોવિશિલ્ડ( Covishield ) રસીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જે દેશોએ કોવિશિલ્ડ રસીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને ચકાસણી હેઠળ મૂકવામાં આવી છે. તેમાં ઓસ્ટ્રિયા, નોર્વે, આઇસલેન્ડ, બલ્ગેરિયા, નેધરલેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, સ્પેન, સ્વીડન અને થાઇલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. કેનેડાના કેટલાક પ્રાંતોમાં આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ અટકાવવાનું નક્કી કર્યું છે.

કોવિશિલ્ડ વેક્સીનને લઇને આટલો ઉહાપોહ કેમ ?

યુકેની ઈડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધનકારોની આગેવાની હેઠળના આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી લોહીમાં પ્લેટલેટ ઘટાડવાનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોના મતે કોવિશિલ્ડ રસીના કારણે આવા કિસ્સા ચોક્કસપણે સામે આવ્યા છે, જો કે તેની સંખ્યા ખૂબ ઓછી છે. આ અભ્યાસ નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયો છે. આંકડાઓ અનુસાર આ પરિસ્થિતિ 10 લાખ ડોઝ દીઠ 11 લોકોમાં થઈ શકે છે. 65 થી 70 વર્ષની વયના લોકો (જેમને પહેલાથી હૃદયરોગ, ડાયાબિટીઝ અથવા કિડનીનો રોગ છે) વધુ જોખમ ધરાવે છે.

Covishield

image credit : hindustantimes.com

કેટલી સુરક્ષિત છે કોવિશિલ્ડ વેક્સીન

આવા અહેવાલો બહાર આવ્યા પછી રક્ષણાત્મક સ્તરની દ્રષ્ટિથી રસીની અસરકારકતા વિશે લોકોના મનમાં ભય જોવા મળી રહ્યો છે. આ વિશે નિષ્ણાત વિક્રમજિત કહે છે કે હાલમાં આ અભ્યાસ યુરોપિયન દેશોમાં કરવામાં આવ્યો છે અને તેના આંકડા પણ ઘણા ઓછા છે. આ નાના આંકડાઓને આધારે કોઈપણ રસીની અસરકારકતા અથવા આડઅસરો નક્કી કરી શકાતી નથી. આવા અહેવાલોની અવગણના કરીને બધા લોકોએ રસી લેવી જ જોઇએ. રસીકરણને સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ આપવાની સૌથી અસરકારક રીત ગણી શકાય.

આ પણ વાંચો : ગરમીમાં કરો આ ફળનું સેવન, ઘણી ગંભીર બીમારીઓથી રહેશો દુર

Vaccine

image credit : m.jagran.com

વેક્સીનથી ડરવાની બિલકુલ જરૂર નથી

આ અંગે ઇન્દોરના એક પ્રભારી ડોક્ટર જણાવે છે કે તાજેતરમાં થયેલા અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ ઓક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા રસીના બે ડોઝની અસરકારકતા 85-90 ટકાની નજીક હોવાનું શોધી કાઢ્યું છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે કોવિશિલ્ડ રસી ખૂબ અસરકારક છે. જો કે લોહીના ગંઠાઈ જવા અથવા પ્લેટલેટની ઉણપના કોઈ પણ કેસો આમાંથી નોંધાયા છે તેનો આધાર ખૂબજ સૂક્ષ્મ છે. લોકોને આનાથી ડરવાની જરૂર નથી, આથી કોવિશિલ્ડ રસી લેવા માટે અચકાશો નહીં.

No comments

leave a comment