કોવિશિલ્ડ (Covishield)પર પોતાની વેક્સિન પોલિસી (Vaccine Policy)ને લઇને શંકાના વાદળોમાં ઘેરાયેલા યુકે (UK)એ આખરે મોટો બદલાવ કર્યો છે. યૂકેએ હવે ભારતમાં બનેલી કોવિશિલ્ડને મંજૂરી આપી છે. તેને લઇને નવી ટ્રાવેલ ગાઇડલાઇન્સ (Travel Guidelines)પણ જાહેર કરી છે. જોકે હવે તેમાં વધુ કોઇ બદલાવ આવશે નહીં.
COVID19 | In its revised travel advisory, the UK government says Covishield qualifies as an approved vaccine pic.twitter.com/B5R52cDu6v
— ANI (@ANI) September 22, 2021
યૂકે (UK)સરકારે શું કહ્યું?
યૂકે સરકાર (UK Government)તરફથી કહેવામાં આવ્યુ છે કે, જો કોઇ ભારતીયએ કોવિશિલ્ડ કોરોના વેક્સિન (Corona Vaccine)લીધી છે તો તેને હજુ પણ ક્વોરન્ટાઇન (Quarantine)હેઠળ રહેવુ પડશે. એવુ કેમ છે? તેના જવાબમાં યૂકે સરકારે કહ્યું કે હજુ પણ કોઇક સર્ટિફિકેશનનો મુદ્દો અટવાયેલો છે.
આ પણ વાંચો: કોવિશિલ્ડને માન્યતા ન આપવાનો મુદ્દો ભારતે બ્રિટન સમક્ષ ઉઠાવ્યો, કહી આ મોટી વાત
જણાવી દઇએ કે યૂકેની નવી ટ્રાવેલ એડવાઇઝરી 4 ઓક્ટોબરથી લાગુ થશે. જણાવી દઇએ કે આ ટ્રાવેલ એડવાઇઝરી કેટલાક દિવસ પહેલા બહાર પાડવામાં આવી હતી. પરંતુ તેમાં કોવિશિલ્ડને મંજૂરી આપવામાં આવી નહતી, જેને લઇને વિવાદ સર્જાયો હતો. હવે નવી એડવાઇઝરીમાં કોવિશિલ્ડનું નામ સામેલ કરવામાં આવ્યુ છે. અપડેટ થયેલી ટ્રાવેલ એડવાઇઝરીમાં નવી વાત એ છે કે તેમા લખ્યુ છે, ચાર લિસ્ટેડ વેક્સિનના ફોર્મૂલેશન જેમાં એસ્ટ્રાજેનિકા, કોવિશિલ્ડ, એસ્ટ્રાજેનિકા વેક્સજેવરિયા, મોડર્ના ટાકેડાને વેક્સિનના રૂપમાં અપ્રુવલ આપવામાં આવે છે.
પહેલાના આદેશમાં શું ઉલ્લેખ હતો?
આ પહેલાના આદેશમાં જે ઉલ્લેખ કર્યો છે તે હજુ પણ યથાવત છે. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે યૂકે, યૂરોપ, અમેરિકાના વેક્સિન પ્રોગ્રામમાં જે વેક્સિન હેઠળ વેક્સિનેશન (Vaccination)થયુ હશે તેને જ ફુલી વેક્સિનેટેડ માનવામાં આવશે.
વધુમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઓક્સફોર્ડ/ એસ્ટ્રાજેનિકા, ફાઇજર બાયોએનટેક, મોડર્ના અને જોન્સન વેક્સિનને મંજૂરી આપી છે. આ વેક્સિન ઓસ્ટ્રેલિયા, એન્ટીગુઆ અને બારબુડા, બારબાડોસ, બહરીન, બ્રુનેઇ, કનાડા, ડોમિનિકા, ઇજરાયલ, જાપાન, કુવૈત, મલેશિયા, ન્યુઝીલેન્ડ, કતર, સાઉદી અરબ, સિંગાપુર, દક્ષિણ કોરિયા અથવા તાઇવાનમાં સંબંધિત જાહેર આરોગ્ય સંસ્થા સાથે સંકળાયેલી હોવી જરૂરી છે.
ભારતે યુકેની ચેતવ્યુ હતુ
મંગળવારે ટ્રાવેલ ગાઇડલાઇન (Travel Guidelines)ના સંબંધમાં ભારતની ચિંતાઓનું સમાધાન ન કરવાની સ્થિતિમાં વિદેશ સચિન હર્ષવર્ધન શ્રૃંગલાએ બ્રિટનને ચેતવ્યુ હતુ. એવું કહેવામાં આવ્યું હતું કે જો બ્રિટન માંગ નહીં સ્વીકારે તો ભારત પણ તેવુ જ પગલુ ભરી શકે છે.
અહીં થયુ 100 ટકા વેક્સિનેશન જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4