Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝગાયના ગોબર અને ગૌમૂત્રથી અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકીએ છીએ: શિવરાજસિંહ ચૌહાણ

ગાયના ગોબર અને ગૌમૂત્રથી અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકીએ છીએ: શિવરાજસિંહ ચૌહાણ

CM Shivraj Singh Chouhan
Share Now

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (CM Shivraj Singh Chouhan)એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગાયના ગોબર (છાણ) અને ગૌમૂત્રને આર્થિક દ્રષ્ટીકોણથી ઉપયોગ કરવાની સલાહ આપી છે. ઈન્ડિયન વેટનરી એસોસિએશનની મહિલા વિંગના એક સંમેલનને સંબોધન કરતા સીએમ (CM)એ કહ્યું કે, ગાયના છાણ અને મૂત્ર થકી રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા (Economy)મજબૂત કરવામાં સહાયતા મળી શકે છે.

CM Shivraj Singh Chouhan એ શું કહ્યું?

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો ગાયના નિવેદનને લઇને એક વીડિયો સમાચાર એજન્સી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના સીએમ ગાયના ગોબર અને મુત્રનું અનેરું મહત્વ સમજાવતા દેખાય છે. સીએમએ સંમેલનમાં કહ્યું કે, ગાય અને બળદ વિના કામ નહીં ચાલી શકે. સરકારે અભ્યારણ્ય અને ગૌશાળાઓ બનાવી છે. પણ જ્યાં સુધી સમાજ નહીં જોડાય, ત્યાં સુધી ગૌશાળાઓથી કામ નહીં ચાલે.

આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્યના પુત્રની પિતાની જ રિવોલ્વરથી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખી આ વાત

CM Shivraj Singh Chouhan બાદ અન્ય એક મંત્રીએ શું કહ્યું?

બીજી તરફ કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રુપાલાએ કહ્યું હતુ કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ ગૌપાલન સાથે જોડાયેલી છે અને તેના પરિણામ સ્વરૂપ ડેરી વ્યવસાયમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે.

મુખ્યમંત્રીને લઇને નીતિન પટેલનું નિવેદન જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment