નવી દિલ્હી : નવરાત્રી-દશેરાથી શરૂ થતા તહેવારો સાથે ભારતીયો ખરીદી પણ આ સિઝનમાં કરતા હોય છે. જેનો લાભ વેચાણકર્તા કંપનીઓ લેતી હોય છે. વર્ષભરની પર્સનલ તથા ઘરેલું સામાનથી માંડીને ઘર-ગાડી કે સોનાની ખરીદી લોકો આ તહેવારોના શુભ મુહુર્તોમાં જ કરતા હોય છે. લોકલથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ તથા ઓનલાઈન સામાન વેચતી ઈ-કોમર્સ (E Commerce) કંપનીઓ સેલ લઈને આવે છે અને તહેવારની સિઝનનો લાભ ઉઠાવે છે, સાથે જ ગ્રાહકોને પણ ફાયદો મળી રહે છે. ફેસ્ટિવલ સિઝન શરૂ થતા પહેલા જ ક્રેડિટ કાર્ડ (Credit Card Spent)થી થનાર ખર્ચ વધી ગયો છે. ઓગસ્ટમાં ગ્રાહકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા 77,981 કરોડ રૂપિયાની ખરીદી કરી. ઓગસ્ટ 2020ની તુલનામાં ઓગસ્ટ 2021માં 5 ટકાની વૃદ્ધિ થઈ છે.
જુલાઈમાં 75,119 કરોડ ખર્ચ કર્યા
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના આંકડા અનુસાર, જુલાઈ 2021માં ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા ગ્રાહકોએ 75,119 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તેની સરખામણીએ ઓગસ્ટમાં 4 ટકાની વૃદ્ધિ રહી. કોરોના કાળમાં ક્રેડિટ કાર્ડથી થનાર ખર્ચમાં ફેસ્ટિવલ સિઝન (Festival Season)માં વધુ તેજી આવે તેવી સંભાવના છે. કોરોના પહેલા ફેબ્રુઆરી 2020માં ક્રેડિટ કાર્ડથી ગ્રાહકોએ 62,902 કરોડ રૂપિયાની ખરીદારી કરી હતી.
આ પણ વાંચો : આર્થિક વિકાસ રિકવરી સૌથી મોટી પ્રાથમિકતા : RBIએ વ્યાજદર યથાવત રાખ્યાં, કરી આ જાહેરાતો
ફેસ્ટિવલ સિઝનની શરૂઆત
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. મોટાભાગની બેન્કો, ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ, હોમ એપ્લાયન્સિસ સહિત ઘણી બધી પ્રોડક્ટ પર તમામ પ્રકારની ઓફર્સ (Offers) પણ છે. તેમાં કેશ બેક (Cash Back)થી લઈને પોઈન્ટ રિવોર્ડ (Point Rewards) સુધી શામેલ છે. બેન્કર્સને આશા છે કે ઓક્ટબરથી નવેમ્બર વચ્ચે ક્રેડિટ કાર્ડથી(Credit Card Spent) વધુ ખરીદી થશે.
HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી વધુ ખરીદી
આંકડા જણાવે છે કે, HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી ઓગસ્ટ 2021માં કુલ 20,650 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. તેની પાસે 1.47 કરોડ ગ્રાહક છે. SBIના ક્રેડિટ કાર્ડથી 14,553 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. જુલાઈમાં 14,370 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. તેની પાસે 1.24 કરોડ ગ્રાહકો છે. એક્સિસ બેન્ક (Axis Bank)ના ક્રેડિટ કાર્ડ દ્વારા ગ્રાહકોએ 6,848 કરોડ રૂપિયા ખર્ચ(Credit Card Spent) કર્યો છે. તેની પાસે 73 લાખ ગ્રાહક છે.
આ પણ વાંચો : મહાન સાહિત્યકાર મુનશી પ્રેમચંદની પુણ્યતિથિ નિમિતે જાણો તેમના સંઘર્ષ અને તેમની કૃતિઓ વિશે
ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી થઈ આટલી ખરીદી
ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી 15,271 કરોડ રૂપિયાની ખરીદી ગ્રાહકો (Customers)એ કરી હતી. જુલાઈમાં 14,355 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. તેની પાસે 1.14 કરોડ ગ્રાહક છે. બેન્કર્સનું માનવું છે કે, ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કરવામાં ગ્રાહકોને રાહત પાછી આવી છે. HDFC બેન્કે હાલમાં જ નવા ક્રેડિટ કાર્ડને લોન્ચ કર્યું છે. તેના પર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કે (RBI) ડિજિટલ લોન્ચિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચાલુ વર્ષે ઓગસ્ટમાં કાર્ડ પરથી પ્રતિબંધ હટાવી દેવાયો છે.
એક મહિનામાં 4 લાખ કાર્ડ જારી કર્યા
HDFC બેન્કે ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે એક મહિનામાં 4 લાખ નવા ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. બેન્કે જણાવ્યું કે, તે દર મહિને ક્રેડિટ કાર્ડ જારી કરવાનો લક્ષ્ય રાખે છે. તે દ્વારા તે પોતાની ખોવાયેલી બજાર હિસ્સેદારી પરત મેળવવા માંગે છે. ગ્રાહક તહેવારોની સિઝનમાં ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ અને સ્માર્ટફોન પર વધુ ખર્ચ કરે છે.
ઓગસ્ટમાં 2 લાખ કાર્ડ જારી કર્યા
ICICI બેન્કે ચાલુ વર્ષે ઓગસ્ટમાં 2 લાખ નવા ક્રેડિટ કાર્ડ જારી કર્યા છે. તેણે ક્રેડિટ કાર્ડથી થનાર ખર્ચ(Credit Card Spent) મામલે દેશની સૌથી મોટી SBIને પાછળ છોડી દીધી છે. ફેસ્ટિવલ સિઝનમાં રિટેલ ક્રેડિટ ગ્રોથ (Retail Credit Growth) એટલે કે રિટેલને આપવામાં આવનારી ઉધારીમાં તેજી આવવાની અપેક્ષા છે. કેમ કે આ દરમિયાન પર્સનલ લોન, કન્જ્યુમર લોન જેવા સેગમેન્ટમાં તેજી આવી છે.
આ પણ વાંચો : અંબાણીનો દબદબો : સતત 14મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, રસી પૂનાવાલાને ફળી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4