Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને રીવાબા એ મુકાવી વેક્સીન

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને રીવાબા એ મુકાવી વેક્સીન

r jadeja taken vaccine
Share Now

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ રાજકોટમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પ્રથમ ડોઝ લીધાની તસવીરો સોશિયલ મીડિયામાં પણ ઉપલોડ કરી હતી. બંનેને વેક્સિન સુરક્ષિત છે અને લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ તેવી અપીલ પણ કરી હતી. આમતો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાલ આઈ પી એલ રદ થવાથી પોતાના વતન જામનગરમાં છે. અને પોતે એક પ્રકૃતિ પ્રેમી પણ છે. જેથી પોતાનો વધુ પડતો સમય પોતાના જ ફાર્મ હાઉસ પર વિતાવી રહ્યા છે. સ્ને પોતે રાખેલા અશ્વ્ પાસે રહીને સમયનો આનંદ માણી રહ્યાં છે. અને આ બધી વાતો સોશિયલ મીડિયામાં લોકો સમક્ષ રજુ કરતા રહે છે. ત્યારે ઉલ્લેખ કરવો જરૂરી બને કે, રવિન્દ્ર જાડેજાએ આ વર્ષે ચાલી રહેલી I P L માં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો અને સૌરાષ્ટ્ર નું ગૌરવ વધાર્યું હતું. સાથે રાજકોટ આવીને પોતાના ધર્મપત્ની સાથે વેક્સીન પણ લીધી હતી. અને બધા જ લોકોને અપીલ કરી હતી.રાજકોટમાં 24 કલાકમાં 37 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેકસીનેસનની કામગીરી અંતર્ગત જે લોકોએ કોવિશિલ્ડ વેકસીન લીધી છે તેમને વેકસીનનો બીજો ડોઝ 12-16 અઠવાડિયા દરમ્યાન અર્થાત પ્રથમ ડોઝ લીધાના 84 દિવસ બાદ લેવાનો રહેશે. હાલ ચાલી રહેલા 18થી 44 વર્ષના લોકોના વેક્સિનેશન માટે હવેથી સાંજે 5 કલાકે દરરોજ સેશુંન સાઈટ જનરેટ કરવામાં આવશે. અગાઉ સવારે 10 કલાકે જનરેટ કરવામાં આવતી હતી જે હવેથી સાંજે 05 વાગ્યે જનરેટ કરવામાં આવશે.

r jadeja taken vaccine

કોરોના કેસ નો આંકડાકીય અહેવાલ :

Ø  આજે તા. 15/05/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 75
Ø  આજ સુધીના કુલ પોઝિટિવ કેસ :- 39260
Ø  આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ : 36508
Ø  આજ સુધીમાં રિકવરી રેઈટ : 93.16 %
Ø  આજ સુધીમાં કુલ ટેસ્ટ :- 1089207
Ø  પોઝિટિવિટી રેઈટ :- 3.60 %

વધુ જોવા માટે : અખાત્રીજની ધાર્મિક કથાઓ

કોરોના ગાઇડલાઇન સાથે માર્કેટ યાર્ડ શરૂ કરવા મુખ્યમંત્રીને રજુઆત

ભારતમા મુખ્યત્વે કૃષિ મહત્વની છે.અને કૃષિના લીધે ભારતનું અર્થતંત્ર ખુબ સારું રહે છે. સાથે લોકોનું જીવન નિર્વાહ પણ કૃષિના લીધે ચાલી રહ્યું છે. જેમાં મુખ્યત્વે માર્કેડ યાર્ડ છે કે, જ્યાંથી ખેડુત , સામાન્ય લોકો સુધી ખેતીના શાકભાજી પોહ્ચાડતા હોય છે. અને જીવન નિર્વાહ કરતા હોય છે. આથી કરીને માર્કેટ યાર્ડના વેપારીઓએ સાથે મળીને કેટલાક નિર્ણયો લીધા હતા. આથી કોરોના ગાઇડલાઇન સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજુઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ પત્ર લખ્યો છે.

કોંગ્રેસના કોર્પોરેટરના ભાજપ પર પ્રહાર

સામાન્ય રીતે રાજકીય પક્ષ એક બીજા પર આકરા પ્રહારો કરતા હોય છે. તેમાં લોકો સાવ નિર્દોષ હોય છે અને રાજકારણીઓના લીધે તકલીફો ભોગવવી પડે છે. ત્યારે રાજકોટના આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન માટે ટોકનમાં રૂપિયા પડાવવા મામલે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ ભાજપના શાસકો પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું કૌભાંડ આવ્યું હતું અને હવે વેક્સિનનું કૌભાંડ આવ્યું છે. યેનકેન પ્રકારે ભાજપના શાસકો આવા કૌભાંડીઓને છાવરી રહ્યાં છે.

રવિન્દ્ર જાડેજાએ વેક્સિન મૂકાવી લોકોને રસી લેવા અપીલ કરી.

take vaccine

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના રોજ નવા 50 કેસ દાખલ થાય એવી શક્યતા

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધીક્ષકે જણાવ્યું હતું કે અલગ અલગ પ્રેઝેન્ટેશન આવ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને તેમાં પણ સૌથી વધુ કેસ રાજકોટમાં દાખલ થઈ રહ્યા છે. બેઠક ચાલી રહી હતી એ સ્થિતિએ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 212 કેસ દાખલ હતા, હવે દરરોજ 50 નવા કેસ દાખલ થવાની શક્યતા છે. ગુજરાતમાં માત્ર બે જિલ્લા રાજકોટ અને અમદાવાદમાં જ મ્યુકરમાઈકોસિસના કેસ 3 આંકડામાં નોંધાઈ રહ્યા છે.

કોરોનાને કારણે પરિસ્થિતિ સુધારવાને બદલે વધુ બગડી.

કોરોનાના કારણે પરિસ્થિતિ ખુબ જ બગળી જવાના કારણે દવાઓના ભાવમાં હવે સતત વધારો થઇ રહ્યો છે. લો-હાઈ બ્લડપ્રેસર, તાવ, શરદી, ઉઘરસ, હૃદયરોગ, બ્રેઈનસ્ટ્રોક, એન્ટિબાયોટિક, એઝીથ્રોમાઇસિન જેવી 40 કરતા પણ વધુ દવાઓના ભાવમાં વધારો થયો છે. તાવ, ઉધરસ, શરદી જેવી દવાઓમાં 122 ટકાનો વધારો થયો છે. સાથે પેરાસીટામોલનાં રો-મટિરિયલના ભાવમાં પણ વધારો થયો છે.વર્ષ 2020ની સાપેક્ષમાં વર્ષ 2021માં અંદાજે રૂ. 100નો વધારો થયો છે. તો ઘણી દવાઓની અછત પણ વર્તાઈ રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment