Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝવાડી વિસ્તાર આવી ચડ્યો મગર !

વાડી વિસ્તાર આવી ચડ્યો મગર !

mandvi photo
Share Now

માંડવીમાં વાડી વિસ્તારમાં આવી ચડ્યો મગર

કચ્છ જીલ્લાના માંડવીમાં ભક્તિ બાગ વાડીમાં મગર દેખાયાનું સામે આવ્યું છે. હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ખેતરોમાં અને વાડી વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા હોય છે. તેમજ નદી-નાળા પણ ભરાઈ જતા હોય છે ત્યારે જીવજંતુ પાણીમાં આવી જવા સાહજિક ઘટના છે. પરંતુ સાપ અને મગર જેવા સરીસૃપ પ્રાણીઓ વાડીઓમાં આવી ચડે તેવી ઘટના ખુબ દુર્લભ હોય છે.

Mandvi photo

4.5 ફૂટના મગરનું વન વિભ્ગે કર્યું રેસ્ક્યુ

માંડવી ભક્તિ બાગ વાડીમાં 4.5 ફૂટનો મગર દેખાતા સ્થાનિકો ડરી ગયા હતા. સ્થાનીકોએ તાત્કાલિક વન વિભાગને આ ઘટનાની જાણ કરી હતી. તો વન વિભાગે ભક્તિ બાગ વાડીમાં આવી મગરનું રેસ્ક્યુ કર્યું હતું. મગર નદીના બાજુમાં ગાળવામાં આવેલા મોટા ખાડામાં જોવા મળ્યો હતો. તો મગર નદીમાંથી ખાડામાં આવ્યો હોવાનું સ્થાનીકોએ અનુમાન લગાવ્યું હતું. વન વિભાગની ટીમે આવી મગરને દોરડાથી બંધ અને લાકડીથી તેનું મોઢું પકડી લઇ તેને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ખાડામાં પડેલો મગર કીચડથી લથબથ હતો અને બહાર કાઢતા ફરી અંદર જવા તરફડીયા મારતો હતો. તેનું ભયાનક ખુલ્લું મોઢું જોઈ સ્થાનીકોમાં ડરનું લખલખું પસાર થઇ ગયું હતું. તો વન વિભાગે 4.5 ફૂટના મગરને પકડી લઇ સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો. 

mandvi photo

જુઓ આ વિડીઓ : પક્ષીઓ સાથે એક અતુટ દોસ્તી

ચોમાસામાં જીવ જંતુઓથી રહો સાવધાન

ચોમાસામાં નદી અને કુવામાં નવા પાણી ભરાતા નદીમાં રહેતા જીવો ક્યારેક તણાઈને તો ક્યારેક તણાઈ જવાના ડરે ચોમાસા પહેલા જ જમીન પર આવી જતા હોય છે. ભેજ વાળું વાતાવરણ હોવાથી ક્યારેક તે રહેણાંક વિસ્તારમાં પણ આવી ચડતા હોય છે. ત્યારે સ્થાનીકોમાં ભય ફેલાઈ જતો હોય છે. જો જીવ જંતુ હિંસક હોય તો ક્યારેક તે લોકોને નુકસાન પણ પહોચાડી શકે છે. તો ચોમાસા પહેલા જ આવા હિંસક જનાવર રહેણાંક વિસ્તાર સુધી ન પહોચે તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચોમાસા પહેલા જ અવાવરું જગ્યાઓ સાફ કરવી જોઈએ. ખાસ કરીને વાડી વિસ્તારો અને ગામડાઓમાં જીવજંતુનો ત્રાસ વધુ જોવા મળતો હોય છે. તો અવાવરી જગ્યાઓ કે જ્યાં, જીવજંતુ કે જનાવર રહી શકે તેવી જગ્યાઓ અવારનવાર સાફ કરવી જોઈએ. નિયમિત એ જગ્યા હવા ઉજાસ વળી રહે અને ભેજ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment