Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝપાવાગઢ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, પગ મૂકવાની પણ જગ્યા નથી

પાવાગઢ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, પગ મૂકવાની પણ જગ્યા નથી

Pavagadh
Share Now

નવરાત્રિ બાદ ફરી એકવાર પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. દિવાળી (Diwali) ની રજાઓમાં મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ મંદિરે (Pavagadh) દર્શને પહોંચ્યા છે. આજે રવિવારે બપોર સુધીમાં 3 લાખ કરતા વધુ ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા છે.

Pavagadh ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

યાત્રાધામ (Pilgrimage)પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. નવા વર્ષ નિમિત્તે અને આજે રવિવારની રજાને લઈ દોઢ લાખથી વધુ ભક્તો એકસાથે પાવાગઢમાં ઉમટયા છે. મંદિર (Temple)ના દરેક પગથિયે ભીડ જોવા મળી રહી છે. ભારે ભીડના કારણે આસપાસના વિસ્તારોમાં આવતા તમામ પાર્કિંગ ફૂલ થઈ ગયા છે. આજે રવિવાર અને તહેવારોની સીજનને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.

આ પણ વાંચો: ​​​​​​રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાંની આગાહી, ઠંડીએ પણ જોર પકડ્યુ

મહત્વનું છે કે, દિવાળીના તહેવારની રજા અને આજે રવિવારને લઇને પાવાગઢ ખાતે ભીડ એકઠી થઇ છે તો બીજી તરફ, વડોદરામાં ધીમીધારે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ગઈકાલે શનિવારે કોરોના (Corona)ના 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 15 દિવસમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 56 પર પહોંચી છે. જણાવી દઇએ કે, 15 દિવસ અગાઉ વડોદરામાં કોરોનાનો એક પણ કેસ નહતો, પરંતુ અચાનક એકાએક આંકડો વધી રહ્યો છે.

મોગલધામ ભગુડા જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment