Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeસ્ટાર્ટ અપવૈશ્વિક ક્રૂડ બજારમાં માર્ચ બાદનો સૌથી મોટો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તાં થશે ?

વૈશ્વિક ક્રૂડ બજારમાં માર્ચ બાદનો સૌથી મોટો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તાં થશે ?

Crude set for worst week since March on OPEC+ anxiety, shows data
Share Now

મુંબઈ : છેલ્લા ત્રણ મહિનાથી અવિરત વધી રહેલ પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય જનતાનું ખિસ્સું હલકું કરી રહ્યાં છે પરંતુ, શું આ ભાવવધારો અહિં અટકશે કે કેમ તે અંગે મોટો સવાલ છે. ભારત સરકારમાં ગમે તે મંત્રીને વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વિશે સવાલ કરવામાં આવે તો એક જ જવાબ મળે છે-વૈશ્વિક તેલ બજારના ભાવ(Crude Price) વધતા ઘરેલું સ્તરે પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ રહ્યાં છે પરંતુ, હવે સરકાર પાસે આ જવાબ આપવાનો મોકો નહિ મળે.

ક્રૂડના ભાવમાં વૈશ્વિક બજારમાં મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સપ્તાહે ક્રૂડના ભાવમાં માર્ચ મહિના બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. 17મી જુલાઈના સપ્તાહે ક્રૂડમાં સાપ્તાહિક 4%નો કડાકો જોવા મળ્યો છે.

Crude set for worst week since March

ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ 72 ડોલર પ્રતિ બેરલનું તળિયું બતાવીને શનિવારે મોડી સાંજે 73 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.

કેમ Crude Price ગગડ્યાં?

  • કોરોના કેસમાં વૈશ્વિક સ્તરે વધારો
  • ભારત સહિતના દેશોમાં માંગ ઘટી
  • ઓપેક+ દેશોએ સપ્લાય વધારવાની જાહેરાત કરી છે

ક્રૂડના ભાવ(Crude Price)માં આ સપ્તાહે ઘટાડાનું કારણ છે કોરોના મહામારીની ત્રીજી લહેરની દસ્તક. કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટે વિશ્વભરને બાનમાં લેતા સ્થિતિ બેકાબૂ બનતા ક્રૂડમાં કડાકો જોવા મળ્યો છે.

આ સિવાય ક્રૂડના કડાકાનું એક કારણ ઓપેક દેશોની ડીલ પણ છે. યુનાઈટેડ આરબ એમિરાટ્સે ઓપેક+ દેશોને ડિમાન્ડની સાપેક્ષે સપ્લાય વધારવા માટે યોગ્ય રજૂ કરતા ક્રૂડમાં કડાકો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : એપલને પછાડીને Xiaomi આવી બીજા ક્રમ પર, તો કોણ હશે ટોચ પર ?

તદુપરાંત ડોલરના ભાવમાં પણ આ સપ્તાહે મજબૂતી જોવા મળતા ક્રૂડમાં દબાણ જોવા મળ્યું છે. મંગળવારે સ્પોટ ડોલર ઈન્ડેકસ એપ્રિલ બાદના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતુ.

કોરોના બાદની રિકવરીને પગલે છેલ્લા આઠમાંથી સાત મહિના તેજી દર્શાવ્ય બાદ ક્રૂડમાં જુલાઈ માસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.

ભારતમાં ભાવ ઘટશે ?

ક્રૂડના અવિતર વધતા વૈશ્વિક ભાવની બાંહેધરી આપીને ઘરેલું સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હતો. અનેક રાજ્યોમાં પેટ્રોલ પ્રતિ લિટર 100ને પાર અને ડીઝલ 90ને પાર નીકળ્યાં છે. આ સ્થિતિમાં જો હવે આ સપ્તાહે ભાવ ઘટ્યાં છે તો પેટ્રોલ-ડીઝલમાં પણ આગામી સપ્તાહે રાહત મળે અથવા તો વધારામાંથી તો રાહત મળે તેવી અપેક્ષા સામાન્ય જનમાનસ રાખી રહ્યું છે.

જોકે સામે પક્ષે ઈન્ટરનેશનલ એનર્જી એક્સચેન્જએ ચેતવણી આપી હતી કે ઓપેક+ દેશો જો સ્પ્લાય વધરવા સંમત નહિ થાય તો ક્રૂડના ભાવમાં જોરદાર વધારો થઈ શકે છે અને ફરી વૈશ્વિક અર્થતંત્ર પર કાળા વાદળો છવાઈ શકે છે. સિટીગૃપે પણ કહ્યું કે વર્તમાન બજાર અને સ્પલાય વધારવાને લઈને ગજગ્રાહ સર્જાતા બ્રેન્ડ ક્રૂડ 80 ડોલરને પણ પાર નીકળશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android:http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment