Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeએન્ટરટેઈન્મેન્ટCruise Rave Party માં ઘરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી કેટલી માત્રામાં ડ્રગ્સ જપ્ત થયુ!

Cruise Rave Party માં ઘરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી કેટલી માત્રામાં ડ્રગ્સ જપ્ત થયુ!

Cruise Rave Party
Share Now

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં (Cruise Rave Party) શનિવારની રાત્રે આર્યન ખાન સહિત અન્ય 9 લોકો માટે કાળની રાત સમાન રહી હતી. શિપમાં ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટીમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે દરોડા કર્યા હતા અને ડ્રગ્સ પાર્ટીનો ભાંડો ફોડ્યો હતો. આર્યન સહિત 9 આરોપીઓને એનસીબીએ ધરપકડ કરી હતી. તેઓની સાથે હજુ પણ પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ દરમિયાન આટલી માહિતી અને વસ્તુઓ મળી આવી હતી જેના વિશે આજે આપણે જાણીશુ…

Cruise Rave Party Details Given By NCB

મુનમુન ધમેચા

મુનમુન ધમેચા મુખ્ય રીતે મધ્યપ્રદેશના સાગર જિલ્લાના તહેસીલની રહેવાસી છે. તે દિલ્હીમાં રહે છે. મુનમુનનો ભાઈ પ્રિન્સ ધમેચા દિલ્હીમાં નોકરી કરે છે. મુનમુને પ્રાથમિક શિક્ષણ મધ્યપ્રદેશના સાગરમાં પૂર્ણ થયુ હતુ. ત્યારબાદ તે લગભગ 6 વર્ષ પહેલા દિલ્હી તેના ભાઈની સાથે આવી ગઈ હતી. મુનમુનના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર નજર કરવાથી ખ્યાલ આવે છે કે તે એક મોડલ છે. તેણે રેમ્પ વોક કરતા પોતાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

નૂપુર સારિકા

નૂપુર સારિકા દિલ્હીમાં જ નાના બાળકોને અભ્યાસ કરાવે છે. તેણી એક પ્રાથમિક શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવી રહી છે. નૂપુરને અન્ય એક આરોપી મોહકે ડ્રગ્સ આપ્યા હતા. નૂપુર સારિકાએ આ ડ્રગ્સને સેનેટરી નેપકીનમાં સંતાડીને રેવ પાર્ટીમાં પહોંચી હતી. NCB એ તેની પાસેથી પણ ડ્રગ્સને જપ્ત કર્યા હતા.

ઈસ્મિત સિંહ

ઈસ્મિત દિલ્હીનો રહેવાસી છે. દિલ્હીમાં તેની ઘણી હોટલ્સ છે. ઈસ્મિતને પાર્ટિઓનો ઘણો શોખ છે. તેની પાસેથી રેવ પાર્ટીમાં NCB ને 14 MDMA Ecastasy Pills મળ્યા હતા.

આ પણ વાંચોઃ- 7 ઓક્ટોબર સુધી NCBના સકંજામાં રહેશે આર્યન ખાન, કોર્ટે જામીન અરજી નકારી

એનસીબી દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સની વિગત

અરબાઝ ખાન- 6 ગ્રામ ચરસ
મુન મુન ધમેચા- 5 ગ્રામ ચરસ
મોહક જસવાલ- 4 MDMA Pills 

મોહક જસવાલ

મોહક જસવાલ દિલ્હીનો રહેવાસી છે. તે પણ આ પાર્ટીમાં (Cruise Rave Party) સામેલ હતો. વ્યવસાયે તે IT પ્રોફેશનલ છે. મોહકની પાસે વિદેશનું વર્ક એક્સપિરિયન્સ છે. મોહકે મુંબઈમાં જ એક લોકલ વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લીધા હતા. ત્યારબાદ મોહકે જ નૂપુરને ડ્રગ્સ રાખવા માટે આપ્યા હતા. તેણે નૂપુરને કહ્યું હતુ કે, સેનેટરી નેપકિનમાં સંતાડીને રેવ પાર્ટીમાં પહોંચી જાય અને ત્યાં તેને ડ્રગ્સ પાછા આપી દે.

વિક્રાંત ચોકર

વિક્રાંત પણ દિલ્હીનો રહેવાસી છે. ઉલ્લેખનિય છે કે, વિક્રાંત ડ્રગ એડિક્ટેડ છે. જે હંમેશા મનાલા ક્રીમ અને ગોવા જઈને ડ્રગ લે છે. નોંધનિય છે કે, વિક્રાંત ડ્રગ્સ લીધા બાદ ગમે ત્યાં ફરવા નીકળી જાય છે. NCBએ વિક્રાંતની પાસેથી 5 ગ્રામ Mephedrone(Intermediate quantity),10 gms cocainne (Intermediate) ડ્રગ્સ જપ્ત કર્યા છે.

ગોમિત ચોપરા

ગોમિત દિલ્હીનો નામી ફેશન મેકઅપ આર્ટિસ્ટ છે. દિલ્હીના મોટા મોટા સેલેબ્રિટિઝના મેકઅપ કરવા માટે જાય છે. કદાચ જ એવું કંઈક બ્રાઈડલ ફેશન શો હશે જેમાં ગોમિત મોડલ્સનું મેકઅપ ના કરતો હોય. ગોમિત આ રેવા પાર્ટીમાં આઈલેન્સના બોક્સમાં ડ્રગ્સ લઈને આવ્યો હતો. NCBએ ગોમિતની પાસેથી 4 MDMA pills અને કેટલાક કોકીન મળ્યા છે.

અરબાઝ મર્ચન્ટ

અરબાઝ મર્ચન્ટ, શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો સ્કૂલ ફ્રેન્ડ છે. બંને તે પહેલા પણ ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળી ચૂક્યા છે. એનસીબીને અરબાઝના ફોનમાંથી મોટી સેલેબ્રિટીની દીકરી સાથેની ચેટિંગ પણ જોવા મળી છે. NCB ને તેમની પાસેથી 6 ગ્રામ ચરસ પણ મળ્યુ છે. હવે સવાલ એ છે કે, શું આ પોતે એક મોટો સેલિબ્રિટી છે જેને આટલી મોંઘી રેવ પાર્ટીમાં તેને કોમ્પ્લીમેન્ટ્રી રુમ આપવામાં આવ્યું.

શ્રેયસ નાયર

શ્રેયસ મુંબઈમાં ગોરેગાંવનો રહેવાસી છે. રેવ પાર્ટીમાં અલગ અલગ ગ્રૂપ પાર્ટી કરી રહ્યો હતો. તેમાંથી એક ગ્રૂપના લોકો ડ્રગ્સ સ્પલાય શ્રેયસે જ કરાવી હતી. શ્રેયસને પણ આ પાર્ટીમાં જવાનું હતુ પણ કોઈ કારણથી તે પાર્ટીમાં જઈ નહોતો શક્યો. શ્રેયસ આ રેવ પાર્ટીના ઈવેન્ટ મેનેજર્સ પૈકી એક છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment