બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ કેસના લીધે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. પહેલા સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ કેસમાં ઘણા બધા સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી હતી. હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ડ્રગ્સની નવી ઘટના સામે આવી છે. એનસીબીએ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી છે. ખાસ કરીને આર્યન ખાન લાઈમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. તાજેતરમાં આર્યન એક ક્રૂઝ (Cruise) પાર્ટીનો ભાગ બન્યો હતો. જ્યાં તેને એનસીબીએ ડ્રગ કન્ઝ્યૂમ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. તેને એનસીબીએ એક દિવસની કસ્ટડીમાં રાખ્યો છે.
Aryan Khan at Luxurious Cruise Ship
IMAGE CREDIT: @__aryan__
આર્યન ખાન બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો દિકરો છે. જે એક લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવે છે. આર્યન ખાન જે ક્રૂઝ પાર્ટીમાં હતો તે કોઈ સામાન્ય ક્રૂઝ નહોતુ અને તેમાં ઘણી બધી સુવિધાઓથી સજ્જ હતુ. આ શિપમાં પાર્ટી કરવા કે એક નાઈટ સ્પેન્ડ કરવાનો પણ ઘણો બધો ખર્ચો થાય છે.
IMAGE CREDIT: Cordelia Cruises
આ ક્રૂઝ વોટરવેઝ લીઝર ટૂરિઝ્મ પ્રાઈવેટ લિમિટેડ(Waterways Leisure Tourism Private Limited)નું છે. જેનું નામ કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia Cruises) છે. ક્રૂઝમાં ઘણા પ્રકારની સુવિધાઓ રહેલી છે. પાર્ટી માટે અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરવા માટે ક્રૂઝમાં દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે તો તેની મજા માણ્યા બાદ ઘણા દિવસો સુધી લોકો આ સફરને યાદ રાખે છે અને આકર્ષિત પણ થાય છે.
આ પણ વાંચોઃ- NCB ના અધિકારી સમીર વાનખેડે વિશે જાણો.. જેમણે શાહરુખ ખાનના દીકરાની કરી ધરપકડ
Cruise ની વૈભવી સુવિધાઓ
આ ક્રૂઝમાં તમને ફૂડ પવેલિયન મળશે. 3 સ્પેશિયલ રેસ્ટોરન્ટ મળશે. 4 બાર મળશે. આ ક્રૂઝમાં ફિટનેસ સેન્ટર પણ હાજર છે. સ્પા અને સલૂન પણ શિપની અંદર ઉપલબ્ધ છે. એક કસીનો અને એક થિયેટર છે. એક સુંગર સ્વિમિંગ પૂલ પણ છે. નાઈટક્લબ છે, લાઈવ બેન્ડ અને ડિજે છે. શોપિંગ કોમ્પ્લેક્સ છે અને એડવેન્ચર એક્ટિવિટીઝની સાથે અન્ય ઘણી વસ્તુઓ રહેલી છે.
IMAGE CREDIT: Cordelia Cruises
આ ક્રૂઝ વિશે વધુ વિસ્તારમાં જાણીએ તો તેની સુવિધાઓમાં કસીનો પણ ખૂબ સરસ છે. ભારતમાં કદાચ જ તમને આવું કસીનો જોવા મળશે. કસીનોનું આલ્કોહોલ બાર છે જ્યાં તમે તમારા મનપસંદ પીણા લઈ શકો છો. તમારા પસંદના મ્યૂઝિકનો આનંદ લઈ શકો છો.
હવે જ્યારે આટલી બધી સુવિધાઓ ક્રૂઝ પર આપવામાં આવી છે તો તેનું પેકેજ પણ મોંઘુ જ હશે. કોર્ડેલિયા ક્રૂઝની ટૂરના પેકેજની શરુઆત 17700થી થાય છે. આ કિંમત ફક્ત એક રાતની છે. કોર્ડેલિયા ક્રૂઝ ના બે રાત માટે મુંબઈથી ગોવા ટૂરનું પેકેજ 53100 રુપિયા છે. તેમાં બે લોકો સામેલ થઈ શકે છે. આવી રીતે બે રાતનું હાઈ સી પેકેજ બે લોકો માટે 35400 રુપિયા છે.
IMAGE CREDIT: Cordelia Cruises
Cordelia Cruise ની શરૂઆત
ઉલ્લેખનિય છે કે, કોર્ડેલિયા ક્રૂઝની શરૂઆત ભારતમાં 18 સપ્ટેમ્બર 2021 એ શરુ થઈ હતી. સાથે જ આવતા વર્ષથી શ્રીલંકા માટે પણ આ ક્રૂઝ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. આર્યન ખાન કેસમાં એનસીબીની ટીમ આ ક્રૂઝ પાર્ટીમાં મહેમાન બનીને પહોંચી હતી.
આર્યન ખાનની વાત કરીએ તો રવિવારે તેમને એક દિવસની કસ્ટડીમાં એનસીબીએ લીધો હતો. આર્યન ખાને એનસીબીની સામે કબૂલાત કરી છે કે પાર્ટીમાં તેણે ડ્રગ્સ લીધું હતુ. તે સાથે જ તે શોખની રીતે ડ્રગ્સ લે છે. શનિવારની રાત્રે એનસીબીએ શાહરુખ ખાનના દીકરાને પકડ્યો હતો અને તેની સાથે પૂછપરછ કરી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4