Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝડેન્ગ્યુનો ઉપચાર પપૈયાના પાનનો રસ? જાણો શું કહે છે વિજ્ઞાન

ડેન્ગ્યુનો ઉપચાર પપૈયાના પાનનો રસ? જાણો શું કહે છે વિજ્ઞાન

Papaya
Share Now
દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજયોમાં ડેન્ગ્યુ તાવની લહેર ચાલી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં દાખલ છે. મેડિકલ સાયન્સમાં  ડેન્ગ્યુ તાવનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. તો આવી સ્થિતિમાં આના માટે અનેક ઘરગથ્થુ ઉપાયો અપનાવવામાં આવે છે.તો ધરે કરવામાં આવેલ ઇલાજથી દર્દીને રાહત મળી શકે છે. ડેન્ગ્યુ તાવમાં સૌથી મોટી સમસ્યા દર્દીના લોહીમાં પ્લેટલેટ્સની ઉણપ છે.
પ્લેટલેટ ઘટી જવાને કારણે ઘણી વખત દર્દીની સ્થિતિ નાજુક બની જાય છે અને તેનો જીવ પણ જતો રહે છે.તો તેમને જણાવી દઇએ કે પપૈયાના(Papaya) પાનથી તમેને રાહત મળી શકે છે
ડેન્ગ્યુના દર્દીઓમાં પ્લેટલેટ વધારવા માટે પપૈયાના(Papaya) પાનનો રસ ઘરેલુ ઉપચાર તરીકે આપવામાં આવે છે. આ સારવાર ખૂબ અસરકારક માનવામાં આવે છે. તે ગામડાઓ અને શહેરોમાં દરેક ઘરમાં ઉપલબ્ધ છે. તે તદ્દન સરળતાથી ઉપલબ્ધ મળી રહે છે. પરંતુ આ સારવાર વિજ્ઞાનની નજરમાં કેટલી અસરકારક છે, તે સૌથી મોટો પ્રશ્ન હાલ છે.જેને લઇને અત્યાર સુધી તબીબે આ અંગે સ્પષ્ટપણે કશું કહ્યું નથી.
આ તત્વો હોય છે પપૈયામાં(Papaya)

એક અહેવાલ અનુસાર પપૈયાના(Papaya) પ્રવાહી અર્કમાં પેપેઈન, સાઈમોપાપેઈન , સિસ્ટેટિન, એલ-ટોકોફેરોલ , એસ્કોર્બિક એસિડ અને સાયનોજેનિક ગ્લુકોસાઈડ્સ અને ગ્લુકોસિનોલેટ્ળ મળી આવે છે. આ બધા એન્ટીઓકિસડન્ટ છે. તેઓ ગાંઠ વિરોધી પ્રવૃત્તિ ધરાવે છે. તો સાથે જ આ બધા તત્વો છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.આ પરિણામ ખૂબ નાના પાયે કરવામાં આવેલા અભ્યાસો પર આધારિત એક અહેવાલમાં જણાવ્યું છે. આ અંગે મેડિકલ સાયન્સમાં કોઈ નક્કર સંશોધન થયું નથી.

મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી થયેલા અભ્યાસો માત્ર એટલું જ કહે છે કે ડેન્ગ્યુ એ સ્વયં-મર્યાદિત રોગ છે. આનો અર્થ એ છે કે, આ રોગ દવાથી મટાડવામાં આવતો નથી.પરંતુ આપણું શરીર પોતે જ તેને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. તાવ ઓછો થયા પછી, શરીર પોતે પ્લેટલેટમાં વધારો કરવાનું શરૂ કરે છે.papaya

આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે

હર્બલ પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરી શકો છો

પપૈયું એક કુદરતી સંસાધન છે. કોરોના કાળમાં પણ પપૈયાના(Papaya) પાનના રસ ઉકાળો કરીને પિવામાં આવતા હતો.તમે તેને હર્બલ પ્રોડક્ટ કહી શકો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવામાં કોઈ નુકસાન નથી. જો દર્દીને તેનો ફાયદો થાય છે, તો રોજ સવારે તેના પાનનો રસ પિવાથી કબજીયાત દુર થાય છે.તો ડેન્ગ્યુમાં અજમાવવામાં કોઈ વાંધો નથી, કારણ કે તબીબી વિજ્ઞાનમાં સંશોધનના અભાવને કારણે કોઈપણ હર્બલ પ્રોડક્ટને નકારી શકાય નહીં.

 વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment