શાહરુખ ખાનના પુત્ર આર્યન (Aryan )ખાન માટે આજે સોમવારનો દિવસ ખાસ છે. આજે કીંગ ખાનના વકીલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. જણાવી દઇએ કે ગઇકાલે કરાયેલી ધરપકડ બાદ આર્યનની આજે કસ્ટડી પૂર્ણ થઈ રહી છે.
આર્યન (Aryan) સાથે પકડાયેલાઓની NCB કોર્ટ જતા પહેલા પુછપરછ કરી શકે છે
આર્યન (Aryan)ની સાથે ધરપકડ (Arrest)કરાયેલા અરબાઝ મર્ચન્ટ તથા મુમુન ધામેચાની પણ કસ્ટડી આજે સોમવારે પૂર્ણ થઈ રહી છે. કોર્ટ (Court)માં જતા પહેલાં NCB ત્રણેયની પૂછપરછ કરે તેવી શક્યતા છે. આર્યન ખાને NCBની ઓફિસમાં જ રાત પસાર કરી હતી. ગઇકાલે રવિવારે મોડી સાંજે આ કેસમાં NCBએ અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જે તમામને NCB આજે સોમવારે કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડી માગી શકે છે.
NCBએ ડ્રગ્સ નેક્સેસ સાથે જોડાયેલા હોવાની વાત કહી
સરકારી વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, આરોપીઓ પાસેથી વ્હોટ્સએપ ચેટ મળી છે જેની તપાસ હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ (Drugs)પણ મળી આવ્યુ છે. સરકારી વકીલે વધુમાં કહ્યું હતું કે, આરોપીઓની વ્હોટ્સએપ ચેટથી ખ્યાલ આવે છે કે તે લોકો નશા સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો: ડ્રગ્સ કેસ: બોલિવુડના શાહરુખ ખાનના દિકરાની ડ્રગ્સ કેસમાં ધરપકડ
આર્યનના વકીલની દલીલ
આર્યનના વકીલે કહ્યું હતું કે, તેમના ક્લાયન્ટનો કેસ જામીનપાત્ર છે. તે રવિવાર હોવાને કારણે જામીન અરજી દાખલ કરી શકે તેમ નથી. વધુમાં વકીલે જણાવ્યું હતુ કે, આયોજકોએ આર્યનને બોલાવ્યો હતો. ક્રૂઝ (Cruise)ની ટિકિટ પણ તેની પાસે નહોતી અને તેની પાસેથી કંઈ જ મળ્યું નથી. તેના મોબાઈલની તપાસ થઈ ચૂકી છે.
જણાવી દઇએ કે કીંગ ખાનના પુત્ર આર્યન ખાન પર NDPC 8 C, 20 B, 27 તથા 35 લગાવવામાં આવી છે, જેમાં ડ્રગ્સ લેવું, જાણી જોઈને ડ્રગ્સ લેવું તથા ખરીદી કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ આ તમામ વચ્ચે કીંગ ખાનના પુત્ર આર્યને ડ્રગ્સ ખરીદ્યુ હોવાના વાતનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, ગઇકાલે રવિવારે મુંબઇ (Mumbai)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક ક્રુઝ પર અચાનક દરોડા (Raid)પાડ્યા હતા. આ દરોડામાં કિંગ ખાનના પુત્રનું નામ સામે આવ્યુ હતુ. જણાવી દઇએ કે તે સમયે ક્રુઝ પર પાર્ટી ચાલી રહી હતી, જેમાંથી કેટલાક પ્રવાસીઓ પાસેથી ડ્રગ્સ (Drugs Party ) મળી આવ્યા હતા.
શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4