Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝઓનલાઈન ફ્રોડ સામે સુરત પોલીસનું સાયબર સંજીવની અભિયાન

ઓનલાઈન ફ્રોડ સામે સુરત પોલીસનું સાયબર સંજીવની અભિયાન

cyber crime pc
Share Now

સુરત :- સમગ્ર વિશ્વમાં આજે સોસિયલ મીડિયાના વપરાશનું માધ્યમ વધતું જઈ રહ્યું છે.તેની સાથે સાયબર ક્રાઇમના ( Cyber Crime) બનાવો પણ વધી રહયા છે.સુરતમાં પણ એક પછી એક રોજબરોજ સાયબર ક્રાઇમના( Cyber Crime) બનાવો સામે આવી રહયા છે.ત્યારે સાઈબર ક્રાઈમના(Cyber Crime) વધતા જતા બનાવોને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની (Cyber Sanjeevni) અભિયાનની શરુઆત કરવામાં આવી છે.આ અભિયાન થકી લોકોને સાયબર ફ્રોડ(Cyber fraud) અંગે માહિતગાર કરી જાગૃત કરાશે. આ માટે સુરત પોલીસ દ્વારા ઓનલાઈન સ્પર્ધા યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
Cyber Sanjeevni

ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમ સામે રક્ષણની જાગૃતતાનો પ્રયાસ

સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન છેતરપિંડી અનેં ક્રાઇમના બનાવો સામે આવી રહ્યા છે. વધુમાં વધુ લોકો સાયબર ફ્રોડનો ( Cyber fraud) ભોગ બની રહ્યા છે. ત્યારે આવા ગુનાઓ રોકવા અને લોકો જાગૃત થાય તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા સેતુના સહયોગથી સાયબર સંજીવની(Cyber Sanjeevni) અભિયાન શરુ કરવામાં આવ્યું છે.નાગરિકોને સાયબર ફ્રોડથી(Cyber fraud) બચાવી શકાય અને ગુનાઓની માહિતી મળી રહે તે માટે સુરત સાયબર સેલ પોલીસ દ્વારા સાયબર સંજીવની(Cyber Sanjeevni) કેમ્પિયન થકી જુદા જુદા માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કરાયો છે.જેમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની ( Cyber Crime) જાગૃતા માટે ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા, સાયબર જાગૃતા લાવતી ડ્રોઈંગ સ્પર્ધા ,સાથે ઓનલાઈન વિડીયો વેબીનાર થકી કાર્યક્રમો અને સિક્યોર વન સાથેનો વર્કશોપનું આયોજન કરી જાગૃતતા લાવવાનું શરૂ કર્યું છે.

સાયબર સંજીવનીની દ્વારા સુરત પોલીસનું અભિયાન

લોકોમાં સાયબર ક્રાઈમ ( Cyber Crime) બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવો છે.લોકોને સાયબર ક્રાઈમની વિવિધ મોડેસ ઓપરેન્ડી વિષે માહિતગાર કરાશે.લોકોમાં સાયબર ક્રાઈમ સબંધિત માહિતી ફેલાવી સાયબર ક્રાઈમની સંખ્યા ઘટાડો કરવાનો છે.ડીજીટલ ઇન્ડીયાના યુગમાં લોકો ડીજીટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાય છે.

Cyber Fraud Again Competition

સંજીવની સાયબર દ્વારા ઓનલાઈન સ્પર્ધાની માહિતી

સંજીવની સાયબર દ્વારા સાયબર અવેરનેસ કરાવતી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું છે.સાયબર અવરનેસ ક્વીઝનો મુખ્ય ઉદેશ રોજબરોજ બનતા સાયબર ક્રાઈમના બનાવોથી બચવા અને જાગૃતતા લાવવા કુલ ૩૦ પ્રશ્નો પૂછવામાં આવશે જે પ્રશ્નોના ઉતર ૨૦ મીનીટમાં આપવાના રહેશે.
ફ્લાઈંગ કલર્સ :- ફ્લાઈંગ કલર્સ એક ડ્રોઈંગ સ્પર્ધા છે. જે સ્પર્ધાનો ઉદેશ સાયબર સબંધિત મેસેજની ટેગલાઈન સાથેના ડ્રોઈંગ, સ્કેચ, ચિત્ર અથવા પોસ્ટ બનાવી નાગરિકોમાં જાગૃતતા લાવવાનો છે. આ સ્પર્ધામાં ઓનલાઈન ફોર્ડ, ઓનલાઈન સેફટી, સાયબર અવરનેસ, ફેક ન્યુઝ તથા સાયબર બુલીંગ જેવા પાંચ વિષયો રાખવામાં આવ્યા છે. જે વિષયો પૈકી એક વિષય પસંદ કરી સ્પર્ધામાં ભાગ લઇ શકાશે. આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં કેટેગરી ૧માં સ્કુલના ૮ થી ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ, કેટેગરી ૨ માં કોલેજના ૧૭ થી ૨૪ વર્ષના વિદ્યાર્થીઓ અને કેટેગરી ૩માં અન્ય તમામ ૨૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ ભાગ લઇ શકશે.
cyber Fraud

આ પણ વાંચો: સાવધાન વેરાવળ : તમારું ઘર સુરક્ષિત નથી

અત્યાર સુધી કેટલા ગુના નોંધાયા

વર્ષ            જુલાઈ સુધી             ડીસેમ્બર સુધી
૨૦૧૮              ૭૫                            ૧૫૮
૨૦૧૯              ૧૪૪                          ૨૩૮
૨૦૨૦              ૭૫                            ૨૦૪
૨૦૨૧              ૨૦૩

દરેક પોલીસ મથકમાં પણ એક પીએસઆઈ અને ત્રણ માણસોની ટીમ તૈનાત

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત વેપારીક કેન્દ્ર છે. અહી પણ સાયબર ક્રાઈમ મહત્વનો ગુનો બની ચુક્યો છે. સુરત સીટી પોલીસ દ્વારા સાયબર સેલમાં પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે. દરેક પોલીસ મથકમાં પણ એક પીએસઆઈ અને ત્રણ માણસોની ટીમ તૈનાત કરાશે. જેથી કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને તો જે તે પોલીસ મઠકમાં ફરિયાદ નોંધાવી શકે.


વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment