હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આજે સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાયો છે. તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.
રાજકોટ શહેર રામનાથ મહાદેવને ફરી મેઘરાજાએ જળાભિષેક કર્યો
રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાત્રે ગગનભેદી વીજળીના કડાકા-ભડાકા સાથે અવિરત મેઘવર્ષા થઈ હતી. રાજકોટમાં ફરી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. મોડી રાત્રે દોઢ કલાકમાં પડ્યો 4 ઇંચ વરસાદ, તો ફરી બપોરના સમયે શરૂ વરસાદ થયો અને મુશળધાર વરસાદથી પાણી ભરાયા તો રામનાથ મહાદેવને ફરી મેઘરાજાએ જળાભિષેક કર્યો. રામનાથ મહાદેવ મંદિર ખાતે આજી નદી થઈ બે કાંઠે વહેતી અને અંદાજે 3 ફૂટ કરતા વધુ પાણી ભરાયાં. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે રાજકોટ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં મૌસમનો કુલ વરસાદ ગત વર્ષ કરતા વધ્યો છે. જેમાં ગત વર્ષે 50 ઇંચ વરસાદ પડ્યો હતો જયારે આ વર્ષે 51 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવા પામી હતી. મેઘ સાથે મેઘાના મંડાણ મંડાતા હાલ વસાવડા અને ગોંડલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. અને આટકોટમાં એક કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ વર્ષમાં બીજીવાર ઓવરફ્લો
ગુલાબ વાવાઝોડાને લઈને હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે મેઘરાજાએ પોતાનું જોર સૌરાષ્ટ્ર વિસ્તારમાં શરૂ કરી દીધું છે. જો કે હાલમાં સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યાં છે. જેને લઈને ભારે વરસાદના પગલે ભાદર ડેમ ફરી ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતાં તંત્રએ નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કર્યાં છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ વર્ષમાં બીજીવાર ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ આપ્યા હતા.ગઈ રાત્રી દરમિયાન ઉપરવાસમાં ગોંડલ, જસદણના ગામોમાં ભારે વરસાદના કારણે આજે વહેલી સવારે ડેમના ઈજનેર દ્વારા ડેમના 29 દરવાજા 6 ફૂટે ખોલવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થતા જેતપુર, ગોંડલ, જામકંડોરણા તાલુકાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ, જેતપુર અને ગોંડલના ગામોની ૨૨ લાખની વસ્તી પીવાના પાણીની અને 46 ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્યા આજે દૂર થઈ ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક 57400 ક્યૂસેક પાણીની આવક સામે 57400 જાવક થઈ રહી છે.જેના પગલે આજે વહેલી સવારે ઈજનેર દ્વારા અધિકૃત રીતે એલર્ટ મેસેજ આપી જાહેરાત કરવામાં આવી હતી. ડેમને ઓવરફ્લો થતા તમામ દરવાજાઓ વારાફરતી ખોલ બંધ કરી ચેક કરવામાં આવ્યા હતા. તેના બાદ ડેમ પર હાલ દર કલાકે ક્યુસેક પાણીની આવક ચાલુ હોઈ ડેમના 29 દરવાજાને 6 ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ભાદર નદીના પટ વિસ્તારમાં આવતા જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોરણાના સહિતના 22 ગામોના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ જુઓ : “ગુલાબ” નો કહેર ગુજરાત પર
ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે વેસ્ટજ બોટલો આવી સામે
રાજકોટ ગોંડલ તાલુકામાં ખાબક્યો ચાર ઇંચ વરસાદ. ગોંડલમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી હતા. જ્યાં ઓશો આશ્રમમાં પાણી ભરાતા રોટલી બનાવવાનું મશીન સહિતના સાધનો પાણીમાં ગળાડૂબ થયા હતા. જયારે ગોંડલની ગોંડલી નદી ગાંડીતુર થઈ હતી, જેને પગલે ગોંડલ, કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી ડેમ ફરી થયો ઓવરફ્લો થયો. તો ગોંડલ પાટિયાળી પાસે આવેલ મોતીસર ડેમ ના ૨ દરવાજા ખોલ્યા. મોતીસર ડેમ ના ૨ દરવાજા 10 ડીગ્રી ખોલવામાં આવ્યા મોતીસર નીચે આવેલ પાટિયાળી, હડમતાળા, અને કોલીથડ ગામ ને એલર્ટ કરાયા. તો બીજી તરફ ગોંડલ, વીરપુરના ખેતરમાં પાણી ભરાયા જેના કારણે કપાસ અને મગફળીના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. એક તરફ પાણી પાણી થઇ ગયું તો એ જ પાણીમાં ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે વેસ્ટજ બોટલો આવી સામે…શેમ્પુ, કન્ડિશનર જેવી એકસપાયર થયેલ બોટલો આવી સામે..બાંદ્રા પાસે આવેલ ભાદર નદી પાસે તરતી બોટલો આવી.
જેતપુર તંત્ર દ્વારા સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારો ખાલી કરાયા
જેતપુરમાં વરસાદને કારણે ઉપરવાસમાં ભાદર નદીમાં પુર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા, તો જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભાદર નદી કાંઠાના ઘરો,મંદિરો પાણીમાં ડૂબ્યા જેને લઇ જેતપુર તંત્ર દ્વારા સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારો ખાલી કરાયા. જેતપુર થી દેરડી જવાના રોડ બંધ થયો અને લોકોને આવવા-જવા માટેનો વાહનવ્યવહાર પણ બંધ થયો.ધોરાજીમાં વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોરાજીમા મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રે એક વાગ્યા આસપાસ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.પોરબંદરના જીવાદોરી સમાન ફોદાળા ડેમ ઓવરફ્લો થયો. પોરબંદરને દોઢ વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો થયો સંગ્રહ . બરડા ડુંગરમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક. ભારે વરસાદને કારણે પોરબંદરના દરિયાકાંઠામાં ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું.
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં ગઇરાત્રે જોરદાર વરસાદ પડવાથી સાતલડી નદી બે કાંઠે વહેતી થઈ બગસરા પંથકમાં રાત્રિના વરસાદ શહેરી વિસ્તારમાં 39 એમ એમ નોંધાયો અને ઉપરવાસ વધારે વરસાદ હોવાના કારણે સાત નદીના ચેકડેમો છલકાયા અને સાતલડી નદી બે કાંઠે જોવા મળી અને હાલમાં વરસાદી માહોલ છવાયો છે અને બગસરા શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી છે .
ગીર ઉપરવાસમાં સારા વરસાદના પગલે રાવલ ડેમ થયો ઓવરફ્લો. ડેમ ના 6 દરવાજા પૈકી 3 દરવાજો 30મીટર ખોલાયા તો ઉના તથા ગીરગઢડા ના નિચાણવાળા 18ગામો ને એલર્ટ કરાયા. બીજી તરફ મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થયો અને મછુન્દ્રી ડેમ પર થી 10 સેન્ટીમીટર પર થી પાણી નો પ્રવાહ ચાલુ છે.
જામકંડોરણાથી ગોંડલ તેમજ રાજકોટનો વાહનવ્યવહાર બંધ
જામકંડોરણામા ગત રાત્રીના બાર વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો સવાર સુધીમાં ૮૦ મી.મી(ત્રણ ઈંચ) વરસાદ પડતા નદી નાળાઓમા પૂરથી છલકાઈ ગયા હતા આ સમગ્ર પંથકમાં સારા વરસાદના પરિણામે જામકંડોરણાનો ફોફળ ડેમ ત્રણ ફુટે ઓવરફલો થયો હતો . ગત તા. ૧૩ ના રોજ ભારે વરસાદના લીધે જામકંડોરણા ગોંડલ હાઈવે પરનો ફોફળ નદી પરના પુલના બે ગાળા ધરાશાયી થઈ ગયા હતા જેથી આ રસ્તા પરનો જામકંડોરણાથી ગોંડલ તેમજ રાજકોટનો વાહનવ્યવહાર બંધ હતો . આ પુલનુ રોડ ડિપાર્ટમેન્ટ દવારા રીપેરીંગ કામ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું હતું અને હજુ ગઈકાલે જ આ કામ પૂણૅ થતાં આજથી આ રસ્તો દરેક વાહનો માટે શરૂ થઈ જવાનો હતો ત્યારે ગત રાત્રીના ભારે વરસાદને લીધે ફોફળ નદીમાં પૂર આવતા રીપેર કરવામાં પુલમાં ગાબડાં પડી જતા જામકંડોરણા થી ગોંડલનો વાહનવ્યવહાર બંઘ છે.
ભાવનગર જિલ્લાનો જીવાદોરી શેત્રુંજી ડેમ ફરી છલકાયો
ભાવનગરમાં પણ મેઘરાજાની માહેર છે. શહેર સહિત જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો. શહેર સહિત પંથક અનેક ગામોમાં વરસાદ પડ્યો કયાંક જોરદાર તો અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો. અવરીત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જેના કારણે મહાનગરપાલિકા દર વર્ષે કરે છે લાખો રૂપિયા નાં ખર્ચે પ્રિમોંશુન કામગીરી અને પોલ ખુલતા પ્રજા નાં પૈસા પાણીમાં ગયા અને તંત્ર ની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા. તો અપને જણાવી દઈએ કે ભાવનગર જિલ્લાનો જીવાદોરી શેત્રુંજી ડેમ ફરી છલકાયો. પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ ફરી થયો ઓવરફલો, ડેમ ઓવરફ્લો થતાં ડેમનાં 59 દરવાજા 2 ફૂટ ખોલવા માં આવ્યા. 15340 ક્યુસેક પાણી ની આવક સામે 15340 ક્યુસેક પાણી ની પાણી છોડાયું. ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક શરૂ થતા ડેમ ફરી છલકાયો, આવક વધતા ડેમનાં 59 દરવાજા ખોલાયા.
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો .
વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. નસવાડી નગરમાં વરસાદ વરસતા અશ્વિન નદી પર આવેલ ક્રોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો. નગરના હાઇસ્કુલ ના મેદાનમાં પાણી ભરાતા મેદાન બેટમાં ફરવાયું ગયું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt