Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝ‘તૌકતે’ વાવાઝોડુ: ગુજરાતના આ વિસ્તારોમાં ટકરાશે વાવાઝોડુ

‘તૌકતે’ વાવાઝોડુ: ગુજરાતના આ વિસ્તારોમાં ટકરાશે વાવાઝોડુ

Cyclone Tauktae Warning
Share Now

આ વર્ષનું પહેલુ વાવાઝોડું ગુજરાત(Gujarat)માં ત્રાટકવાની તૈયારીમાં છે, તૌકતે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે  ગુજરાતના દરિયાઇ કિનારાના વિસ્તાર સુધી 18 તારિખ સુધી વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના જોવા જોવા મળી રહી છે.  

હવામાન વિભાગ દ્વારા માહિતી મળી છે કે, કેરળમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ ગોવા, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં અલર્ટ બહાર પાડી દીધુ છે.

Chellanam

ગુજરાતમાં કહર લાવી શકે છે આ વાવાઝોડુ

મળતી માહિતી મુજબ ચક્રવાત તૌકતે ગુજરાતના વેરાવળ અને પોરબંદરની વચ્ચે માંગરોલની પાસે જમીનથી ટકરાવ્યુ હતુ. આ કારણે પ્રશાસનની તરફથી પહેલા જ માંગરોલ, વેરાવળ,પોરબંદર અને કચ્છ અને દ્વારકા જેવા દરિયાઇ કિનારાઓને પહેલાથી જ એલર્ટ આપી દીધુ છે. આ સાતે જ તમામ માછીમારોને દરિયા કિનારે ન જવા સુચના આપવામાં આવી છે.

ગુજરાતમાં વાવાઝોડાની આહટથી જ પોરબંદરમાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર આકાશમાં જોવા મળી રહ્યાં છે. સાયરન વગાડીને પણ લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા માહિતી મળી રહી છે કે લક્ષદ્વીપમાં ડિપ્રેશન બની રહ્યું છે.જે આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. આ વાવાઝોડું ગુજરાતમાં 17 તારીખે 150-160 gusting to 175 ની તીવ્ર ગતિએ આગલ વધશે.  આ વાવાઝોડાને જોતા માછીમારોને પણ એલર્ટ આપી દીધુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Cyclone Tauktae

IMD

ગુજરાત સિવાય મહારાષ્ટ્રે પણ વાવાઝોડા સાથે લડવાની પુર્વ તૈયારી શરુ કરી દીધી છે, મોસમ વિભાગની ચેતવણી બાદ NDRF ને પણ અલર્ટ કરવામાં આવ્યા છે. ઘણી ટીમો પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

  • પુળેમાંથી NDRF ટીમને ગોવામાં મોકલી દેવામાં આવી છે.  
  • કેરલના ત્રણ જીલ્લા તિરુવનંતમપુરમ, કોલ્લમ અને પત્તનંતિટ્ટા માં પણ રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
  • અલાપ્પઝુ, કોટ્ટાયમ,એર્નાકુલમ, ડડડુક્કી, ત્રિશુર, મલપ્પુરમ,પલક્કડ, કોઝીકોડ અને વાયનાડમાં ઓરેન્જ એલર્ટ બહાર પાડવામાં આવ્યુ છે.  

 

Live Update : 

6:00(15 May 2021)

હવામાન ખાતા વિભાગ દ્વારા તૌકેત વાવાઝોડાએ કર્ણાટકના તટિય સ્તરમાં ભારે વરસાદ શરુ થયો છે, 75 કિમી પ્રતિ રફ્તારની ગતિએ હવાઓ વહી રહી છે. 

5:30 (15 May 2021)

ભારતીય વાયુસેનાના બે c 130 એયરક્રાફ્ટથી 3 ટીમ ગુજરાતના જામનગર પહોંચી 

 2:53(15 May 2021)

 

12:43(15 May 2021)

cyclone-gujarat

PC:PTI

એક ખાનગી વેબસાઇટ મુજબ ગુજરાતમાં વાવાઝોડાની દિશા બદલાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છ નહિ પણ, દક્ષિણ ગુજરાત (gujarat) થઈને મધ્ય ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાશે. 

18 મેના સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ ટકરાવાનું હતું. તેને બદલે વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાતમા પ્રવેશ કરશે .

12:12(15 May 2021)

નવસારીમાં આવેલા ગામોને એલર્ટ 

ગુજરાત અને દીવને યલો એલર્ટ જારી 

ભરુચ: દહેજ નંબરે 1 નંબરનું સિગ્નલ લગાવાયુ

પોરબંદરન બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયુ

11:07(15 May 2021)

પવનની ગતિ સાથે હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ 20-40 કિ.મી. કલાકની ઝડપે આદમપુર,ફથેહાબાદ (હરિયાણા) અનેઅલીગ(યુ.પી.) તેમજ આજુબાજુના વિસ્તારોમાં આવતા 2 કલાક દરમિયાન હળવા તીવ્રતાનો વરસાદ વરસશે.

 

10:30(15 May 2021)

મોસમ વિભાગની ચેતવણી બાદ NDRF ને પણ અલર્ટ કરવામાં આવ્યા છે. ઘણી ટીમો પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. પુળેમાંથી NDRF ટીમને ગોવામાં મોકલી દેવામાં આવી છે.  

10:04 (15 May 2021)

કેરલના ત્રણ જીલ્લા તિરુવનંતમપુરમ, કોલ્લમ અને પત્તનંતિટ્ટા માં પણ રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યો છે.

જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ, વેરાવળ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ, વેરાવળ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી બાજુ NDR ની ટીમ કાર્યરત થઇ ગઇ છે. રાજકોટમાં NDRF ની ટીમ એલર્ટ પર થઇ ગઇ છે. અરબી સમુદ્રમાં પ્રેશરને સર્જાયેલા લઇને જૂનાગઢના માંગરોળ બંદર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીને પગલે માછીમારી માટે ગયેલી તમામ નાની મોટી બોટો અને હોડીઓને પરત બોલાવવામાં આવી છે. માંગરોળમાં કુલ 3 હજાર 587  બોટો આવેલ છે. જે તમામને પરત બોલાવી લેવામાં આવી છે.  

બોટ એસોસિએશન પ્રમુખે જણાવ્યુ હતુ કે,વરસાદી વાતાવરણમા વાયરલેસ બંધ થઇ જતો હોવાની સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે. સેટેલાઇટ ફોનની વ્યવસ્થા થાય તો તાત્કાલિક માછીમારોનો સંપર્ક થઇ શકે તેમ છે. પણ હજી સુધી સંપર્ક થયો નથી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડાનો ખતરો

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment