Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝયાસ વાવાઝોડુ પશ્વિમ બંગાળ અને ઓડિશા પર 26 મીએ ત્રાટકશે

યાસ વાવાઝોડુ પશ્વિમ બંગાળ અને ઓડિશા પર 26 મીએ ત્રાટકશે

Cyclone yaas
Share Now

તૌકતે બાદ વધુ એક વાવાઝોડું દેશને ઘમરોળવા માટે તૈયાર છે.  તૌકતે વાવાઝોડાએ જે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં તાંડવ કર્યું, વૃક્ષો અને રસ્તા પર પાણી અને વૃક્ષો ધરાશાઇ તમને જોવા મળશે. ફરી 2020ના અંતે વિશ્વભરમાં શરૂ થયેલ કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરીના અંતમાં ભારતમાં આવી. માર્ચ મહિનામાં સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો કહેર વર્તાયો. હવે બીજા એક વાવાજોડા માટે ગુજરાતે તૈયાર થવાનું છે,તેવી ચેતવણી PM મોદીએ આપી છે.       

તૌકતે વાવાઝોડાની અસર પુરી હજુ થઇ નથી, ત્યારે એક બીજુ ચક્રવાતી વાવાઝોડુ સામે આવી ગયુ છે. યાસ વાવાઝોડુ જેનો ખતરો ઉડીસા અને પશ્વિમ બંગાલ જેવા રાજ્યોમાં મંડળાઇ રહ્યો છે. ચક્રવાતી તાઉતેના કારણે મુંબઇમાં 19 અને ગુજરાતમાં 49 લોકોનાં મોત થયા હતા. ઘણા વૃક્ષો પડી ગયા હતા અને ગેટ વે ઓફ ઇન્ડિયાની ભયાનક તસવીરો પણ સામે આવી હતી. હવે. યાસ વાવાઝોડુ જેનો ખતરો ઉડીસા અને પશ્વિમ બંગાલ જેવા રાજ્યોમાં મંડળાઇ રહ્યો છે.

cyclone2

Pc: File photo

હવામાન વિભાગ IMD( India Meteorological Department) કેન્દ્ર દ્વારા 26 મે ના રોજ સાંજે આ યાસ (Cyclone Yaas)નામનું ચક્રવાત પશ્વિમ બંગાળ અને ઓડિશામાં તેમજ પડોશી દેશના કિનારા પર વધવાની આશંકા વર્તાઇ રહી છે. પશ્વિમ બંગાલ, ઉત્તરી ઓડિશા અને બાંગ્લાદેશના કિનારા પર 26 મેના સવારે હવાની ગતિ 90 થી 100 કિમી પ્રતિ કલાકની હશે. સાંજ થતા થતા આ વાવાઝોડુ વધી શકે છે.   શનિવારે પુર્વ મધ્ય બંગાળની ખાડી અને તેનાથી લિપટવા માટે ઉત્તરી અંદમાન સાગરનીઉપરથી એક નાના ક્ષેત્રનો દબાવ બની રહેલો છે.  

બંગાળની ખાડીમાં આવનારુ આ વાવાઝોડુ યાસ ઓડિશા(odisha) અને પશ્વિમ બંગાલના(Bengal) કિનારાના વિસ્તારોમાં એન્ટ્રી મારી શકે છે. ઓડિશાની જો વાત કરીએ તો ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવી દીધુ છે.Imd હવામાન વિભાગ  મુજબ આ વાવાઝોડું આવનારા 12 કલાક્માં ડિપ્રેશનમાં કેન્દ્રીત થઇ શકે છે. યાસ વાવાઝોડુ તાઉ તે કરતા ભયાનક હોઇ શકે છે.

 

બંગાળની સ્થિતિ

  • સાઇકલોન યાસને લઇને બંગાળ હાઇ એલર્ટ પર છે.
  • સાયકલોનને જોતા લાંબા અંતર કાપી રહેલી 74 ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે.
  • આ સાતે જ ટ્રેનોને ચેનથી બાંધીને રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
  • રાજ્ય સચિવ નવાન્માં એક કંટ્રોલ રુમ પણ ઓપન કરવામાં આવ્યો છે.
  • જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી યાસથી પ્રભાવિત થયેલા એરિયા પર નજર રાખી શકશે.
  • માછીમારોને પણ દરિયાકિનારે ન જવા માટે કહેવામાં આવ્યુ છે, અને જે માછીમારો જતાં રહ્યાં છે તેમને પાછા બોલીઇ લેવામાં આવ્યા છે.

ભારતીય નૌસેનાની તૈયારી

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે ભારતીય નૌસેનાએ પોતાના 4 યુદ્ધપોતો સિવાય ઘણા વિમાનોને તૈનાત કરી દીધા છે. બંગાળમાં NDRF અને એસઆરડીએફની ટીમ ખડેપગે છે. 

 

આ પણ વાંચો: રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવીયા ભાવનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment