Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝGulab cyclone: ‘ગુલાબ’ હવે ટકરાશે આંધ્રપ્રદેશ અને ઓડિશા પર, IMD એ કરી આગાહી

Gulab cyclone: ‘ગુલાબ’ હવે ટકરાશે આંધ્રપ્રદેશ અને ઓડિશા પર, IMD એ કરી આગાહી

gulab cyclone
Share Now

બંગાળની ખાડીમાં પ્રચંડ રુપ ધારણ કરીને ચક્રવાત તુફાન જેનું નામ આપવામાં આવ્યુ છે ગુલાબ (Gulab cyclone) તે હવે સક્રિય થઇ ગયો છે. પહેલાં તાઉ તે વાવઝોડાએ ભારે તબાહી મચાવ્યા બાદ હવે એક નવુ તુફાન બંગાળની ખાડીમાં સક્રિય થઇ ગયુ છે. આજે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટ પર ટકરાવવાની આશંકા જતાવાઇ રહી છે. 

Cyclonic Storm Gulab To Make Landfall Today. Here Are Helpline Contact Details

મોસમ વિભાગની આગાહી

મોસમ વિભાગની આગાહી પ્રમાણે ઓડિશાના ગોપાલપુર અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ના કિનારા પર રવિવારે ગુલાબ ચક્રવાતથી પસાર થઇ શકે છે. પણ આ આપતા માંથી આંધ્ર જીલ્લાના રાષ્ટ્રીય આપદા મોચન બલ NDRF ની ટીમે અને એસડીઆરએફ ના એક દળ ને તૈનાત કરી લીધા છે.

 

સરકાર દ્વારા શનિવારે પણ એક જાહેરાતમાં કહેવામાં આવ્યુ કે, વિશાખાપટ્ટનમ, વિજયનગર અને શ્રી કાકુલમ જીલ્લામાં નિચા વિસ્તારોમાં લગભગ 86,000 પરિવારને રાહત શિવિરોમાં સ્થાનાંતરિત કરવાની યોજના બનાવવામાં આવી છે. શ્રી કાકુલમ માં એનડીઆરએફ (NDRF) ના બે દળો માં તેનાત કરી દેવામાં આવ્યા છે.

 

આ સિવાય પણ વિશાખાપટ્ટ્નમમાં એક દળ પણ તૈનાત કરવામાં આવી છે. મોસમ વિભાગ (IMD)નું કહેવુ છે કે, દક્ષિણ બંગાળમાં ભારે વરસાદ અને હવાની ગતિ પણ વધી જશે, જે 28 અને 29 સપ્ટેમ્બરનાં રોજ વધી શકે છે.

29 સપ્ટેમ્બરના રોજ કોલકાતામાં ઉત્તર 24 પરગના અને પુર્વ અને પશ્વિમ મેદિનીપુર,ઝારગ્રામ,હાવડા અને હુગલીમાં ભારે વરસાદની આશંકા છે.  આઇએમડીનું કહેવુ છે કે, બંગાળની ખાડી પર ચક્રવાત બનવાની સંભાવના છે, અને 24 કલાકમાં આ નિમ્ન દબાવ જોવા મળશે .

આ પણ વાંચો : બિહારના મોતીહારમાં બોટ પલટી જતાં 22 લોકો ડૂબ્યા

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment