મુંબઈ : બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલેકે અનેક ભારતીયોના દિલની ધડકન. અનેક ભારતીયોની સવારની ચાની ચુસ્કી એટલેકે શેરમાર્કેટની ટિપ્સ અને અપડેટ. ભારતીય સ્ટોક એક્સચેન્જે અત્યારસુધી અનેક લોકોને કરોડપતિ-અબજોપતિ બનાવ્યાં છે તો અનેક લોકોને રોડ પર પણ લાવ્યાં છે. જોકે જેણે શેરબજારને ધંધો સમજીને કમાણી કરવાનો મોકો શોધ્યો તેમણે હજારો-લાખો-કરોડો કમાયા પરંતુ, જેણે તેને શોર્ટકટ આવકનું સાધન સમજીને સટ્ટો સમજીને કરોડોપતિ-અબજોપતિ બનવાની ચાહના રાહ રાખી તેમને રોડ પર પણ લાવી દીધા છે. ત્રણ દાયકા અગાઉ શરૂ થયેલ 1000ના લેવલેથી શરૂ થયેલ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Dalal Street) આજે 60,000ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે.
Dalal Street
31 વર્ષના નાના, અતિ મહત્વના અને આમ કહીએ ખૂબ જ લાંબી ઈનિંગ બાદ આજે 60,000ની ઐતિહાસિક સપાટી હાંસલ કરી છે. 25મી જુલાઈનો એ દિવસ જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જે ત્રણ ડિજિટ એટલેકે 1000નું લેવલે જોયું હતુ અને આજે 24મી સપ્ટેમ્બર 2021નો આ શુક્રવાર જ્યારે ઈન્ડેકસે 60,000ની ઐતિહાસિક સપાટી કુદાવી છે. આજનો આ ફ્રાઈડે શેરબજારના રસીકો અને ખેલાડીઓ માટે ગુડફ્રાઈડે નહિ ગુડેસ્ટ ફ્રાઈડે રહ્યો છે.
ઈતિહાસમાં પ્રથમ વખત એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસે 30 હજારની સપાટી વટાવીને 60,333નું સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યું છે અને સૌપ્રથમ વખત 60,000ને પાર ક્લોઝિંગ પણ આપી છે.
આ પણ વાંચો : પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી ડિફેન્સ ડીલ: ટાટા-Airbus વચ્ચે 22,000 કરોડનો સોદો
ઈતિહાસ પર એક નજર
31 વર્ષની આ ઐતિહાસિક, સારી-નરસી મુસાફરી દરમિયાન સેન્સેક્સે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 6 ફેબ્રુઆરી, 2006ના રોજ સેન્સેક્સે પ્રથમ વખત 10,000નો આંકડો પાર કર્યો હતો. 29 ઓક્ટોબર 2007ના રોજ સેન્સેકસે પ્રથમ વખત 20,000ની સપાટી સ્પર્શી હતી.
બાદમાં વૈશ્વિક મંદી, અનેક ઉથલપાથલ અને કૌભાંડો ત્યારબાદ મોદી સરકારના આગમન પછી 4 માર્ચ, 2015ના રોજ પ્રથમ વખત 30,000ની સપાટીની સપાટી હાંસલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્સેક્સને 30,000 સુધી પહોંચવામાં 25 વર્ષ લાગ્યા હતા.
BSE બેન્ચમાર્ક ઇન્ડેક્સ 23 મે,2019ના રોજ પ્રથમ વખત 40,000ને સ્પર્શી ગયો. આ વર્ષે 21 જાન્યુઆરી,2021ના રોજ 50,000નું લેવલે પણ ઈન્ડેકસે હાંસલ કર્યું હતુ.
મહત્વની વાત અહિં એ છે કે 2020ની કોરોના મહામારી એટલેકે આજદિન સુધીની વિશ્વની સૌથી મોટી મહામારી છતા આ નવો કીર્તિમાન સ્થાપયો હતો. ચર્ચા અહિં અટકતી નથી દલાલ સ્ટ્રીટ(Dalal Street)એ એક જ વર્ષમાં 50,000 અને 60,000 બંને સાયકોલોજિકલ લેવલને પાર કર્યા છે.
1990માં 1000ના લેવલેથી સેન્સેકસે 25 વર્ષ બાદ 4થી માર્ચ, 2015ના રોજ 30,000નું લેવલે કુદાવ્યું હતુ.
મહત્વની વાત એ છે કે માત્ર 6 વર્ષમાં જ બીજા શબ્દોમાં કહીએ તો 2018માં પણ ઈન્ડેકસ 30,000ના લેવલે હતુ એટલેકે 3 જ વર્ષમાં ડબલ થયું છે.
આ પણ વાંચો : ચીનની કડકાઈને પગલે બિટકોઈન ડોજેકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી કડડભૂસ
સારાની સાથે નરસા દિવસો પણ આવ્યા
આ દરમિયાન સેન્સેક્સ પણ ઘણી બધી અનિચ્છનીય ઘટનાઓનો સાક્ષી બન્યો. સૌથી બે મોટા હર્ષદ મહેતા કાંડ અને લેહમન બ્રધર્સને કારણે આવેલ વૈશ્વિક મંદી. Dalal Streetએ 1992માં હર્ષદ મહેતા કૌભાંડ, 1993માં BSE ભવનની બહાર વિસ્ફોટ, 1999માં કારગિલ યુદ્ધ, અમેરિકામાં આતંકવાદી હુમલો, 2012 સંસદ હુમલો, સત્યમ કૌભાંડ, વૈશ્વિક આર્થિક મંદી, નોટબંધી, PNB કૌભાંડ અને કોરોના મહામારી જેવી અનેક ઇવેન્ટ્સનો સામનો કર્યો છે. અનેક વખત બીએસઈ અને એનએસઈના ટર્મિનલ બંધ થઈ જવા, એક્સચેન્જ પર કોઈ પણ સોદા ન થવા સહિતની અનેક ઘટનાઓના સાક્ષી માત્ર રોકાણકારો જ નહિ પરંતુ, બીએસઈ ખુદ પોતે પણ બન્યું છે.
કોરોના બાદ દલાલ સ્ટ્રીટમાં ડ્રીમ રન
સેન્સેક્સ આ વર્ષે અત્યાર સુધીમાં 25% વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં તે 9% વધ્યો છે. શુક્રવારે સેન્સેક્સ 163.11 અથવા 0.27 ટકા વધીને 60,048.47 પર બંધ થયો. રિલાયન્સ, એચડીએફસી બેન્ક અને ઇન્ફોસિસ જેવી કંપનીઓએ આ તેજીમાં મોટો ફાળો આપ્યો હતો.
આ પણ વાંચો : વિકાસ-વિકાસ-વિકાસ : અબકી બાર સેન્સેકસ 60 હજારી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4