મુંબઈ : આજે રોકાણકારોથી લઈને સામાન્ય વર્ગના લોકો શેરબજારને કમાણીનું સાધન ગણે છે અને શેરમાં પૈસા રોકી નફો કમાવાની ગણતરી રાખે છે. પરંતુ તમે જાણો છો કે આ શેરમાર્કેટ દેશમાં કયારથી છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ ? હકીકતમાં શેર માર્કેટનો વિચાર એક વેપારીને આઝાદીના થોડા સમય બાદ આવ્યો અને તેણે જ તેની સ્થાપના કરી. તેની શરૂઆતનો કારોબાર જે જગ્યા પર થતો તે મુંબઈનો વિસ્તાર દલાલ સ્ટ્રીટ (Dalal Street History) ગણાતો જેથી એશિયાના આ સૌથી જુના શેરબજારને દલાલ સ્ટ્રીટનું કાયમી સરનામું મળી ગયું અને આ વિસ્તાર તેની એક ઓળખ બની ગયો. અને જોતજોતામાં મુંબઈ જ દેશની આર્થિક મહાનગરી બની ગઈ. મુંબઈ શેરબજાર (Share Market)ની ઓળખ છે તો શેરબજાર મુંબઈની ઓળખ છે, આમ બન્ને એકમેકના પર્યાય છે.
Dalal Street History
દલાલ સ્ટ્રીટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મુંબઈ શહેરનો એક વિસ્તાર છે, જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) (ફિરોઝ જીજીભોય ટાવર) અને અન્ય કેટલીક શેરબજાર સંબંધિત નાણાકીય કંપનીઓ અને સંસ્થાઓ આવેલ છે. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બોમ્બે સમાચાર માર્ગ અને હમામ શેરીને જોડતા માર્ગ પર આ નવી જગ્યાએ ખસેડવામાં આવી હતી, તે પહેલાં વર્ષ 1874થી આ માર્ગને દલાલ પથ અથવા દલાલ સ્ટ્રીટ (Dalal Street History) નામ આપવામાં આવ્યું હતું. તેમ જ ગુજરાતી શબ્દ દલાલનો અર્થ ખરીદનાર અને ગ્રાહક વચ્ચેનો માણસ (અંગ્રેજી ભાષામાં બ્રોકર) એવો થાય છે. ન્યૂયોર્ક શહેરમાં આવેલ વોલ સ્ટ્રીટની જેમ જ દલાલ સ્ટ્રીટ શબ્દનો ઉપયોગ બીએસઈના પર્યાયવાચી શબ્દ તરીકે પણ કેટલીક વખત સમગ્ર ભારતીય નાણાકીય સંસ્થાઓ કરતી હોય છે.
વટ વૃક્ષ નીચે થઈ શરૂઆત
વર્ષ 1949માં 318 વ્યક્તિઓએ એક રૂપિયાની પ્રવેશ ફી સાથે વડના ઝાડ નીચે શેરમાર્કેટની સૌપ્રથમ શરૂઆત કરી હતી. આમતો શેરમાર્કેટની સ્થાપનાનો ફાળો કોટન કિંગ અને બુલિયન કિંગ પ્રેમચંદ રોયચંદ નામના ગુજરાતી વેપારીને જાય છે. તેમના થકી જ શેર માર્કેટને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નામ અપાયું. BSE એશિયાનું સૌથી જુનું શેરબજાર છે અને તેની સ્થાપનાનો શ્રેય ચાર ગુજરાતી અને એક પારસી શેરદલાલો (Share Broker)ને ફાળે જાય છે. આ જ મહાનુભાવોએ 1950ના અરસામાં મુંઈના ટાઉનહોલની સામે વડના ઝાડ નીચે બેસી ચર્ચા કરી શેર માર્કેટની શરૂઆત કરેલી. આ પછી શેરદલાલોની સંખ્યા દિવસેને દિવસે ઉત્તરોત્તર વધતી ચાલી.
કઈ રીતે પડ્યું નામ?
મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં હાર્નિમન સર્કલના ટાઉનહોલ નજીકમાં આવેલા વડના ઝાડ નીચે આ ચાર-પાંચ શેરદલાલોએ ભેગા મળીને સોદાઓ પાડ્યા. લગભગ એક દસકા પછી દલાલ મેડોઝ સ્ટ્રીટ અને એમજી રોડ જંક્શન પર વટ વૃક્ષ નીચે ભેગા થયા પછી આ સ્ટ્રીટ દલાલ સ્ટ્રીટ(Dalal Street History)ના નામે ઓળખાવા લાગી.
Bulls and Bears
અમેરિકી ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપની મોટલી ફુલ અનુસાર, બિયર એટલે કે ભાલુ (Beer) જ્યારે કોઈપણ વસ્તુ પર તરાપ મારે ત્યારે તેના પંજા નીચે હોય છે અને તેથી જ બિયરને પડતાનું પ્રતિક માનવામાં આવે છે. શેરમાર્કેટમાં અમુક દલાલો બુલ ગણાય છે જે માર્કેટને ઉપરની દિશા તરફ લઈ જાય છે. એવું માનવામાં આવે છે કે બુલ એટલે સાંઢ (Bull) હંમેશા પોતાના શીંગડા ઉપર કરી હુમલો કરતો હોય છે એટલે તેને આ ઉછાળા અને લાભવાળા બજારનું પ્રતિક મનાય છે. અહિં અમુક દલાલો બજારને નીચે લઈ જઈને ફાયદો મેળવે છે જ્યારે અમુક દલાલો બજારને નીચું લઈ આવીને પોતાનો ફાયદો મેળવે છે.
આ પણ વાંચો : રાકેશ ટીકૈતે જો બાયડનને કરી અપીલ, પીએમ મોદી સાથેની મુલાકાતમાં ખેડૂતો પર કરે ચર્ચા
શેર બ્રોકર્સ
મુળરૂપે તો રોકાણકારે દલાલ દ્વારા રોકેલા નાણાને ડબલ કરવાનું કામ દલાલો કરતા હોય છે. આજના સમયમાં એન્જલ બ્રોકિંગ અને રાકેશ ઝુનઝુનવાલા જેવા બ્રોકરોનું નામ જાણીતું છે જેઓ રોકાણકારો (Investors)ના નાણાને રોકીને સારા રિટર્ન (Return)ની ગેરન્ટી આપે છે. પરંતુ શેર માર્કેટ એવી જગ્યા છે જ્યાં ક્યારેય કોઈ ગેરન્ટી નથી મળતી. આ સાદી ભાષામાં સટ્ટા બજાર છે જ્યાં તમારો લાભ કે નુકશાન માત્ર નસીબ પર આધાર રાખે છે. એક્સપર્ટ બ્રોકર્સની સલાહ પછી પણ તમારૂ રોકાણ ન ડૂબે તેની કોઈ ગેરન્ટી નથી. આજે તો માર્કેટમાં બ્રોકરો સિવાય સલાહકારો (Share Market Advisers) પણ મળી રહે છે.
શેરબજાર શું છે ?
મૂડી બજારનું ગૌણ સ્તર તે છે જેને આપણે શેર બજાર અથવા સ્ટોક એક્સચેંજ કહીએ છીએ. સ્ટોક એક્સચેંજ એ વર્ચ્યુઅલ માર્કેટ છે જ્યાં ખરીદદારો અને વેચાણકર્તાઓ હાલની સિક્યોરિટીઝમાં વેપાર કરે છે. તે એક સંસ્થા અથવા આવી કોઈ સરકારી સંસ્થા દ્વારા હોસ્ટ કરેલું બજાર છે જ્યાં શેર, શેરો, ડિબેન્ચર્સ, બોન્ડ્સ, ફ્યુચર્સ, ઓપ્શન્સ વગેરેનો વેપાર થાય છે.
સ્ટોક એક્સચેંજ એ ખરીદદારો અને વેચાણકર્તાઓ માટે એક બેઠક સ્થળ છે. આ દલાલ, એજન્ટો, વ્યક્તિઓ હોઈ શકે છે. ચીજવસ્તુની કિંમત માંગ અને પુરવઠાના નિયમો દ્વારા નક્કી કરવામાં આવે છે.
શેર માર્કેટ કઈ રીતે કામ કરે છે?
એક વાર્તામાં શેર માર્કેટ વિશે એક વાર્તાનું ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એક ગામમાં બહારથી આવેલ પરદેશી યુવાન ગામના રહેવાસીઓને ગામમાં જ વાંદરાઓને પકડવાના કામ બદલ નાણા આપવાની વાત કરે છે અને આગામી સમયમાં યુવાન તે વાંદરા પકડવાના કામ બદલ મળતા વળતરની રકમ વધારતો જાય છે. એક સમય ગામના લોકો પોતાનો કામ-ધંધો-ખેતી તમામ કમાણી (Earnings)ના સાધનો મુકી લઈને વાંદરા પકડવા પાછળ લાગી જાય છે અને બીજી તરફ વાંદરાની સંખ્યા ઘટતી જાય છે. મહામહેનતે વાંદરા પકડવાનું કામ કર્યા પછી એક સમયે એ યુવાન આ તમામ વાંદરાઓને ખરીદી ભાવથી 75 ટકા ભાવે વેચવા તૈયાર થાય છે અને ગામડાની ભોળી પ્રજા આ માટે પણ તૈયાર થઈ જાય છે. એક સમય એવો આવે છે જ્યારે યુવાન ફરી ગ્રામજનોને છોડેલા વાંદરા ફરી પકડી લાવવા કહી વધુ ઈનામની લાલચ આપીને પોતાને દેશ ચાલ્યો જાય છે. ત્યારે પાછળથી ગ્રામજનો યુવાનના પોકળ વચનો યાદ કરીને અને પોતાના જ ધંધા બંધ કરી આ કામ પર ધ્યાન દઈને સમય અને નાણા વેડફ્યાનો અનુભવ કરે છે. વાર્તા પરથી સમજાય છે કે, શેરમાર્કેટનું એવું જ છે. તમે રોકાણ કરીને વધુ કમાણી મેળવવા લાલચે લાંબા થઈ જાવ અને પોતાની તમામ મૂડી ખર્ચી નાખો તો તમારા હાથ પસ્તાવા અને નુકશાન સિવાય કઈ નહિં લાગે. રોકાણ હંમેશા અંગત વસ્તુ રહી છે. જેથી સમજી-વિચારીને વધારાના નાણા રોકવા યોગ્ય છે પરંતુ ખિસ્સા ખર્ચી કે મૂડીને બમણી કરવાના ઈરાદે રોકાણ કર્યું અને પછી વળતરમાં કઈ હાથ ન લાગ્યું તો એવા લાખો રોકાણકારોના કિસ્સાઓ મોજુદ છે જેમણે શેરમાર્કેટમાં પોતાના નાણા ધોયા છે. નસીબ (Luck) હોય તો કમાણી પણ થાય જ છે. પરંતુ આ શક્યતાઓ પર જીવાતું નથી.
શેરમાર્કેટ ઈન્ડેક્સ સર્વોચ્ય સપાટીએ
હજૂ ગઈકાલે જ શેરમાર્કેટ તેની સર્વોચ્ય સપાટીએ 60,000ના આંકને પાર કરી ગયો. 9 જુલાઈએ શેરબજારની સ્થાપનાને 142 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ શેર બજારની શરૂઆત એક વૃક્ષની નીચે થયેલી તે જાણીને તમને પણ નવાઈ લાગશે. આજની તારીખમાં વિશ્વભરના રોકાણકારો ભારતના શેર બજારમાં નાણા રોકીને અઢળક કમાય છે. જેથી દેશમાં FPIનો હિસ્સો દિવસે-દિવસે વધી રહ્યો છે. દેશ-દુનિયામાંથી રોકાણકારો ભારતીય શેર માર્કેટમાંથી સારૂ રિટર્ન મળતા નાણા રોકવા આકર્ષાય છે. હાલના સમયની વાત કરીએ તો, છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યામાં કંપનીઓ BSE પર લિસ્ટ થઈ અને રોકાણકારોને તગડું રિટર્ન આપી આકર્ષ્યા. છેલ્લા બે વર્ષમાં ઘણી કંપનીઓના IPO બહાર પડ્યા અને લોકોને સારા એવા રિટર્ન મળ્યા. મોટાભાગના આઈપીઓ પ્રિમિયમ પર ખુલ્યા હોવાથી રોકાણકારોમાં રાજીપો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4