રાજસ્થાનના હનુમાનગઢમાં એક દલિત વ્યક્તિનએ માર મારીને તેની હત્યા કરવાની ઘટના સામે આવી છે. જેને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. ઘણા નેતાઓ કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. ભાજપથી લઈને ઘણા પક્ષોએ ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે. ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય ચંદ્રશેખરે આ બાબત અંગે કહ્યું છે કે જો રાજ્યનું સંચાલન ન થઈ રહ્યું હોય તો સીએમ ગેહલોતે રાજીનામું આપવું જોઈએ.
ચંદ્રશેખરે સીએમ ગેહલોતના રાજીનામાની કરી માંગ
ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ટ્વીટ કરીને લખ્યું છે કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સરકારમાં માત્ર પક્ષોનો જ તફાવત છે. દલિત અત્યાચારના કિસ્સામાં, બંને સરકારો સમાન છે, હનુમાનગઢમાં દલિતની લિંચિંગ પીડાદાયક છે. અશોક ગેહલોત જી જો કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી તો રાજીનામું આપો.
राजस्थान और यूपी सरकार में बस पार्टियों का अंतर है। बाकी दलित उत्पीड़न के मामले में दोनों सरकारें एक ही हैं। हनुमानगढ़ में एक दलित की पीट-पीट कर की गई हत्या पीड़ादायक है।@ashokgehlot51 जी, आप तमाशा देखने के लिए बैठे हैं क्या? कानून व्यवस्था नहीं संभल रही है तो इस्तीफा दे दीजिए।
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) October 10, 2021
આ પણ વાંચો:પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં પ્રિયંકા ગાંધીની ગર્જના, લખીમપૂર ખીરીને લઈને સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસે મગરના આંસુ વહેવાનું બંધ કરવું જોઈએ:માયાવતી
બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. માયાવતીએ ટ્વિટ કરીને લખ્યું કે આ ઘટના ખૂબ જ દુ:ખદ અને નિંદનીય છે, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ શા માટે મૌન છે. શું પંજાબ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ત્યાં જઈને પીડિત પરિવારને 50-50 લાખની મદદ આપશે? બસપા જવાબ માંગે છે નહીંતર દલિતના નામે મગરના આંસુ વહેવાનું બંધ કરો.
1. राजस्थान के हनुमानगढ़ में दलित की पीट-पीट कर की गई हत्या अति-दुःखद व निन्दनीय, लेकिन कांग्रेस हाईकमान चुप क्यों? क्या छत्तीसगढ़ व पंजाब के सीएम वहाँ जाकर पीड़ित परिवार को 50-50 लाख रुपये की मदद देंगे? बीएसपी जवाब चाहती है वरना दलितों के नाम पर घड़ियाली आँसू बहाना बन्द करें।
— Mayawati (@Mayawati) October 10, 2021
ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
આ સિવાય ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ગૌરવ ભાટિયાએ પૂછ્યું છે કે રાજસ્થાનમાં એક દલિતની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે, શું રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ચરણજીત સિંહ ચન્ની અને ભૂપેશ બઘેલ ત્યાં જશે?
પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી
તમને જણાવી દઈએ કે, એક માણસને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વાયરલ વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે તે રાજસ્થાનનો છે, જ્યાં એક દલિતને લોકોએ એટલો માર માર્યો હતો કે તેનું મોત નીપજ્યું હતું. રાજસ્થાન પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હનુમાનગઢ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે પોલીસે પીડિત પરિવારને 4 લાખ 12 હજાર 500 રૂપિયા આર્થિક સહાય તરીકે આપ્યા છે.
राजस्थान में एक दलित को पीट-पीट कर मार दिया गया, नृशंस हत्या की गई।
क्या राहुल गांधी, प्रियंका वाड्रा गांधी, चन्नी जी, भूपेश बघेल जी वहां जाएंगे?
– श्री @gauravbh pic.twitter.com/hLiGChGfzb
— BJP (@BJP4India) October 9, 2021
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના હનુમાનગઢમાં એક દલિત વ્યક્તિનએ માર મારીને તેની હત્યા કરવાની ઘટના સામે આવી છે. જેને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. ઘણા નેતાઓ કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. ભાજપથી લઈને ઘણા પક્ષોએ ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે. ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય ચંદ્રશેખરે આ બાબત અંગે કહ્યું છે કે જો રાજ્યનું સંચાલન ન થઈ રહ્યું હોય તો સીએમ ગેહલોતે રાજીનામું આપવું જોઈએ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4