Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 17.
Homeન્યૂઝઉપલેટામાં ભારે વરસાદને કારણે મગફળી અને કપાસ જેવા પાકોને નુકસાન – ચોમાસુ પાકને નુકસાન થવાની ભીતિ

ઉપલેટામાં ભારે વરસાદને કારણે મગફળી અને કપાસ જેવા પાકોને નુકસાન – ચોમાસુ પાકને નુકસાન થવાની ભીતિ

Farmer
Share Now

ઉપલેટામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવતા મગફળી, કપાસ સહિતના પાકને મોટો ફટકો, ચોમાસુ પાક નિષ્ફળ થવાની ભીતિ

– મોજ, વેણુ અને ભાદર નદીમાં આવેલ ઘોડાપૂરથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાની – સર્વે કરાવીને વહેલી તકે વળતર ચૂકવવા માટે માંગ – ખેડૂતો, ભાગિયાઓ અને મજૂરોની કફોડી હાલત

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ભારે નુકશાની દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વધુ વરસાદના પગલે ખેડૂતોનો ચોમાસુ પાક પણ સંપૂર્ણ નિષ્ફળ થવાની ભીતિએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ કરેલા ચોમાસુ પાકના વાવેતર બાદ છેલ્લા એક સપ્તાહમાં પડેલા વરસાદ પગલે ખેતરમાં ઉભા મોલ જોતા નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે.

Farmer

નદીમાં આવેલ ઘોડાપૂરથી ખેતરમાં ભારે નુકસાની

ઉપલેટા પંથકમાં સોમ અને મંગળવાર એમ કુલ 2 દિવસથી ધોધમાર વરસાદ પડતાં અહીંના જળાશયોમાં આવેલ પાણીની આવકથી ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલતા ઉપલેટા તાલુકામા આવેલ મોજ, વેણુ અને ભાદર નદીમાં આવેલ ઘોડાપૂરથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : કુંવરજી બાવળિયાનું પત્તું કપાતા વીંછીયા બંધનું એલાન, બાવળિયાએ કરી સ્પષ્ટતા

ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે

ઉપલેટા પંથકમાં વરસાદ આવ્યો તો ખરા પણ એવો વરસાદ આવ્યો કે હાલ વરસાદ વરસ્યા બાદ ખેડુતના આંખોમાંથી આંસુઓ પણ વહી રહ્યા છે કારણકે મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરી ચૂકવી અને તૈયાર થવા આવેલ મોલ જાણે છીનવાઈ ગયો હોય તેમ વરસાદ થંભી ગયા બાદ ખેડૂતો જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે મહામુલો ચોમાસુ પણ સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ખેડૂતો, ભાગિયાઓ અને મજૂરોની હાલત પણ કફોડી થઈ છે.

Farmer

સર્વે કરાવીને વહેલી તકે વળતર ચૂકવવા માટે માંગ

ઉપલેટા પંથકમાં છેલ્લા બે વર્ષથી ખેડૂતોને ભારે વરસાદ અને પૂરને કારણે નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવે છે તે સહાય ખેડૂતોને આર્થિક ઉગારતિ નથી તેથી સર્વે કરાવીને વહેલી તકે વળતર ચૂકવવા માટે માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે અને સરકાર દ્વારા નુકશાનના સાચા આંકડાઓ જણાવીને ખેડૂતોને પૂરતું અને સંતોષકારક સહાય ચૂકવવા જગતના તાત ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખતા માલૂમ પડી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment