Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝરેવદાંડા પોર્ટ નજીક કાર્ગો વેસલની જળસમાધિ, દમણ કોસ્ટ ગાર્ડે 16 ખલાસીઓને કર્યા રેસક્યુ

રેવદાંડા પોર્ટ નજીક કાર્ગો વેસલની જળસમાધિ, દમણ કોસ્ટ ગાર્ડે 16 ખલાસીઓને કર્યા રેસક્યુ

Maharashtra’s Revdanda Port.
Share Now

રાજ્યના રાયગડ જિલ્લામાં રેવદાંડા બંદર નજીક ડૂબી રહેલી એમવી મંગલમ નૌકામાંથી દમણ સ્થિત ભારતીય કોસ્ટ ગાર્ડનાં જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સર્વે 16 ખલાસીઓને ( Daman Cost Guard Recue ) સુરક્ષિત રીતે ઉગારી લીધા હતા. ખરાબ હવામાન વચ્ચે કોસ્ટ ગાર્ડના જવાનોએ આ સાહસિક કામગીરી પાર પાડી હતી. 

મહારાષ્ટ્રના રાયગઢ નજીક દરિયામાં ગુરૂવાર 17 જૂને સવારે ભારતીય ધ્વજ ધરાવતી એમવી મંગલમ (IMO – 9084619)ના સેકન્ડ ઓફિસર પાસેથી દમણના કોસ્ટ ગાર્ડને તોફાની સમુદ્ર વચ્ચે ડૂબતી નૌકા વિશે માહિતી આપવામાં આવી હતી. રેવદાંડા જેટ્ટીથી 3 કિમી અંતરે ડૂબતી આ નૌકામાં 16 ખલાસી હતા.

Daman Cost Guard Recue

 

  • રેવદાંડા જેટ્ટીથી 3 કિમી અંતરે ડૂબતી આ નૌકામાં 16 ખલાસી હતા
  • નૌકામાં પાણી ભરાઈ જવાથી એક બાજુ ઝૂકી ગઈ હતી
  • સુભદ્રા આશરે 10.15 કલાકે ડૂબતી નૌકા પાસે આવ્યું
  • 16 ખલાસીને ઉગારી લેવાયા હતા
  • ચાલક દળના બચાવી લેવામાં આવેલા સદસ્યોને રેવડંડા લઇ જવાયા 

 

નૌકામાં પાણી ભરાઈ જવાથી એક બાજુ ઝૂકી ગઈ હતી

આ નૌકામાં પાણી ભરાઈ જવાથી એક બાજુ ઝૂકી ગઈ હતી.nઆથી નૌકાનો કપ્તાન ખલાસીઓને જાણ કરીને નૌકા છોડી દેવાનો ઓર્ડર કર્યો હતો. જોકે, કોસ્ટ ગાર્ડે કોઈપણ ભોગે નૌકા પર જ રહેવા માટે તેમને વિનંતી કરી હતી. આ પછી કોસ્ટગાર્ડનું જહાજ સુભદ્રા કુમારી ચૌહાણને દિઘી બંદર તરફ મોકલવામાં આવ્યું હતું. આ સાથે બે હેલિકોપ્ટર પણ આઈસીજી એર સ્ટેશન દમણથી બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યાં હતાં. સુભદ્રા આશરે 10.15 કલાકે ડૂબતી નૌકા પાસે આવ્યું હતું.

Daman Cost Guard Recue

સ્થિતિનું આકલન કર્યા પછી ખરાબ હવામાન અને તોફાની સમુદ્ર વચ્ચે ખલાસીઓને બચાવવા માટે સુભદ્રામાંથી બોટ નીચે ઉતારવામાં આવી હતી. આ સાથે હેલિકોપ્ટરો પણ આવી ગયાં હતાં અને ખલાસીઓને ઉપાડી લેવાનું કામ શરૂ કર્યું હતું. આમ 16 ખલાસીને ઉગારી લેવાયા હતા. તેમને મહારાષ્ટ્રના રેવદાંડા લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો હોવાનું કોસ્ટ ગાર્ડનાં સૂત્રોએ જણાવ્યું હતું.

ચાલક દળના બચાવી લેવામાં આવેલા સદસ્યોને રેવડંડા લઇ જવામાં આવ્યા હતા અને તેમની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ચાલક દળના બધાજ સદસ્યો સુરક્ષિત અને સ્વસ્થ છે.

 

આ પણ વાંચો: જગન્નાથ રથયાત્રાને લઈને મોટા સમાચાર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment