Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝઅમેરિકા-ચીન વચ્ચે જામ્યું વધુ એક યુદ્ધ: Data War

અમેરિકા-ચીન વચ્ચે જામ્યું વધુ એક યુદ્ધ: Data War

Share Now

બેંગલોર : વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા માટે અને વિશ્વભરના દેશો પર પ્રત્યક્ષ-પરોક્ષ રીતે કાબૂ મેળવવા માટે અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા બે દાયકાથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. 2016 બાદ વિશ્વએ જોયેલ વેપાર યુદ્ધ બાદ વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે.

યુએસના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બિઝનેસ માઈન્ડસેટ સાથે વેપાર ઘટાડવા માટે શરૂ કરેલ ટ્રેડ વોર(વેપાર યુદ્ધ)માં બંને દેશોએ માત્ર પોતાની અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વઅર્થતંત્રને હચમચાવી દીધું હતું.

અમેરિકા અને ચીન વચ્ચેના આ યુદ્ધમાં ચીને ચોતરફી કૂટનીતિ વાપરીને અમેરિકાને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટ્રમ્પની આકરી નીતિ સામે અંતે બંને પક્ષોએ વેપાર સમજૂતી કરીને સમાધાન કર્યું હતું.

બાઈડન પણ આકરા પાણીએ :

2020માં અમેરિકનોએ ફરી ટ્રમ્પને સત્તારૂઢ બનવાનો મોકો ન આપતા ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડેનના શિરે 46મા રાષ્ટ્રપતિનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. જોકે બાઈડેને પણ અમેરિકાની પ્રજા અને અમેરિકન કંપનીઓના હિતમાં અનેક નિર્ણયો લેતા ચીન અકળાયું છે. બાઈડન સરકારે વધુ 23 ચાઈનીઝ કંપનીઓને એક્સપોર્ટ બ્લેકલિસ્ટમાં મુકતા ચીને પણ સામે વળતો પ્રહાર કરવાની તૈયારી આદરી હતી.

New Cold War Between US and China Calls Data War

ગત સપ્તાહે ચીને અમેરિકા સહિત વિશ્વભરમાં લિસ્ટેડ ચાઈનીઝ કંપનીઓને ચીનના લોકોની પ્રાઈવાસી અને તમામ અંગત માહિતી વિશે સજાગ રહેવા આદેશ કર્યો છે. ચીનની સરકારે પણ વિદેશ લિસ્ટેડ કંપનીઓ ખાસ કરીને ટેકનોલોજી સેક્ટરની કંપનીઓ પર સર્વેલન્સ વધાર્યું હતું અને તેમને દેશના એન્ટી-મોનોપોલી કાયદાનું અચૂક પાલન કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : IMAની ચેતવણી- ‘કોરોના ગયો નથી, ગફલતમાં ના રહો, ત્રીજી લહેર નજીક’

જોકે ચીનના એન્ટીટ્રસ્ટે સાયબર સિક્યોરિટી પર નજર કરતા જણાયું કે ચીની નાગરિકો અને અન્ય અંગત માહિતી અમેરિકન બજારમાં ચાઈનીઝ કંપનીઓ દ્વારા આપવામાં આવી છે તો એન્ટીટ્રસ્ટે અબજો ડોલરની પેનલ્ટી ફટકારી છે અને પ્રાઈવાસી મુદ્દે કોઈપણ બાંધછોડ નહીં કરવાની સૂચના આપી છે.

ચીનની બેવડી નીતિ :

જોકે ચીનની ફિતરત છે કે અન્ય દેશો કે વ્યક્તિઓ પાસેથી ચૂંથી લેવાથી દરેક વસ્તુ લઈને તેને નિર્ધાર કરીને મૂકી દેવો. ચીનની સરકારને અન્ય દેશો પર, અન્ય દેશના લોકો પર નજર રાખવી છે, તેમની માહિતી એકત્ર કરવી છે પરંતુ પોતાના દેશનો ડેટા અન્ય દેશને જરૂરી હોય તો પણ આપવા માટે ખચકાટ અને ખટારગ ઊભો કરવાની ટેવ છે. પોતાના દેશમાં પ્રાઈવસીના નામે લોકોની તમામ માહિતી પોતાના પાસે રાખવી અને તેમના પર નજર રાખવાની ફિતરત જિનપિંગની છે પરંતુ, અન્ય દેશમાં ચાઈનીઝ કંપનીઓએ જરૂરી માહિતી શેર ન કરવાનું દોગલું અભિગમ રાખવું છે. જોકે ચીનની આ અવળચંડાઈ અમેરિકા, ભારત, રશિયા, તાઈવાન જેવા દેશો સમજી ગયા છે તેથી ચીની કંપનીઓ અને તેમની નીતિ પર હવે ચાંપતી નજર રાખે છે.US and China Data War-Privacy of People

અમેરિકાએ પણ ચાઈનીઝ કંપનીઓના લિસ્ટિંગ માટેના નિયમોમાં ફેરફાર કર્યા બાદ ચીની સરકારનું લોહી ઉકળ્યું છે અને હવે ચીનની કંપનીઓને જ બાનમાં લઈ રહી છે. રવિવારે એન્ટી-મોનોપોલી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ચીનની સૌથી મોટી રાઈડ હેલિન્ગ કંપની અને અલીબાબા-ટેનસેન્ટ સહિતની ટેકનોલોજી કંપનીઓને 5 લાખ યુઆનાનો દંડ ફટકાર્યો હતો.

આ પેનલ્ટીના માત્ર એક અઠવાડિયા પહેલા જ દીદીનું અમેરિકન બજારમાં લિસ્ટિંગ થયું હતું. દીદીએ 4.4 અબજ ડોલર એકત્ર કરવા માટે ન્યૂયોર્ક એક્સ્ચેન્જ પર લિસ્ટિંગ કર્યુ હતું. 2014માં અલીબાબા બાદનું આ ચાઇનીઝ કંપનીનું સૌથી મોટું લિસ્ટિંગ હતું.

આ પણ વાંચો : Bhuj Trailer Out : એક્શન ડ્રામાથી ભરપુર છે અજય દેવગનની ફિલ્મ ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ નું ટ્રેલર

DATA WAR :

વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી અને સોશિયલ મીડિયા જાયન્ટ કંપનીઓ ચીન અને અમેરિકાની જ છે. આગામી સમયમાં હવે ડેટા એટલેકે માહિતી જ નવું ઈંધણ હશે જે વિશ્વજગતને આગળ લઈ જશે.

ભારતના સૌથી ધનાઢય વ્યક્તિ મુકેશ અંબાણીએ પણ રિલાયન્સની 2016ની વાર્ષિક સામાન્ય સભામાં જિયોના લોન્ચિંગ વખતે Data is New Oilનું સૂત્ર આપ્યું હતું અને હવે આ જ ડેટા અને પ્રાઈવસી પર વિશ્વજગતમાં શીત યુદ્ધ(Cold War/Data War) શરૂ થયું છે, જેને બીજા શબ્દોમાં ડેટા વોર (Data War) પણ કહેવામાં આવશે.

આ યુદ્ધમાં સૌથી મોટું જરૂરી બજાર ભારતનું જ હશે તેથી ભારત સરકારે પણ અત્યારથી જ પ્રાઈવાસી અંગે વિચારીને નામચીન દેશોના બૅન્ચમાર્ક કાયદાને અનુરૂપ નીતિ-નિયમો ઘડે અને લોકોની માહિતીને દેશમાં જ સાચવે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment