કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હવે કેપ્ટન વિરાટ કોહલીને ટેકો આપ્યો છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતની સતત બે હારથી હાહાકાર મચી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી તેના પરિવારને ધમકી મળી રહી છે.ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે મળેલી હાર પછી ઝડપી બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવાયો. કેટલાક યુઝર્સે શમીના ધર્મ પર નિશાન સાધીને તેને ગદ્દાર કહી દીધો. એના પછી કપ્તાન વિરાટ કોહલી આવા ટ્રોલર્સ પર જોરદાર વરસી પડ્યો હતો અને તેણે કહ્યું હતું કે જે લોકોએ આવું કર્યું છે તેઓ કરોડરજ્જુ વિનાના હોય છે.જોકે ટ્રોલર્સને વિરાટની નારાજગી યોગ્ય ન લાગી અને તેઓ તેની પુત્રીને લઈને ગાળો અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવા લાગ્યો, એટલે સુધી કે રેપની ધમકી પણ આપતા રહ્યા. રેપ અંગે સંકળાયેલી આ પોસ્ટ આંદ્રે બોર્ગેસે શેર કરી છે.
રાહુલગાંધીએ આપ્યું વિરાટ કોહલીને સમર્થન
Dear Virat,
These people are filled with hate because nobody gives them any love. Forgive them.
Protect the team.
— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2021
એક ટ્વીટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિરાટ કોહલીને અપીલ કરી હતી કે આ તમામ લોકો (ટ્રોલ્સ) નફરતથી ભરેલા છે, જેમને કોઈ પ્રેમ આપતું નથી. તેમને માફ કરો. તમે ટીમને બચાવો.
રાહુલએ પહેલા પણ સમર્થન આપ્યું હતું મોહમ્મદ શમીને
Mohammad #Shami we are all with you.
These people are filled with hate because nobody gives them any love. Forgive them.
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2021
તાજેતરમાં જ જ્યારે પાકિસ્તાન સામેની હાર બાદ મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવ્યો ત્યારે પણ રાહુલ ગાંધીએ તેમનું સમર્થન કર્યું હતું. રાહુલ ગાંધીએ મોહમ્મદ શમીને આવા નફરત વાળા લોકોને માફ કરવા પણ કહ્યું હતું કારણ કે કોઈ તેમને પ્રેમ આપતું નથી.
ભારતની હાર બાદ કોહલીની 10 મહિનાની પુત્રીને મળી હતી રેપની ધમકી
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી બધાના નિશાના પર છે. ખરાબ કેપ્ટન્સી, ટીમનું ખરાબ પ્રદર્શન ઘણું કહેવામાં આવ્યું છે, પરંતુ તેનાથી પણ ખરાબ વાત એ છે કે વિરાટ કોહલીની 10 મહિનાની પુત્રી અંગે વાંધાજનક વાતો થઈ છે. દિલ્હી મહિલા આયોગે પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ડીસીડબ્લ્યુએ દિલ્હી પોલીસને આ કેસમાં એફઆઈઆર નોંધાવવા અને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : યુવરાજ સિંહનાં ફેન માટે આવ્યા ખુશીના સમાચાર, પબ્લિક ડિમાન્ડ પર મેદાનમાં પરત ફરશે Yuvi
વિરાટ કોહલી ટ્રોલર્સનું નિશાન બન્યો
વિરાટ કોહલીની છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે, માત્ર તેની હાર પાછળનું કારણ જ નહીં. વાસ્તવમાં થોડા દિવસો પહેલા વિરાટ કોહલીએ દિવાળી ઉજવવાની યોગ્ય રીતની વાત કરી હતી, જેના માટે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. બાદમાં વિરાટ કોહલીએ જ્યારે પોતાની ટીમના સભ્ય મોહમ્મદ શમીનો બચાવ કર્યો ત્યારે પણ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને નિશાન બનાવવામાં આવ્યો હતો. ભારતીય ટીમનો કેપ્ટન ટ્રોલર્સની નજરહેઠળ આવ્યો ત્યારે ઘણા વિસ્તારોના લોકો તેને બચાવવા આવ્યા છે.
ધોનીની પુત્રીને પણ મળી હતી ધમકી
આ પ્રથમ બનાવ નથી, જેમાં ટ્રોલર્સે ક્રિકેટર્સના પરિવારને નિશાન બનાવ્યો હોય. IPLમાં ફેલ થવા પર ટ્રોલર્સે ધોનીની પત્ની સાક્ષીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની 5 વર્ષની પુત્રી જીવા સાથે રેપની ધમકી આપી હતી. ત્યારે એક્ટ્રેસ નગમાએ આ વાતની નિંદા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે આ દેશમાં શું થઈ રહ્યું છે?
ધોનીની પુત્રી સાથે દુષ્કર્મ કરવાના મામલે કચ્છથી એક કિશોરની ધરપકડ કરાઈ હતી. આરોપી 16 વર્ષનો અને ધો.11નો સ્ટુડન્ટ હતો. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પકડાયા પહેલાં જ આરોપીએ વિવાદાસ્પદ કોમેન્ટ સોશિયલ મીડિયા પરથી ડિલિટ કરી દીધી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4