Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝટાંકીમાં સફાઈ કરવા ઉતરતા 5 મજૂરોના મોત, આ મોત માટે જવાબદાર કોણ?

ટાંકીમાં સફાઈ કરવા ઉતરતા 5 મજૂરોના મોત, આ મોત માટે જવાબદાર કોણ?

gandhinagar death
Share Now

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાત્રજ ખાતે દવા બનાવતી એક ફાર્મા કંપનીમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. કલોલના ખાત્રજ ખાતે આવેલ તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કમાં એક સફાઇ કર્મચારી ઉતર્યો હતો. ત્યારે તેનો જીવ જોખમમાં મૂકાતા બીજા ચાર લોકો તે સફાઇ કર્મચારીનો જીવ બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે સફાઇ કર્મચારી સહિત પાંચેય મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને પાંચેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. 

દૂષિત પાણીના રિસાઈકલિંગ માટે ETP પ્લાન્ટ બનાવ્યો 

સૂત્રોના જણાવ્યા મુજબ કલોલની ખાત્રજ જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર -10 બ્લોક નંબર 58માં આ કંપની આવેલી છે.  આ કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરીને ફરી તેજ પાણીને ઉપયોગમાં લઈ શકાય તે માટે ત્યાં ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ત્યારે દિવાળીનો તહવાર હોવાથી પ્લાન્ટનો ઓપરેટર રજા પર હતો. અને દિવસ દરમ્યાન સુશીલ ગુપ્તા અને રાત્રિ સમયે રામસિંહ પાંડે ફરજ પર હાજર હોય છે. ત્યારે આજ રોજ વિનીકુમાર નામનો મજૂર પ્લાન્ટનો હોજ સાફ કર વ માટે અંદર ઉતર્યો હતો. ત્યારે અચાનક વિનય કુમારે ચીસાચીસ કરતાં તેને બચાવવા માટે સુનિલ ગુપ્તા હોજમાં ઉતર્યો હતો. પરંતુ તેને પણ અંદર જઈને બચાવો બચાવોની બૂમો પાડતા એક પછી એક રાજન કુમાર પપ્પુભાઈ,અનિશકુમાર પપ્પુભાઈ અને દેવેન્દ્રકુમાર દિનેશભાઈ હોજમાં ઉતર્યા હતા. અને પાંચેય મજૂરો મૃત્યુ પામ્યા હતા. 

gandhinagar

આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલનાં ICU વોર્ડમાં આગ,10 કોરોના દર્દીઓનાં મોત

થોડા સમય બાદ પાંચેય મજૂરોની બૂમો સંભળાતી બંધ થઈ ગઈ હતી. ત્યારે આ સમગ્ર બનાવની જાણ થતાં જ ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાંચેય મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે કંપનીના માલિક તેમજ તમામ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.

કેમિકલયુકત પાણીની ઝેરી અસરથી પાંચેય લોકો મૃત્યુ પામ્યા 

આ ઘટના અંગે રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડેએ જણાવ્યું હતું કે વિનય કુમાર અમનો એક મજૂર ETP પ્લાન્ટના હોજની સફાઈ કરવા માટે પ્લાન્ટમાં ઊતર્યો હતો. ત્યારે તેનો જીવ જોખમમાં મૂકાતા તેને બચાવો બચાવોની બૂમો પડી હતી. ત્યારે એક પછી એક એમ બીજા 4 મજૂરો બચાવો બચાવોની બૂમો સાંભળીને તેને બચાવવા માટે પ્લાન્ટમાં ઉતર્યા હતા. અને પાંચેય મજૂરો મૃત્યુ પામ્યા છે. તેમણે કહ્યું કે, પ્રાથમિક અનુમાન છે કે પાંચેય મજૂરો કેમિકલયુકત પાણીની ઝેરી અસર થવાથી મૃત્યુ પામ્યા છે.  સમગ્ર બાબતે પોલીસે જણાવ્યું હતું કે તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. સમગ્ર મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment