અમરેલી (Amreli)ના ખેડૂતે (Farmer)પાકને પશુઓથી બચાવવા માટે ખેતર (Farm)ની આસપાસ વીજતાર ગોઠવી હતી. આ વીજતારને અડી જતા એક સિંહણનું મોત થયાનું સામે આવ્યું છે. વનવિભાગ (Forest Department)દ્વારા સિંહણનો મૃતદેહ લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલે ખેતરની આસપાસ ગેરકાયદે વીજતાર ગોઠવનાર વાડીના ભાગીદાર તરીકે કામ કરતા શખ્સની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વનવિભાગ (Forest Department) ઘટના સ્થળે દોડી ગયું
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં આવેલા જીરા ગામ નજીક મુકેશભાઈ બાંભરોલીયાની જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. જેમાં ગઈકાલે ગુરૂવારે સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગેની જાણ થતા વનવિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. વનવિભાગ સહિત પીજીવીસીએલના નાયબ ઈજનેરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન ખેતરની આસપાસ તાર બાંધેલા જોવા મળ્યા હતા. જેમાં વીજકંપનીની વીજલાઈનમાંથી કનેકશન આપી વીજપ્રવાહ (Electric current)મુકાયો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે વાડીમાં ભાગીદાર તરીકે કામ કરતા મધ્યપ્રદેશના જીથરાભાઈ નાથુરભાઈ ભીલની અટકાયત કરવામા આવી છે. વનવિભાગે સિંહણનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટ અર્થે મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: ઉપલેટા તાલુકાના મજેઠી ગામમાં વરસાદે તારાજી સર્જી, ખેડૂતની મહેનત પર પાણી
વનવિભાગ (Forest Department)પુરાવા શોધવા તરફ
વનવિભાગે વાડી માલિક મુકેશભાઈ કનુભાઈ બાંભરોલીયાને અમદાવાદથી બોલાવ્યાં હતા. જેની વનવિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. ત્યારે હાલ આ ઘટના અંગે વધુ પુરાવા શોધવા વનવિભાગ (Forest Department)દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિશાળ અજગરનું રેસ્ક્યુ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4