Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
HomeઇતિહાસDeath Anniversary: હકીકતમાં ડાયનાનું મોત કે હત્યા? રહસ્ય પર હજુ પણ પડદો

Death Anniversary: હકીકતમાં ડાયનાનું મોત કે હત્યા? રહસ્ય પર હજુ પણ પડદો

Death
Share Now

બ્રિટનની પ્રિન્સેસ ડાયના (Diana)એક એવી વ્યક્તિ છે જે તેના મૃત્યુ (Death)ના ઘણા વર્ષો બાદ પણ સતત ચર્ચામાં રહી છે. ડાયનાનું મૃત્યુ (Death) કોઈ રહસ્યથી ઓછું નહોતું. આજનો દિવસ 31 ઓગસ્ટ 1997 ના રોજ 36 વર્ષની ઉંમરે પેરિસમાં એક માર્ગ અકસ્માતમાં પિન્સેસ ડાયનાનું નિધન થયું હતુ. ડાયનાને (Diana)તેની સુંદરતા અને દાન માટે બ્રિટનના લોકો તેમને ખૂબ પસંદ કરતા હતા. ડાયનાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ એક બ્રિટીશ શાહી પરિવારમાં થયો હતો. તેનો ઉછેર સેન્ડરિંઘમ હાઉસ ખાતે થયો હતો.

લેડી ડાયનાથી પ્રિન્સેસ ડાયના સુધીની સફર

એક સામાન્ય પરિવારમાં જન્મેલી ડાયનાના માતા -પિતા નાની ઉંમરેમાં જ અલગ થઈ ગયા હતા. જ્યારે તે લગભગ 8 વર્ષની હતી, ત્યારે તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધી હતી. ડાયના અભ્યાસમાં અવ્વલ નહોતી. લેડી ડાયના સૌપ્રથમ ત્યારે લાઇમલાઇટમાં આવી જ્યારે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ (Prince Charles)સાથે તેની સગાઈના સમાચાર સામે આવ્યા હતા. 29 જુલાઈ, 1981 ના રોજ પ્રિન્સ ચાર્લ્સ સાથે ડાયનાના લગ્ન થયા હતા, ડાયના પોતાના પતિથી 13 વર્ષ નાની હતી. આ લગ્ન બાદ લેડી ડાયના પ્રિન્સેસ ડાયના (Diana)બની ગઇ હતી.

Diana

ડાયનાને સ્વતંત્રતા પસંદ હતી

પ્રિન્સેસ ડાયના (Princess Diana)એ કહ્યું કે, મને સ્વતંત્રતા પહેલેથી જ પસંદ છે. ઘણા લોકોને મારી સ્વતંત્રતા પસંદ નથી, પરંતુ હું એવી જ છું’. તેણીના એ વિચારોથી તો સ્પષ્ટ હતું કે તે રાજવી પરિવાર સાથે બંધન તોડવા માંગતી હતી. શાહી પરિવારમાંથી હોવા છતાં, તે સામાન્ય લોકોની જેમ જીવવા માગતી હતી. ડાયના અનેક ચેરિટી સાથે જોડાયેલી હતી, જે રાજવી પરિવારને પસંદ ન હતુ. તેને કારણે, તેના અંગત જીવનમાં સમસ્યાઓ વધી અને 28 ઓગસ્ટ, 1996 ના રોજ તેણી અને પ્રિન્સ ચાર્લ્સ (Prince Charles)ના છૂટાછેડા થઈ ગયા. જણાવી દઇએ કે બંનેને બે પુત્રો છે, પ્રિન્સ વિલિયમ્સ અને પ્રિન્સ હેરી.

Accident

આ પણ વાંચો: RBI : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક સમયે પાકિસ્તાન માટે પણ છાપી હતી નોટ

રાજકુમારી ડાયનાનું 36 વર્ષની વયે એક કાર અકસ્માત (Accident)માં મૃત્યુ થયું હતું. પેરિસ (Parries)ખાતે થયેલા આ અકસ્માતમાં તેના મિત્ર, ફિલ્મ નિર્માતા અને પ્લેબોય ડોડી અલ ફાયદનું પણ મોત થયુ હતુ. કહેવાય છે કે આ બંનેને જોઈને કેટલાક પત્રકારો (Journalist)તેમના ફોટા લેવા માંગતા હતા, જેનાથી બચવા માટે ડ્રાઈવરે કારની સ્પીડ વધારી દીધી હતી, પરંતુ કારે ટનલમાં કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. તે સમયે ચર્ચા થઇ રહી હતી કે પ્રિન્સેસ ડાયના અને ડોડીનું અફેર ચાલી રહ્યું હતું. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવે છે કે ડાયના તે સમયે પ્રેગનન્ટ (Pregnant)હતી અને બંને જલ્દી જ લગ્ન કરવાના હતા, પરંતુ રાજવી પરિવારને એ વાત પસંદ ન હતી કે ડાયના નોન ક્રિશ્ચિયન સાથે લગ્ન કરી રહી છે જેથી રાજવી પરિવારે જ બેંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Diana1

અકસ્માતમાં મોત બાદ ડોડીના પિતાએ શું નિવેદન આપ્યુ?

2003 માં ડોડીના પિતાએ કહ્યું હતું કે જ્યાં મર્સિડીઝ જઈ રહી હતી ત્યાં દસ સીસીટીવી કેમેરા લાગેલા હતા, પરંતુ કેમેરામાં કોઈ પણ પ્રકારના અકસ્માતનો રેકોર્ડ નહતો. બાદમાં બ્રિટનના એક મીડિયાએ ટાંક્યુ કે, 14 કેમેરા હતા, પરંતુ અકસ્માતના વીડિયો મળ્યા નથી.

અકસ્માત બાદ લોકોના મુખની વાત

ઘણા લોકો એવું પણ માને છે કે ડાયના અને ડોડીએ જાણીજોઈને આ અકસ્માત સર્જ્યો હતો અને બંને ગાડીમાં હાજર જ નહોતા, પરંતુ અન્ય કોઈ વ્યક્તિ ત્યાં હતી. ડોડી પાસે ભારે માત્રામાં પૈસા હતા અને તે બંને નાશી ગયા હતા. જ્યારે ડાયનાની અકસ્માત (Accident)થયેલી મર્સિડીઝની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેની ફિયાટ યુનો સાથે ટક્કર થઇ છે. ડોડીના પિતાએ આરોપ લગાવ્યો હતો કે આ વાહનનો ઉપયોગ કરીને મર્સિડીઝ સાથે અકસ્માત સર્જ્યો હતો, પરંતુ તે ગાડી ક્યારેય મળી જ નહતી.

કાર ડ્રાઇવર પર પણ શક

હેનરી તે સમયે ડાયનાની કારનો ડ્રાઇવર (Car Driver)હતો, અગાઉ તે બ્રિટનની નેશનલ સિક્યોરિટી સર્વિસિઝમાં હતો. આ અકસ્માતમાં તેનું પણ મોત નિપજ્યું હતું. મોત થયુ તે સમયે તેમના ખાતામાં ભારે માત્રામાં પૈસા હતા. જેના પગલે એવી પણ શંકા છે કે ડ્રાઈવરનો ઉપયોગ બંનેને મારવા માટે કરવામાં આવ્યો હતો.

મોત કે હત્યા?

કાર અકસ્માત (Car Accident)થયો ત્યારે ડોડી અને ડાયનાએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. સીટ બેલ્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું પણ કહેવાય છે. પરંતુ બાદમાં ફ્રેન્ચ પોલીસ (Police)ને તપાસમાં જાણવા મળ્યું કે કારની સીટબેલ્ટ કામ કરી રહી છે. આ પરથી એવું લાગતું હતું કે ઘણા લોકો આ અકસ્માતમાં સામેલ છે.

MI6 માંથી નિકાળવામં આવેલા રિચર્ડ ટોમલિન્સને તેના સંગઠન પર જ ડાયનાની હત્યાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ MI5 અને MI6 ની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ હકીકત સામે આવી નહતી.

ડાયનાના જીવન સાથે જોડાયેલી કેટલીક હકીકતો

  • ડાયના અભ્યાસમાં સારી નહોતી. તે ઘણી વાર ફેલ થઇ હતી. તેને લઇને તેની મજાક પણ કરવામાં આવતી હતી.
  • માતા-પિતાના છૂટાછેડા બાદ, ડાયના અને તેના ભાઈ-બહેનોની કસ્ટડી તેના પિતાને આપવામાં આવી હતી.
  • પ્રિન્સ ચાર્લ્સ સાથે તેની સગાઈ માટે તેણે પસંદ કરેલી વીંટીમાં 12 કેરેટના કિંમતી નીલમ પથ્થર, 18 કેરેટ સફેદ સોનું અને 14 હીરા લગાવડાવ્યા હતા. હવે આ રીંગ કેટ મિડલટન પાસે છે.
  •  પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના લગ્નનું પ્રસારણ 74 દેશોમાં કરવામાં આવ્યુ હતુ, જેને લગભગ 750 મિલિયન લોકોએ નિહાળ્યુ પણ હતુ.
  • ડાયનાએ પોતાના જીવન કાળ  દરમિયાન લગભગ 100 ચેરિટી સંસ્થાઓને સપોર્ટ કર્યો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment