Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટDeath Wish of Musk: દુનિયાના સૌથી અમીર એલન મસ્કનો આ છે મૃત્યુનો પ્લાન

Death Wish of Musk: દુનિયાના સૌથી અમીર એલન મસ્કનો આ છે મૃત્યુનો પ્લાન

CEO Tesla Don’t Want to Die on Earth: Wants to die on this planet
Share Now

કેલિફોર્નિયા : દુનિયાના સૌથી ધનિકોમાંના એક તથા સ્પેસ એક્સ (Space X)-ટેસ્લા (Tesla) જેવી દિગ્ગજ કંપનીઓના માલિક એલન મસ્ક (Elon Musk) ફરી સમાચારોમાં છવાયા છે. ટ્વીટ કરીને પોતાના મનની વાત કરવા જાણીતા મસ્ક હાલમાં પણ પોતાના એક ટ્વીટ (Tweet) બાદ સમાચારોમાં ફરી ચમક્યા છે. કહેવાય છે ને કે, શ્રીમંતોના સપનાઓ પણ ઉંચા હોય છે પણ અહિં તો તમને જે જાણવા મળશે તે જાણીને તમે પણ ચોંકી જશો. કેમ કે, બિલિયોનર એલન મસ્કની જીવન જીવવાની ઈચ્છાઓ તો સમજ્યા પણ મોતની પણ પોતાની અનોખી મરજીની ઈચ્છાઓ(Death Wish of Musk) છે.

આ પણ વાંચો : ભાડા કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છો, આ 5 બાબતોનું ધ્યાન રાખો

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક હમણાં લોકોને મંગળ(Mars Mission) પર જવાની વાત કહેતા હોય છે. ઈન્ટરવ્યૂ હોય કે સોશિયલ મીડિયા કોઈ પણ પ્લેટફોર્મ પર તેઓ હંમેશાથી આ રેડ પ્લાનેટ અંગે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરતા આવ્યા છે અને હવે તેમણે પોતાના લેટેસ્ટ ટ્વીટ ક્ન્વર્સેશનમાં મૃત્યુ અંગેના પોતાના વિચારો શેર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ પોતાના અંતિમ શ્વાસ ક્યાં લેવા માંગે છે.

Death Wish of Musk: This is the death plan of Elon Musk, the richest man in the world

ટ્વીટર પર વ્યક્ત કરી આ ઈચ્છા

મસ્ક પોતાના જીવનમાં ઘણું બધુ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને અન્ય સપનાંઓ માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ છે ત્યારે આવા જ એક સવાલના જવાબની શરૂઆત એક ટ્વીટથી થઈ જેમાં @Grimezsz નામના એક ટ્વીટર હેન્ડલ યૂઝરે લખ્યું કે, મૃત્યુ એક વિકલ્પ છે અને તમે મને તેને બનાવતા ક્યારેય નહિં પકડી શકો. Death is a choice and you will never catch me making it.

આ ટ્વીટ પર સ્પેસએક્સના ફાઉન્ડરે જવાબ આપતા લખ્યું કે, જ્યારે પણ મોત આવશે હું તેનું સ્વાગત કરીશ. I will welcome death when it comes.

ત્યાર બાદ એક યૂઝરે એલન મસ્કના આ ટ્વીટ પર રિપ્લાય કરતા કહ્યું કે, જો મોત માર્સ પર નથી આવતું તો શું ત્યારે પણ તેઓ તેને સ્વીકારશે ? Even if it’s not on Mars?

તેના જવાબ પર એલન મસ્કે કહ્યું કે, તેઓ માર્સ પર મરવા માંગે છે.

Death Wish of Musk: This is the death plan of Elon Musk, the richest man in the world

ઉલ્લેખનીય છે કે, મસ્ક (Elon Musk) બે દસકાથી પોતાના આંતરરાષ્ટ્રીય મહાત્વાકાંક્ષાઓ બાબતે વાત કરી રહ્યા છે. તેઓ એક એવું વ્હીકલ તૈયાર કરી રહ્યા છે જેનું નામ Starship છે જે સંપૂર્ણપણે એક રિયૂઝેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હશે અને એક સાથે 100 લોકોને માર્સ પર લઈ જઈ શકશે. હાલમાં જ મસ્કે (Elon Musk) પોતાના ટ્વીટર હેન્ડલ પર સ્ટારશીપના પ્રોટોટાઈપનું બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર શેર કર્યું હતું. આ ફોટોમાં સ્ટારશિપ અને સુપર હેવી બૂસ્ટરને જોડવાની પ્રક્રીયાને સ્પષ્ટ જોઈ શકાય છે જેની નીચે એન્જીનિયર બેઠેલા છે.

આ સાથે જ મસ્કે ટ્વીટર પર એમ પણ લખ્યું હતું કે, સ્ટારશીપ અને તેના સુપર હેવી બૂસ્ટરને ઉડાવવા માટે 4 જરૂરી વસ્તુઓની જરૂર પડે છે. આઈટમ્સમાં સ્ટારશીપ માટે ફાઈનલ હીટ શીલ્ડ ટાઈલ્સ, સુપર હેવીના એન્જીન માટે થર્મલ પ્રોટેક્શન, ધિક ગ્રાઉન્ડ સિસ્ટમ પ્રોપેલેન્ટ સ્ટોરેજ ટેન્ક અને સ્ટાપશીપ માટે એક ક્વિક-ડિસ્કનેક્ટ આર્મ સામેલ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment