Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝમહારાસ્ટ્રમાં મૉલ, રેસ્ટોરાં, ધાર્મિકસ્થળો અંગેનો નિર્ણય

મહારાસ્ટ્રમાં મૉલ, રેસ્ટોરાં, ધાર્મિકસ્થળો અંગેનો નિર્ણય

udhav thakare
Share Now

એક તરફ કોરોનાની બીજી લહેરે દેશનું આખું અર્થતંત્ર ગોટાળે ચડાવી દીધું છે ત્યારે આ કોરોનાની બીજી લહેરે હજી પણ અનેક શહેરો પૂરા ખૂલ્યા નથી ત્યારે માયાનગરી મુંબઈ માં પણ કાઈક પરિસ્થિતિ હજી થાળે નથી પડી ત્યારે કોરોનાની મહામારી માંથી લોકોને બહાર કાઢવા ઠાકરે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે અને એનાજ ભાગ રૂપે મહારાસ્ટ્રમાં જે ચમક જોવા મળવી જોઈએ એ ચમક હજી જોવા નથી મળી રહી અને માયાનગરી એવી બોમ્બે આજે ભલે અનલોક થઈ હોય પણ મહારાસ્ટ્ર ની રફતાર કહો કે ધળકન એવી લોકલ ટ્રેન હજી શરૂ નથી થઈ ત્યારે આજે મહારાસ્ટ્ર ના મુખ્યપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છેકે જે લોકોએ કોરોનાથી લડવા જે વકશીન બનાવામાં આવી છે તેના 2 ડોજ લીધા હશે તે લોકો 15 ઓગસ્ટ થી ફરી બોમ્બેની રફતાર અને ધળકન એવી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે જોકે હજી મહારાસ્ટ્ર સરકાર દ્વારા મોલ,રેસ્ટોરેન્ટ અને ધાર્મિકસ્થળો અંગે પણ નિર્ણય લેવામાં આવશે હાલતો લોકોની સુરક્ષા પહેલા ધ્યાને રાખવામાં આવશે અને કોરોનાની મહામારી હજી સંપૂર્ણ નાબૂદ નથી થઈ ત્યારે મહારાસ્ટ્ર સરકાર દ્વારા લોકોની જિંદગી નાની એવી ભૂલ થી જોખમાઈ નહીં તે બાબતની ચિંતા કરી સંપૂર્ણ કાળજી પૂર્વક પગલાં લઈ રહી છે ત્યારે આગામી સમય માં મહારાસ્ટ્રમાં મોલ અને રેસ્ટોરાં ની સાથે ધાર્મિકસ્થળો પણ ખોલવામાં આવશે તેવી પૂરે પૂરી શક્યતા સેવાય રહી છે 

udhav

કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય એવા નાગરિકોને 15મી ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે રેસ્ટોરાં, મૉલ અને ધાર્મિક સ્થળો અંગે રાજય સરકાર શુ નિર્ણય લે છે તેના પર બધાનું લક્ષ્ય છે.

આ પણ જુવો :UNSTREAMED TALKS WITH ATUL PUROHIT

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આજે રાત્રે સાડા આઠ વાગ્યે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે બેઠક હોવાથી તેમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે એવી શકયતા છે. રાજ્યમાં હાલમાં કોરોનાની સ્થિતિ, દર્દીઓની સંખ્યા, કોરોનાની ત્રીજી લહેરની શકયતા, રસીકરણનું પ્રમાણ આ તમામ બાબતોનો વિચાર કરીને ટાસ્ક ફોર્સની ભલામણ આધારે મુખ્ય પ્રધાન આગળનો નિર્ણય લેશે. એટલે મૉલ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળો અંગેનો નિર્ણય આજે જ થશે કે પછી તે માટે વધુ રાહ જોવી પડશે એ પ્રત્યે લોકોનું ધ્યાન છે.મુંબઈમાં ૧૫ ઑગસ્ટથી વૅક્સિનના બંને ડોઝ લેનારાને લોકલ ટ્રેનમાં પ્રવેશ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.વૅક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકો માટે લોકલ ટ્રેનના દરવાજા ૧૫ ઓગસ્ટથી ખોલવાનો નિર્ણય લીધો છે. હવે મુંબઈની હોટેલો અને રેસ્ટોરાંના દરવાજા ખોલવા માટેનો નિર્ણય લેવાનો બાકી છે. 
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને પગલે હવે મુંબઈમાં વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે પડાપડી થવાની શક્યતા જોવાઈ રહી છે. આ પરિસ્થિતિમાં સરકારની જવાબદારીમાં વધારો થશે. વેક્સિનની ઉપલબ્ધતા વધારવાની સાથે જ વેક્સિનેટેડ નાગરિકોને પાસ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવી પડશે. અત્યારે મુંબઈમાં ૨૦ ટકા નાગરિકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, આ બધાને ક્યારે પાસ મળશે? તેને માટે લોકોને કેટલી હાલાકી ભોગવવી પડશે? કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા વેક્સિનેશન સર્ટિફિકેટ પર ત્યાં સુધી પ્રવેશ આપવામાં આવશે? એવા અનેક પ્રશ્ર્નોના જવાબ આગામી દિવસોમાં મળે એવી આશા રાખવામાં આવે છે.  

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment