Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeન્યૂઝભાજપના વિકાસ દિવસ સામે આપ દ્વારા અધોગતિ દિવસ મનાવાયો

ભાજપના વિકાસ દિવસ સામે આપ દ્વારા અધોગતિ દિવસ મનાવાયો

AAP Mahesh savani
Share Now

ગુજરાત સરકાર સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમ સાથે સફળ સરકારના પાંચ વર્ષ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો થકી ઉજવણી કરી રહી છે.7 ઓગષ્ટના રોજ ભાજપ દ્વારા વિકાસ દિવસની( development day )ઉજવણી કરાઇ છે. જેની સામે આમ આદમી પાર્ટી દ્વારા અધોગતિ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે.ભાજપના વિકાસના દાવા સામે આમ આદમી પાર્ટીએ અનેક સવાલો ઉઠાવ્યા છે.અને વિકાસના(development ) નામે ખોટી ઉજવણી કરતા હોવાના આરોપ લગાવ્યા છે.

ભાજપના વિકાસ દિવસ સમાંતર આપનો અધોગતિ દિવસ

આમ આદમી પાર્ટી ભાજપના વિકાસ કાર્યક્રમની(development day) સમાંતર અધોગતિ દિવસ મનાવી રહી છ. ત્યારે આપના અધોગતિ કાર્યક્રમ સંદર્ભે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઈ સવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મહેશભાઈએ ગુજરાતમાં ભાજપે કેવી અધોગતિ આદરી છે? કેવો વિકાસ કર્યો છે ?કોનો વિકાસ કર્યો છે? જેવા મુદ્દાઓ ના આંકડા અને હાલની પરિસ્થિતિની માહિતી આપી ભાજપના વિકાસ (development ) સામે આકરા પ્રહારો કર્યા હતા. સુરતમાં સર્કિટ હાઉસ ખાતે મહેશ સવાણીએ પત્રકાર પરિષદ યોજી જુદા જુદા અનેક મુદ્દાઓની માહિતી પ્રસારિત કરી ભાજપના વિકાસ કાર્યક્રમ સામે સવાલો ઉઠાવ્યા છે.

AAP MAHESH SAVANI 01 (development)

ગુજરાતમાં વિકાસ થયો છે પણ પેટ્રોલ-ડીઝલના ભાવનો: મહેશ સવાણી

આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ગુજરાતમાં વિકાસ(development ) થયો છે ગુજરાતમાં વિકાસ પેટ્રોલ-ડીઝલના ભાવમાં,રાંધણગેસના ભાવમાં,પાર્ટીના કાર્યાલય બનાવવામાં, પાર્ટીના નેતાઓના ઘરોમાં,ખેડૂતો માટે બિયારણમાં,ખેડૂતો માટે ખાતરના ભાવમાં, ગુજરાત રાજ્યના દેવાઓમાં પ્રજાના વેરાબીલોમા લાઈટ બિલોમા બેંકના વ્યાજમાં અને વ્યાજખોરોના દેણામાં થયો છે. ગુજરાતના દેવાની વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતનું દેવું 14800 કરોડમાંથી ત્રણ લાખ દસ હજાર કરોડ કરી દેવાયું છે. જેમાંથી 86000 કરોડ માત્ર વ્યાજ ચુકવ્યું છે.આજે દેશમાં જન્મેલો બાળક ૪૮ હજારના દેવા સાથે જન્મ લે છે, કેટલાય બેરોજગારોને નોકરી ન મળવાથી ઘરના ચલાવી શકવાથી આત્મહત્યા કરે છે કેટલાય તો વિદ્યાર્થીઓ અભ્યાસ ને લઈ આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતની આવી સ્થિતિ છે અને સરકાર વિકાસ દિવસ(development Day ) ઉજવે છે.જેવા આરોપો મહેશભાઈ દ્વારા સરકાર પર લગાવવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે આપ આરોપ

મહેશભાઈ સવાણી સરકારને તાકીને કહ્યું હતું કે આજે નોકરીયાત વર્ગના લોકોમાં ૨૫ થી ૫૦ ટકા સુધીનો પગાર ઘટાડો કરવામાં આવ્યો છે.શિક્ષકો ફરસાણની દુકાનો ખોલી રોજીરોટી મેળવે છે. કેટલાય નાના વેપારીઓ પોતાનો ધંધો બંધ કરી શાકભાજી વેચવા મજબૂર બન્યા છે.દેશનું યુવાધન વિદેશ તરફ રોજગારી માટે જઈ રહ્યું છે.માત્ર કેનેડા જવા માટે જ સાડા સાત લાખ પેન્ટિંગ ફાઈલો પડી છે. હજુ અમેરિકા,લંડન,યુરોપની વાત જ નથી કરવામાં આવી. દેશનું નવું જનરેશન દેશ છોડી જઈ રહ્યું છે અને ભાજપ વિકાસ દિવસ(development Day ) ઉજવી રહી છે.

સરકારના ખોટા નિર્ણય સામે જનતા પરેશાન

સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણય સામે આરોપ લગાવતા મહેશભાઈ સવાણી જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની નિર્ણય શક્તિમાં અભાવ જોવા મળી રહ્યો છે.અનેક વખત દેશમાં અને ગુજરાતમાં જનતા પર લાગુ કરતા નિર્ણયમાં વારંવાર ફેરબદલ કરવામાં આવે છે.જેને લઇ જનતા પરેશાન થઈ જાય છે.નોટ બંધી થી શરૂ કરી શિક્ષણ અને કોરોના મહામારીમાં જનતા સરકારના નિર્ણય શક્તિનો ભોગ બની કંટાળી ગઈ છે. નોટ બંધીના 50 દિવસના 48 નોટિફિકેશન સરકારે બદલીને બહાર પાડવા પડ્યા.જીએસટીમાં પણ વારંવાર નિર્ણય ફેરબદલ કરવા પડ્યા. છતાં લોકો આજે પણ પરેશાન થઈ રહ્યા છે. રાજ્ય સરકારે શિક્ષણમાં પણ વારંવાર નિર્ણયો બનાવી ફેરબદલ કર્યા છે. અને વાલીઓ તેનો ભોગ બન્યા કરે છે. અને હવે તો છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીમાં પણ ગુજરાતની જનતા સરકારના આ નિર્ણયથી પરેશાન થઈ ગઈ છે.વધુમાં સરકાર સામે આરોપ લગાવતા જણાવ્યું હતું કે દેશમાં જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી દેશની જનતાને માત્ર લાઈનમાં ઉભા રાખ્યા છે નોટ બંધી થી લઈ કોરોનાની વેક્સિન સુધી લોકો લાઈનમાં ઊભા રહેવા મજબુર બન્યા છે નોટ બંધી વખતે બેન્ક અને એટીએમની લાઈનમાં,કોરોના સમયે ડોક્ટરોની લાઈનમાં, ઓક્સિજન વખતે લાઈનમાં ,સરકારી હોસ્પિટલોની લાઈનમાં, રેમડીસીવીર ઇન્જેક્શનની લાઈનમાં, વતન જવા માટે ટ્રેન અને બસની લાઈનમાં અને હવે તો વેક્સિન લેવા માટે પણ રાત રાત લાઈનમાં ઉભુ રહેવું પડે છે. ગુજરાતની આવી પરિસ્થિતિ છે અને સરકાર વિકાસ થયો હોવાનું લોકોને બતાવી વિકાસ દિવસ ઉજવે છે.

આ પણ વાંચો : જીગ્નેશ મેવાણીએ માનરેગાના વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ 

ગુજરાતનો સાચો વિકાસ આપની નજરે

ખરા અર્થમાં વિકાસ કેવો હોવો જોઈએ તે અંગે જણાવતા મહેશ સવાણીએ જણાવ્યું હતું કે જે દિવસે રાજ્યની સાડા છ કરોડ જનતાની શિક્ષણની જવાબદારી, સ્વાસ્થ્યની જવાબદારી, વડીલોની જવાબદારી સરકાર પોતાની આવકમાંથી ઉપાડી લેશે, જનતાને ટેક્સ વીરા માંથી મળેલી રકમ ફક્ત તેમના જ હિત માટે વાપરવામાં આવશે.તે દિવસને જનતા સાચા વિકાસ દિવસ તરીકે ઉજવશે. ગુજરાતની જનતાને સી પ્લેન, ફાઇસટાર હોટલ કે મોટા તાયફઓની જરૂર નથી.માત્ર પેટનો ખાડો પુરાઈ અને ગુજરાત શિક્ષિત અને સ્વાસ્થ્યથી તંદુરસ્ત બને તેની જરૂર છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment