Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeહેલ્થબાળકો તથા યુવાનો માં આવેગિક બુદ્ધિ નું ઘટતું પ્રમાણ

બાળકો તથા યુવાનો માં આવેગિક બુદ્ધિ નું ઘટતું પ્રમાણ

Emotional Intelligence
Share Now

આજના બાળકો અને યુવાનોનો બુદ્ધિ આંક (IQ) એ કદાચ પહેલા ના સમય કરતાં વધ્યો હશે કારણકે ભણવામાં, ટેકનોલોજીના ઉપયોગમાં બાળક અને યુવાનો એ મોટેરાઓ કરતા બે ડગલાં આગળ છે. પરંતુ આવેગિક બુદ્ધિ (EQ) ક્યાંક ઓછી થતી હોય એવું પણ પ્રતિત થઈ રહ્યું છે. બાળકો અને ખાસ ઘણાં યુવાનોનું વર્તન, મનોવિજ્ઞાન ભવનમાં અમુક કાઉન્સેલિંગ ના કેસ ની ચર્ચા કરતા વિદ્યાર્થી હિરપરા ધારા અને અધ્યાપક ડો. ધારા આર.દોશીનું સૂચન છે કે બાળકો અને યુવાનોએ બહુ કાળજીથી વર્તન કરવાની જરૂર છે. બુદ્ધિ અગત્યની છે પરંતુ આવેગિક બુદ્ધિ ખૂબ જરૂરી છે.

ભાવનાત્મક બુદ્ધિ શું છે ?

વ્યક્તિ પોતાની લાગણીઓ, ભાવનાઓ સાથે પોતાના આવેગોનું નિયંત્રણ ,નિયમન કે વ્યવસ્થાપન કરવાની કેટલી શક્તિ ધરાવે છે, તે પોતાના આવેગો પર કેટલું નિયમન કરી શકે છે તેના પર તેની સફળતા કે અસફળતાનો આધાર રહેલો છે . આ પ્રકારની શક્તિને મનોવિજ્ઞાન ની પરિભાષામાં આવેગિક બુદ્ધિ નું નામ અપાયું છે.IQ નું સ્થાન હવે EQ એ લીધેલું છે. આવેગિક બુદ્ધિ વ્યક્તિની આંતરિક સ્ફૂર્ણની, મૂલ્યાંકન કરવાની ,સમજણની તથા પોણા સામર્થ્યનો ઉપયોગ કરવાની એક શક્તિ છે. જેમાં વ્યક્તિ પોતાની સાથે સાથે અને અન્ય વ્યક્તિઓની પ્રેરણા, ઇચ્છાઓ, આવેગો, લાગણીઓ અને જરૂરિયાતોને સમજી શકે છે. વ્યક્તિ જ્યારે પોતાના આવેગોની સાથે અન્યના આવેગોને સમજી શકે અને વ્યવસ્થાપન કરી શકે ત્યારે જ સામાજિક અને વ્યક્તિગત જીવનમાં સફળ થઈ શકે છે.

Emotional Intelligence

પરંતુ કેટલાક સમયથી બાળકો તથા યુવાનો માં ઘટતુ આ પ્રમાણ તેની સફળતાને રૂંધી નાખી તેમ કહી શકાય. બાળકો જેને કોઈ કઈ ખીજાય તો તેનાથી સહન નથી થતું, યુવાવર્ગ જો કોઈ રોકટોક કરવામાં આવે તો આત્મહત્યા તરફ પ્રેરાય છે, નિષ્ફળતા પચાવી શકતા નથી અને આવેગશીલ બની ખોટું પગલું ભરી બેસે છે. પોતાની વાતને સાચી બતાવવા ઘણા તર્ક રજૂ કરે ક્યારેક એ ખોટા પણ હોય. કિસ્સો એક યુવક જે મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માટે આવેલ. 5 વર્ષથી તે ભણવા માટે કોલકતા રહેતો હવે અહીં આવે તેને કોઈ ગમતું નથી, માતા પિતા કોઈ કઈ કહે તો ટોર્ચર લાગે છે અને બસ ઘર મૂકી જતું રહેવું છે એ જ વિચાર આવે છે.

આ પણ જુઓ : રાહુલ ગાંધીના જન્મદિનની અનોખી ઉજવણી

કિસ્સો બીજો કિસ્સો જોઈએ તો એક યુવકે સ્વીકાર્યું કે તેણે ઘણી છોકરીઓને બુદ્ધિથી પોતાની વાતો માં ફસાવી તેની સાથે પ્રેમ સંબધ સ્થાપિત કર્યા. એ દરેક છોકરીને અલગ અલગ વાતો કહી પોતાની વ્યક્તિ બનાવી મિત્ર વર્તુળોમાં રોફ જમાવતો કે મારે ઘણી ગર્લ ફ્રેન્ડ છે. અમુક સાથે તેને શારીરિક સંબંધો પણ હતા. પણ હવે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે તેને વિચારો આવે છે કે ક્યાંક તેનો ઇતિહાસ ખબર પડી જશે તો એ શું કરશે? કિસ્સો એક પતિને લગ્નના 4 વર્ષ પછી ખબર પડી કે તેની પત્ની કોલેજમાં હતી ત્યારથી શરૂ કરીને એ અપડાઉન કરતી ત્યાં સુધીમાં તેને અલગ અલગ 4 બોયફ્રેન્ડ હતા. એ બધા પૈસાવાળા હતા પણ પછી મજબૂરીમાં તેને મારી સાથે લગ્ન કરવા પડ્યા. પણ એ બુદ્ધિશાળી ખૂબ હતી એટલે સતત ખોટી બોલી આ બધું છુપાવતી રહી.

Emotional Intelligence adult

કિસ્સો એક બાળકને ભણવું ખૂબ ગમે છે, લેપટોપ ગમે છે પણ ઘરના વડીલો નથી ગમતા. દાદા દાદી કઈ બોલે તો મોઢે જવાબ દઈ ઉદ્ધતાઈ વાળું વર્તન કરી દે. કિસ્સો એક 12માં ધોરણમાં ભણતી છોકરી જેના ઘરમાં આધુનિક કપડાં પહેરવાની મનાઈ હોય તે પોતાની મિત્ર ના આધુનિક કપડાં પહેરી બહાર ફરવા જતી. ઘરમાં કોઈને એ વિશે કશી જાણ નહોતી. હવે તેના મિત્રો બધા ભેગા થઈ તેની મજાક કરે અને હેરાન કરે કે તારા ઘરમાં હવે અમે કહી દેશું કે તું આધુનિક કપડાં પહેરી બહાર ફરવા જાય છે. આમ બુદ્ધિ ઘણી વધી પરંતુ લાગણીઓ અને આવેગો ઘટ્યા. મિત્ર પાસે રોફ જમાવવા, પોતાની જરૂરિયાત પૂરી કરવા વ્યક્તિ પોતાની બુદ્ધિ તો વાપરે છે પણ કોઈની લાગણી, આવેગ સમજી શક્તિ નથી.

બાળકો અને યુવાનોમાં જોવા મળતા ફેરફાર

  • પોતાની જાતમાં વ્યસ્ત રહેવું
  • ઊંઘ અથવા ખાવાની રીતમાં ફેરફાર
  • દીર્ધકાલીન સ્વાસ્થ્ય સમસ્યા
  • યુવાનોમાં દારૂ, તમાકુ અથવા અન્ય દવાઓનો વધુ ઉપયોગ
  • બુદ્ધિપૂર્વક રીતે કોઈ પાસે સહેલાઈથી ખોટું બોલવું 
  • કોઈની લાગણી ન સમજવી 
  • વડીલો સાથે અયોગ્ય વર્તન

બુદ્ધિઆંક અને આવેગિક બુદ્ધિ વચ્ચેનો તફાવત

  • સારી બૌદ્ધિક ગુણાકવાળી વ્યક્તિ સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે પરંતુ પ્રગતિ મેળવવા માટે ભાવનાત્મક સમજ પણ જરૂરી છે. સારી ભાવનાત્મક સમજણવાળી વ્યક્તિ ક્રોધ અને ખુશીના અતિરેકમાં ક્યારેય ગેરવાજબી પગલા લેતી નથી. જ્યારે આજના બાળકો અને યુવાનો પોતાની જાતને બુદ્ધિશાળી બતાવવા કોઈની સાથે ગમે એવું વર્તન કરતા જોવા મળે છે.
  • બૌદ્ધિક આંક ફક્ત વ્યક્તિને પરીક્ષામાં સારા ગુણ આપે છે, પરંતુ ભાવનાત્મક બુદ્ધિ વ્યક્તિને જીવનની પરીક્ષામાં સફળતા આપે છે. ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિવાળા લોકો બદલાતા વાતાવરણમાં પોતાની જાતને વધુ ઝડપથી ગોઠવી લે છે અને તેથી તેમની સફળતાની સંભાવના વધારે છે.
  • ભાવનાત્મક બુદ્ધિવાળા લોકો માત્ર તથ્યો અને વાસ્તવિકતા જોતા નથી, પણ ભાવનાઓ સાથે કાર્ય કરે છે. તેઓ જાણે છે કે દરેક વ્યક્તિ જુદા જુદા છે, તેથી તે તફાવતને ધ્યાનમાં રાખીને, તેઓ દરેક સાથે એકસરખું વર્તન કરતા નથી. તેઓ તેમની પોતાની લાગણી તેમજ અન્યની લાગણીઓને પણ માન આપે છે. આવા લોકો સંદેશાવ્યવહાર કુશળતામાં સારા હોય છે અને સારા અધિકારીઓ બની શકે છે. આજના બાળકો અને ઘણા યુવાનોને સફળ થવું છે પણ માત્ર બુદ્ધિનું જ મહત્વ સમજે છે. લાગણીઓનો ભાવ ક્યાંક વિસરતો જાય છે
  • ગોલમેનના મતે જીવનમાં 20 ટકા સફળતા બૌદ્ધિક પરિબળ દ્વારા મળે છે, જ્યારે 80 ટકા સફળતા ભાવનાત્મક બુદ્ધિને કારણે થાય છે.

Emotional Intelligence care

યુવાનો અને બાળકોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

બુદ્ધિઆંક અગત્યનો છે પરંતુ આવેગિક આંક, આવેગિક બુદ્ધિ પણ ઘણી જગ્યાએ વધુ મહત્વની પુરવાર થાય છે. ભાવનાત્મક બુદ્ધિવાળા વ્યક્તિઓ તેમની લાગણીઓને સાંભળીને અન્ય લોકો સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન કરે છે. તમારી ભૂલો સ્વીકારો અને કોઈની પાસેથી કઈક શીખો. આવેગિક બુદ્ધિ વાળી વ્યક્તિ નવા વિચારો અને માહિતીને સરળતાથી શીખી શકે અને શીખવી શકે છે. મતભેદને સરળતાથી હલ કરો. જાતને પ્રભાવી બનાવવા માટે માત્ર બુદ્ધિવાળું નહિ પણ લાગણી યુક્ત વર્તન પણ જરૂરી છે

આવેગિક બુદ્ધિ વધારવા માટે મનોવૈજ્ઞાનિક સૂચનો

  • તમારી લાગણીઓને યોગ્ય રીતે ઓળખો અને વ્યવસ્થાપન કરો
  • લાગણીઓનું કારણ સમજવાનો પ્રયત્ન કરો
  • તમને જે લાગે છે તે મુક્તપણે બોલો
  • અન્યના સારા ગુણોને માન આપો અને ઓળખો
  • જ્યારે તમે ગુસ્સો અથવા અસ્વસ્થતા અનુભવો ત્યારે શાંત રહો
  • નકારાત્મકતાને દૂર કરવાનો પ્રયાસ કરો
  • લોકો માટે આભારી રહો
  •  દરેક વ્યક્તિ અલગ છે સ્વીકારો
  • કોઈની સાથે માત્ર બુદ્ધિ નહિ પણ લાગણીથી પણ વર્તન કરો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment