Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeડિફેન્સરાજનાથ સિંહે ચીન સરહદ પર બની રહેલ સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું

રાજનાથ સિંહે ચીન સરહદ પર બની રહેલ સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું

rajnathsingh sela tunnel
Share Now

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ થી BRO દ્વારા આયોજિત મોટરસાઇકલ રેલી અભિયાનને લીલી ઝંડી બતાવી હતી. અરુણાચલ પ્રદેશમાં બનાવવામાં આવી રહેલી સેલા ટનલના છેલ્લા તબક્કાનું દિલ્હીથી ઉદ્ઘાટન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, BRO ની સિદ્ધિઓ સમગ્ર વિશ્વમાં અભ્યાસનો વિષય છે. પછી ભલે તે વિશ્વની સૌથી ઉંચાઈ પર બનેલી અટલ ટનલ હોય, અથવા વિશ્વની સૌથી ઉંચી મોટેરેબલ પાસ હોય, કે પછી સેલા ટનલ હોય.

રાજનાથ સિંહે કર્યું ઉદગાટન 

રાજનાથ સિંહે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી બટન દબાવ્યું અને ટનલમાં વિસ્ફોટ સાથે પ્રોજેક્ટના છેલ્લા તબક્કાનું કામ શરૂ થયું. સેલા ટનલનું નિર્માણ કાર્ય જૂન 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ ટનલ સેલા પાસમાંથી પસાર થાય છે અને પ્રોજેક્ટ પૂર્ણ થવા પર તવાંગ મારફતે ચીન બોર્ડર સુધીનું અંતર 10 કિમી ઘટાડવાની અપેક્ષા છે. આ ટનલ આસામના તેજપુર અને અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે સેનાના 4 કોર્પ્સ હેડક્વાર્ટર વચ્ચેના પ્રવાસનો સમય ઓછામાં ઓછો એક કલાક ઘટાડશે.

આ પણ વાંચો:સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મહિલાઓની ભૂમિકા પર SCO વેબિનારને સંબોધશે

સેલા-ટનલની જરૂરિયાત કેમ? 

તેજપુર આર્મીની 4 કોર્પ્સનું હેડક્વાર્ટર છે, જે અરુણાચલ પ્રદેશ પર નજર રાખે છે. તેજપુર ભારત-ચીન સરહદ પર સ્થિત તવાંગનો દરવાજો પણ છે. આસામના નાગાંવ જિલ્લાના મુખ્ય લશ્કરી મથક મીસાથી ઉત્તરીય તટ પર સ્થિત તેજપુર સુધી વાહનોની અવરજવર માત્ર બ્રહ્મપુત્રા પરના કાલીયાભોમોરા પુલ પર આધારિત છે. જો સંઘર્ષની સ્થિતિમાં તેના પર હુમલો અથવા નુકસાન થાય છે, તો તે માર્ગ દ્વારા પશ્ચિમ અરુણાચલ પ્રદેશ સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિ ટાળવા માટે ભૂગર્ભ ટનલ બનાવવામાં આવશે.

ટનલનો અંદાજિત ખર્ચ 5 હજાર કરોડ 

આ 12-15 કિલોમીટર લાંબી ટનલનો અંદાજિત ખર્ચ 5,000 કરોડ રૂપિયા છે અને તે દેશમાં કોઈ નદીની નીચે બનેલ ટનલ મારફતે પ્રથમ સડક માર્ગ હશે. 1962 ના યુદ્ધમાં, ચીની સેનાએ તવાંગ પાર કરીને તેજપુરથી 20 કિમીના અંતરે પહોંચી હતી, જે યુદ્ધના અંત પછી ત્યાંથી હટી હતી.  ભારતીય રેલવે ભાલુકપોંગથી (આસામ-અરુણાચલ પ્રદેશની સરહદ પર સ્થિત છે, તેજપુરથી લગભગ 58 કિમી દૂર) તવાંગ વચ્ચે બ્રોડગેજ લાઇન પણ બનાવી રહી છે. ભલુકપોંગ અને તવાંગ વચ્ચેના 378 કિલોમીટરના રેલમાર્ગમાંથી 80 ટકા ટનલમાંથી પસાર થશે જેથી પર્યાવરણને નુકસાન ઓછું થાય.

31,700 ફૂટની ઊંચાઈએ રેલ માર્ગ 

રેલ માર્ગ સેલા પાસથી પણ પસાર થશે જે સમુદ્ર સપાટીથી 13,700 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. ભાલુકપોંગ છેડેથી રેલ માર્ગ માટેનો સર્વે પણ પૂર્ણ થઈ ગયો છે અને તવાંગ અને રૂટ પર અન્ય સ્થળો માટે રેલવે સ્ટેશનની જગ્યા નક્કી કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવિત રેલ માર્ગ પર કામ ક્યારનું શરૂ થઇ ગયું હોત પરંતુ કોવિડ -19 ના વૈશ્વિક રોગચાળાને કારણે આ કાર્યમાં વિલંબ થયો હતો. ભારતીય રેલવે નાગાંવ અને તેજપુરને જોડતા અન્ય પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપવાના અંતિમ તબક્કામાં છે અને આ માર્ગના રેલવે ટ્રેક બ્રહ્મપુત્ર હેઠળ બાંધવામાં આવનારી સૂચિત ટનલમાંથી પસાર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ થી BRO દ્વારા આયોજિત મોટરસાઇકલ રેલી અભિયાનને લીલી ઝંડી બતાવી હતી. અરુણાચલ પ્રદેશમાં બનાવવામાં આવી રહેલી સેલા ટનલના છેલ્લા તબક્કાનું દિલ્હીથી ઉદ્ઘાટન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, BRO ની સિદ્ધિઓ સમગ્ર વિશ્વમાં અભ્યાસનો વિષય છે. પછી ભલે તે વિશ્વની સૌથી ઉંચાઈ પર બનેલી અટલ ટનલ હોય, અથવા વિશ્વની સૌથી ઉંચી મોટેરેબલ પાસ હોય, કે પછી સેલા ટનલ હોય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment