Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરવિવારે લદ્દાખની મુલાકાતે રક્ષા મંત્રી રાજનાથ સિંહ

રવિવારે લદ્દાખની મુલાકાતે રક્ષા મંત્રી રાજનાથ સિંહ

defence minister
Share Now

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) રવિવારે લદ્દાખ (Ladakh) અને એલએસીની મુલાકાત લેશે. તેમની યાત્રા બે દિવસની રહેશે. જેમાં તે એલએસી (LAC) પર સેનાની ઓપરેશનલ તૈયારીઓની ચકાસણી કરશે. તેઓ એલએસી નજીક કેટલાક રસ્તાઓનું ઉદ્ઘાટન પણ કરશે.

રક્ષા મંત્રી સાથે આર્મી ચીફ પણ હાજર

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે આર્મી ચીફ જાન એમએમ નરવણે પણ હાજર રહેશે. તેઓ ફોરવર્ડ લાઈનમાં (Forward Post) પણ જશે અને સેનાની તૈયારીઓની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના પ્રોજેક્ટ્સની પણ દેખરેખ રાખશે. તમને જણાવી દઈએ કે આશરે એક અઠવાડિયા પહેલા રક્ષા મંત્રી અરુણાચલ પ્રદેશ ગયા હતા જ્યાં તેમણે રાષ્ટ્ર માટે 12 રસ્તા સમર્પિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે વ્યૂહાત્મક રસ્તાઓ ફક્ત કનેક્ટિવિટીને વેગ આપશે નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદોની નજીક સુરક્ષા દળોને ઝડપી ગતિશીલ બનાવશે.

એલએસી પર સૈનિકોનો વિશાળ જમાવડો

ladakh visit of defence minister

united news

ગયા વર્ષથી લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પેંગોંગ તળાવની ઉત્તરીય અને દક્ષિણ કાંઠે બંને દેશોની સૈન્ય પીછેહઠ કરી છે, પરંતુ હજી પણ બંને બાજુથી એલએસી પર 50-60 હજાર સૈનિકો ગોઠવવામાં આવ્યા છે. ભારતે એલએસી નજીકના વિસ્તારોમાં માળખાગત સુવિધા સુધારવા માટે ઝડપથી કામ કર્યું છે.

આ પણ જુઓ : અયોધ્યાનું વિકાસ મોડેલ નિહાળતા પીએમ મોદી

એલએસી પર સરકાર ઝડપી બનાવી રહી છે રસ્તા

સરકારે ત્રણ મહિના પહેલા સંસદને આપેલી માહિતી પ્રમાણે કુલ 14,071 કિલોમીટર રસ્તાઓ પર કામ ચાલી રહ્યું છે. આમાંના મોટા ભાગના અરુણાચલ પ્રદેશમાં છે. ઉત્તરાખંડમાં 24, હિમાચલ પ્રદેશમાં સાત અને સિક્કિમમાં 21 રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.

ચીનની નવી ચાલ : એલએસી પર તણાવ વચ્ચે ભારતીય સીમા નજીક ચીને શરૂ કરી બુલેટ ટ્રેન

સરકાર દ્વારા સંચાલિત ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની પ્રથમ ઇલેક્ટ્રોનિક બુલેટ ટ્રેન(Bullet Train)ને શુક્રવારે સવારે ખુલ્લી મુકવામાં આવી હતી. આ લ્હાસા અને નીઇંગચીને સાથે જોડતી ‘ફ્યુક્સિંગ’ બુલેટ ટ્રેન છે. તેનું સંચાલન સત્તાવાર રીતે પઠારી પ્રદેશમાંથી શરૂ થયું છે. શિચુઆન-તિબેટ રેલ્વે કિંધઇ-તિબેટ રેલ્વે પછી તિબેટમાં બીજી રેલ્વે હશે.નીઇંગચી શહેર અરુણાચલ પ્રદેશની સરહદની બાજુમાં આવેલું છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટના ભાગ રૂપે દાવો કરે છે, જેને ભારતે ભારપૂર્વક નકારી દીધો છે. ભારત-ચીન સરહદ વિવાદમાં 3488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) શામેલ છે. સિંઘુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઇન્સ્ટિટ્યૂટના સંશોધન વિભાગના ડિરેક્ટર કિયાન ફેંગે અગાઉ એક અખબારને કહ્યું હતું કે, ભારત-ચીન સરહદ પર વિવાદ વધશે તો તો આ રેલ્વે ચીનને વ્યૂહાત્મક સામગ્રી પહોંચાડવામાં મોટી મદદ કરી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment